Get The App

વાચકની કલમ .

Updated: Jul 1st, 2024

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image


પ્રેમ આપી દે એને

ઝણઝણતી, હણહણતી,

લાગણી આપી દે એને

જલ ટપકતા કેશની, મદકિલી

સોડમ આપી દે એને

કાજલિયા, ચંચલ નૈન,

શાતા આપી દે એને

છે કપાલ તેજોમય,

તેજ આપી દે એને

સુંદર સુરાહી ગરદન,

સુરાહી આપી દે એને

તલ મઢ્યો ગાલ,

તલક આપી દે એને

મધમીઠી જિહવા,

પ્રેમપ્રતિજ્ઞાા આપી દે એને

મધુરા ઓષ્ઠ તારા,

આહવાહન આપી દે એને

માંસલ હસ્ત ફેલાવને

આલિંગન આપી દે એને

લાગી છે તરસ 'નિજ'ને

પ્રણય આપી દે એને

જતીન ભટ્ટ 'નિજ' (ભરૂચ)

ઊડયા કરવું, બુલંદ હોસલાની પાંખે

એક સાંજે તરુવરડાળે પંખી

બેઠું પોતાના માળે

કરી વિચારો એ અતીતના

કોરી આંખોને છલકાવે

સુની આંખોમાં, સમણાઓ

આંજી જીવતર ગાળે

કોઈનીય પરવા વિના જીવનના

તડકા છાંયા માણે

લઈને પગદંડી ફરજની હકથી

એના પર તે ચાલે

તણખુ તણખુ એક કરીને

હૃદય ઝરૂખે માળો બાંધે

એકલવાયું જીવતર તો પણ

મેળાની જેમ મ્હાલે

પાંખોમાં જુસ્સો રાખી

આખું આકાશ પામવા ચાહે

તૂટશે ક્યારેક ડાળી અને

માળો પણ વિખરાશે

ઘરડી તો ઘરડી ભલે,

પણ અંતે પાંખો જ સહારો થાશે

છો ને વર્ષ મેઘ ધોધમાર

કે પછી પવન હલેસા નાખે

મોજથી બસ ઉડયા કરવું

'તેજ' બુલંદ હોસલાની પાંખે

તેજલ મૌર્ય 'તેજ' (ચાંદલોડિયા)

ચંદ્ર અને ચાંદની

સોળ કળાએ ખીલ્યો છે દૂર પેલો ચંદ્રમા

ચારેકોર ચાંદની ખીલી છે આ જોબનમાં

કોણે કહ્યું કે આ એક પૂનમની રાત છે

પૂરા વર્ષની રોશની ભરી છે ગગનમાં

સંતાકૂકડી રમે છે ચાંદની સાથે ચંદ્રમા

અને દિલને દિલ મળે છે અહીં મિલનમાં

મનના મોર ટહૂકે છે ઢેલડ રાણી સાથે

વળી પ્રણયના ફૂલો ખીલે છે ઉપવનમાં

સ્નેહ, હેત, પ્રીતની ત્રિવેણી ભેગી થાય છે

ખૂલે દિલના દ્વાર, રૂપાળી પૂનમની રાતમાં

જીવતર ઝંખે છે હંમેશા સલુણી સંધ્યા

સૌ ભીંજાય છે નેહ નિતરતી ચાંદનીમાં

આજે રંગાયાં છે સૌના તન અને મન

ચંદ્ર અને ચાંદની ભળી ગઈ છે જીવનમાં

ભગુભાઈ ભીમડા (ભરૂચ)

જીત્યો હારીને પણ

નથી મને અફસોસ

કોઈ મારી હારનો

હારીને તને જીતાડી 

આનંદ છે, એ વાતનો

હારીને પણ હસી રહ્યો છું, 

તારી નજરોમાં

હોત જો તું હારી વિખરાય 

ગઈ હોત જગતમાં

દીધા જે દર્દ અપરંપાર 

તે પ્રેમની પળોમાં

રાખ્યાં અંતર ટોપલીમાં, 

તો પણ અધૂરી છે એ

અણીયારી નજરે શીદને

ચલાવે તીર તું અહીંયા

ઘાયલ પર વારંવાર વાર 

કરી શીદને તમાશો કરે તું

દીધા 'તા પુષ્પ જે મુજ 

અંતર ઉપવનના તને

કચડયાં હતાં પગની 

એડીએ તે યાદ છે, મને

દીધા 'તા ફૂલ કાગળના 

તે પ્રેમની પળોમાં મને

સજાવી રાખ્યા છે, 

મુજ હિતની ફૂલદાનીમાં મેં

અફસોસ કરે તો કોની 

સમક્ષ કરે ઘાયલ 'ઈશ્વર'

સૌને આવે છે, મજા આપણો 

તમાશો જોવાની

ઈશ્વર અંચેલીકર (સુરત)

સૂરમયી મજા રે...!

શું... પ્રતિક્ષા પર પહેરો?

આ તે કેવી સજા રે

જો... છત માથે ફડફડે 

વિરહની ધોળી ધજા રે

આ... માણસ નામે પન્ખી

છાનીમાની ચાંચ મારે

થ્યું... ખંડિત પિંજરુ 

આત્માને થૈ છે લજ્જા રે

કાં... કોકિલા સૂરને

શાને દાબે મોલાં તું

જો... થીજેલાં સમયના 

થ્યાં ચારેબાજુ કબ્જા રે

હાં... યમદૂતો ભાળતાં

ક્ષણ ક્ષણ રુદાલી બને રે

આ... પ્રથાને તોડવાં... 

કાળચક્રને ધ્યો રજા રે

એ... મનવાં હાલો મસાણે 

ખાલી ખાલી ટહેલ્વા

કૈ... માણીએ રામધૂનોની

સૂરમયી મજા રે.

વિનોદચન્દ્ર બોરિચા (મુંબઈ)

જરૂરત છે

જરૂરત છે, જરૂરત છે, જરૂરત છે

એક શ્રીમતીની કલાવતીની

સેવા કરે જો પતિની

પસંદગી માટે ફરતો રહ્યો

ક્યાંયે ન મારું મનડું ઠર્યું

મળશે મળશે એમ 

વિચારી જીવી રહ્યો

સંકટભરી આ જિંદગીમાં

શોધ મારી અવિરત બની

પથ્થર એટલા દેવો પૂજ્યા

તો યે પ્રયત્ન અસફળ રહ્યો

મહેનત ઇશ્વરનો જો સાથ હશે

સ્વપ્ન મારું ક્યારેક સાકાર થશે

તેથી જ જરૂરત છે જરૂરત છે

સેવા કાજે શ્રીમતીની સખ્ત જરૂરત છે

સી. જી. રાણા (ગોધરા)

મધર્સ ડે

તે જ મને જનમ આપ્યો

તે જ મને જીવન આપ્યું

તારી નાળ સાથે બંધાણી

તારા ગર્ભમાં હું ગૂંથણી

તારા જ ખોલે હું રમી

ને તારા જ ખોલે હું જમી

તારા સાદે સવાર પડતી

ને તારા એક અવાજે

આંખો મીંચીને સુઇ જતી

તારી જ છાયામાં મોટી થઈ

પછી સમયનું ચક્ર ફરી ગયું

એની લાગણી, એની ચિંતા

એની જિદ્દ, એનો પ્રેમ

બન્યું મારું જીવન

ક્યારેક કહે માથું ઓળી આપ

તો ક્યારેક કહે મને નવરાવવા આપ

પેલા હું કહેતી મમ્મી 

કઈ લેતી આવજેને

પછી એ કહેતી થઈ તું આવ

ત્યારે કઈ લેતી આવીશ

પળ પળ જીવતાં તે શીખવ્યું

પડીને ઊભા થતાં તે શીખવ્યું

તારી છાયા તો આજે નથી

પણ તારી આ પરછાઈ

તારી છાયાથી કમ નથી

કોઈ કહેતું તને મધુ કોઈ કહેતું મૃદુલ

હું બની તારી મેઘ મૃદુલ

તારી આ મેઘ મૃદુલ બની છે 

યશોદા આજ

બે બાળ બન્યા મારા ગોપાલ

એક જ આશા એક જ અભિલાષા

આપું પ્રેમ અપાર

મેઘ મૃદુલ (અમદાવાદ)

 એ બહાનુ

(ગઝલ)

ફળે ક્યાંય પ્યારું ઘુમાવે મજાનું

અહીંથી તહીંમાં થવા દે થવાનું

કિરણ તો કદાપી બતાવ્યું નહીંને

ઊજાસે રહે જે નિભાવે દયાનું

મળે તો કહેતાં કહું ને કશીયે

કહાની, દુભાવી અહીં તો જવાનું

કિસ્મતે ચણી છે સમસ્યા જ દંભી

ગળે કેમ ઉતારી શકે એ બહાનુ?

વિસ્ફોટક બનીને ચક્રાવો હજી તે

લડે કોઈ જ્યાંથી જ સીધી રજાનું

હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)

Tags :