Get The App

મૂંઝવણ .

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image

- મને મારી મંગેતર સાથે સંભોગ કરવાનું મન થાય છે, પણ જ્યારે હું તેને સંભોગની વાત કરું છું ત્યારે તે કહે છે કે પિરિયડ્સમાં સંભોગ ન કરાય.

હું ૨૧ વર્ષનો અપરિણીત પુરુષ છું. મારી સગાઈ થઈ ગઈ છે. મને મારી મંગેતર સાથે સંભોગ કરવાનું મન થાય છે, પણ જ્યારે હું તેને સંભોગ કરવાની વાત કરું છું ત્યારે તે કહે છે કે પિરિયડ્સમાં સંભોગ ન કરાય. તો મારે એ જાણવું છે કે પિરિયડ્સ કેટલા દિવસના હોય છે અને  એ ક્યારે આવે છે? મારી મંગેતરને પિરિયડ્સ છ દિવસના આવે છે. શું એ શક્ય છે?

- એક યુવક (અમદાવાદ)

* માસિક (પિરિયડ્સ/ મહિનો) દર મહિને ચારથી છ દિવસ માટે આવે છે. પિરિયડ્સ પુખ્ત અવસ્થા અને સ્ત્રીપણાનું નોર્મલ હોર્મોન લેવલનું  સૂચન કરે છે.

પિરિયડ્સ દરમ્યાન જો બંને પક્ષની અનુમતિ હોય તો સંભોગમાં  રાચી શકાય, કારણ કે એનું નામ સમભોગ છે એટલે કે સરખો ભાગ. આ વલણ એકપક્ષી ન હોવું જોઈએ.

ઘણી સ્ત્રીઓને પિરિયડ્સ દરમિયાન અસહ્ય દુખાવો થતો હોય છે. દુખાવાનો કારણે યોગ્ય કામેચ્છા જાગ્રત નથી થતી. જો એવી સમસ્યા હોય તો સંભોગ ન કરવો વધુ ઈચ્છનીય છે. મેડિકલ દ્રષ્ટિએ પિરિયડ્સ દરમ્યાન સંભોગમાં રાચવાથી કોઈ સમસ્યા નથી સર્જાતી.

પ્રશ્ન: હું પુખ્તવયની, પરિણીત, સંતાનો ધરાવતી યુવતી છું. હું શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે જ મારાં લગ્ન થઇ ગયા હતા. શરૂઆતમાં તો ઠીક હતું. ગમે તેમ પણ હું તે વખતે નાદાન જ હતી. પછી જેમ-જેમ મને સમજ આવતી ગઇ તેમ-તેમ તે સંબંધો પ્રત્યે ઘૃણા થવા લાગી. જેમ-જેમ દિવસો વીતવા ગયા તેમ તેમ મને એ જીવન પ્રત્યે તિરસ્કાર થવા લાગ્યો. એ બધું સહન નહિ થવાથી હું  મારા મા-બાપને ઘેર આવતી રહી. હાલ અહીં હું જાતે જ કમાઇને મારા બાળકોનું  ભરણપોષણ કરું છું. મારા પિતાજી હજી પણ મને ત્યાં જ જવાનું કહે છે.

મને પણ આગળ અભ્યાસ કરવાની ઇચ્છા થવાથી  મેં મહિલા કોલેજમાં નામ લખાવી પરીક્ષા આપી છે, હવે મારે શું કરવું?

એક બહેન (અમદાવાદ)

ઉત્તર: તમારી નાદાન વય અને કાચી સમજણના કારણે તમે અયોગ્ય લગ્ન કરી બેંઠા તેના પરિણામે આજે આ વિમાસણમાં મૂકાયા છો. પણ હવે લગ્ન થઇ જ ગયાં છે એટલે શક્ય હોય તો તેને  નિભાવવા સારા. પણ તેમ છતાં અયોગ્ય વર્તાવ અને અન્યાયપૂર્ણ ત્રાસ સહન કરવાની સલાહ તો નથી.

હજી તમારી ઉંમર નાની છે. તે જોતાં જો  તમારો પતિ તમને સારી રીતે રાખવાની ખાતરીલાયક બાંહેધરી આપે તો તેની સાથે રહો. તેથી બાળકોનું ભાવિ (અને વર્તમાન) સુધરશે. પણ તેની સાથે રહેવા જતાં પહેલાં એ બરાબર સ્પષ્ટ કરી લેજો કે તમે આગળ ભણવા માગો છો અને નોકરી પણ ચાલુ રાખવા માગો છો. જો તે બંને બાબતો સ્વીકારે તો જ ત્યાં જાવ. નોકરી છોડવા તૈયાર થશો નહિ. ઉપરાંત હવે વધારે બાળકો ન થાય તે માટે ઓપરેશન કરાવી લો.

જો તમારો પતિ તમારી શરતે તમને રાખવા તૈયાર ન થાય તો તમે તમારા મા-બાપને ત્યાં રહેવાનું ચાલુ રાખો. નોકરી ચાલુ રાખો. બાળકોને ઉછેરો અને આગળ અભ્યાસ પણ ચાલુ રાખો.

હું ૪૦ વર્ષનો પરિણીત પુરુષ છું, અમારું સુખી લગ્નજીવન છે. મારી પત્ની મારું  તેમ જ બાળકનું  અને મારા માતાપિતાનું બહુ ધ્યાન રાખે છે.  તે ક્યારેય ફરિયાદ કરવાની કોઈ તક આપતી નથી.

મને મુશ્કેલી તેના પિયરના લોકોથી થાય છે. તે લોકોના ખોટા અહંકાર અને દંભી વ્યવહાર કરવાના કારણે મારો શ્વાસ ગુંગળાતો રહે છે. આથી હું  મારા સાસરે બહુ ઓછો જાઉં છું. વાર-તહેવારે જ્યારે પણ જાઉં છું ત્યારે તે લોકો એવી કોઈ વાત કરે છે જેનાથી હું વ્યથિત થઈ જાઉં છું. મારી પત્ની તેના ભાઈભાભી અને માતા-પિતા વિરુધ્ધ કાંઈ પણ સાંભળવા માંગતી નથી. હું ઈચ્છતો ન હોવા છતાં ગુસ્સે થઈ જાઉં છું. તેના પિયરના કારણે જ અમારી વચ્ચે ઝઘડો થાય છે. મારે શું કરવું જોઈએ? હું બધી રીતે સાસરીવાળાનો ત્યાગ કરવા ઈચ્છું છું, પરંતુ તે પત્નીને મંજુર નથી.

- એક પુરુષ (ગાંધીનગર)

* દરેક વ્યક્તિનો વ્યવહાર અલગ હોય છે અને એવું જરૂરી નથી કે બધા લોકો આપણા માપદંડ મુજબ ખરાં ઊતરે. તમારે તમારી પત્નીનો વિચાર કરીને સંતોષ માનવો જોઈએ કે જેની સાથે તમારે આખી જિંદગી રહેવાનું છે જે એટલી સારી છે કે તેના તરફથી તમને ક્યારેય કોઈ ફરિયાદ નથી.

 જો તેના પિયરના લોકોનાં  વર્તન માટે  તે જવાબદાર નથી. તે પોેતાના પિયરના લોકોને જરૂર સમજાવી શકે છે કે તમારી સાથે તેઓ મર્યાદામાં  રહીને વ્યવહાર કરે, પરંતુ ઘરમાં પત્ની સાથે લડવું-ઝઘડવું અથવા ઘરમાં કંકાસ કરવો એ બિલકુલ વાજબી નથી.

- અનિતા