Get The App

વાચકની કલમ .

Updated: Jan 23rd, 2023

GS TEAM

Google News
Google News
વાચકની કલમ                                                   . 1 - image


મૌન પ્રેમ

શબ્દોથી ઘણું કહેવું રહી જાય છે છતાં આંખો બધું જ કહી જાય છે જોવ છું જ્યારે જ્યારે હું તમને સ્માઇલ ઓચીંતા થઈ જાય છે જોઈ પેલા પ્રણય મગ્ન પક્ષીઓ મન પક્ષી થવાનું થઈ જાય છે હવે વાર ના કરો આપણા મિલનની આ ઉમ્ર પણ ધીમે ધીમે વહી જાય છે સૂરજ જીવાડે સર્વો જીવ સજીવોને એ તો બસ બસ સળગતો રહી જાય છે

સૂરજ પરમાર (અમરેલી)

વહેવાર હોઈ ત્યાં

વહેવાર હોય   ત્યાં તહેવારની જરૂર નથી પડતી સમય હોતો બધે સરખો જ્યાં મહત્ત્વ હોય ત્યાં કારણની જરૂર નથી પડતી માણસ માણસના વિચારોની વાત છે બાકી જ્યાં લાગણી હોય ત્યાં માંગણીની જરૂર નથી પડતી જીવન છે સુખ દુ:ખની પહેલી જીવન છે સુખ દુ:ખની પહેલી એને સુલઝાવવા કોઈ કિતાબની જરૂર નથી પડતી સંબંધ જો હોય સમજણનો તો કોઈ અણગમતની જરૂર નથી પડતી વહેવાર જો હોય પ્રેમનો તો ક્યારેય તહેવાની જરૂર નથી પડતી સ્નેહલ ગરાસિયા (વાંસકુઈ, સુરત)

હું આજેય એકલો જ છું

હે પ્રિયે.... મેં જિંદગીમાં તારા જેટલું મહત્ત્વ કોઈને આપ્યું નથી અને તારા માટે મારું મહત્ત્વ કેટલું છે એ કદી માપ્યું નથી તું ભલેને આજે દૂર છે પણ.... ક્યારેક થાકી જાય તું તો

આ દુનિયાની મહેફીલથી તો અવાજ કરજે પ્રિયે હું આજેય એકલો જ છું

'મીત' (સુરત)

સેજ

આવ સેજ સજાવીએ  પ્યારી પ્યારી આ જિંદગીની મહેફિલમાં આવે ધીરે ધીરે સાત રંગ નયનોમાં મેઘધનુષ રચાય મારા જીવનમાં મારા મનનો માણીગર આવે તો જાણું રોજ સજાવું મારા રૂપને એના કાજે સંગેમરમરસી આ મારી કાયા ખીલે એના સ્પર્શ માત્રથી જાણે મહેકે સો સો ગુલાબ જીવનના ગૂલીસ્તાનમાં એની મેહક જાણે કે રણમાં ખીલે કોઈ ચમન મારા મનમંદિરમાં એની મુરત અખંડ જ્યોતસી પ્રગટે નિષદીન મહારો મહાલો કરે થનગનાટ ઝૂરી ઝૂરી થાવ અડધી હું તો બહાવરી એના પ્રેમમાં સરખી સહેલી કહે તું તો છે નાદાન કેમ સમજાવું કે હું તો પ્રેમદીવાની શહેનાઈ સી ગુંજે મારા મનમાં એના દર્શનથી આંગડાઈ લે મારુ તન એની એક નજરથી જાણે સો સો કળી થઈ ફૂલ એ છે એક એવું અનમોલ નજરાણું મારા જીવન બાગમાં

અલ્કા એન. મોદી


વાચકની કલમ                                                   . 2 - imageરાહ તારી જોઈશ

ભલે નફરત તું મારા પર કરે પણ હું રાહ તારી જોઈશ.. પણ હું રાહ.. 

ભલે પરદેશ જઈ તું પાછી ન ફરે પણ હું રાહ તારી જોઈશ.. પણ હું રાહ..

ભલે જિંદગી વહી જાય શોધવા તને પણ હું રાહ તારી જોઈશ.. પણ હું રાહ..

ભલે પાગલ પ્રેમી કોઈ ગણે મને પણ હું રાહ તારી જોઈશ.. પણ હું રાહ..

ભલે અસહ્ય વાતાવરણ મને નડે પણ હું રાહ તારી જોઈશ.. પણ હું રાહ..

ભલે ઘોર-ઉપેક્ષા કોઈ મારી કરે પણ હું રાહ તારી જોઈશ..  પણ હું રાહ..

ભલે નસીબ યારી ન આપે મને પણ હું રાહ તારી જોઈશ..  પણ હું રાહ..

ભલે ભવમાં તું મળે યા ન મળે પણ હું રાહ તારી જોઈશ.. પણ હું રાહ..

પ્રજાપતિ રમેશભાઈ ઈશ્વરભાઈ (કંચનપુર) 


વાચકની કલમ                                                   . 3 - imageમાગણી..

સ્પર્શી ગઈ તારા હૃદયની લાગણી નથી કોઈ માંગણી પ્રેમથી ચાહવા સિવાય..! યુવાનીથી વૃધ્ધત્વ સુધી પ્રેમ કરતી જ રહીશ..! સ્વાર્થ વગરનો પ્રેમ

નશીબ નથી હોતો ઉત્તમ સુવિધા આવ્યા પછી પણ નથી મળતો પ્રેમ! સ્પર્શી ગઈ તારી શુધ્ધ લાગણી જીવનભર નિઃસ્વાર્થ પ્રેમની માગણી!

મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)


આપણે

આપણે કરોડો વર્ષોથી આવતા રહ્યા ને છો બદલાયા ચહેરાઓ એમ યુગો યુગો બદલાતા ગયા ને બદલાયા તે વિચારો કાળ કેરા પથ પર ચાલતા ગયા ને છો બદલાયા આહારો

છો બદલાતા બદલાતા શીખ્યા ઘણું પરંતુ ન બદલશે મૂલ્ય કેરા આધારો કે કદી ન ભૂલશો સંબંધ કેરો સથવારો

જસમાન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)


રસ્તો

રાહ તમારી જોતો ઊભો છે રસ્તો લઈ ફૂલો ને ટહુકાઓ ઊભો છે રસ્તો સુણવા તમારા પગરવ આતુર રહેતો કેડીએ કેડીએ ગીતો ગાતો ઊભો છે રસ્તો આગળ ચાલો કે પાછળ ચાલો ના રોકટોક સદા ઉત્સુક જોવાને ચહેરો ઊભો છે રસ્તો છે એ તો વહેતી પરબ જેવો ચલિત વેઢીને ટાઢ તડકો ઊભો છે રસ્તો ઘરથી કબર વચ્ચે ક્યાં છે અંતર? તોય છતાં લાગે લાંબો ઊભો છે રસ્તો

પ્રફુલ્લ ર. શાહ (મુંબઈ)



Tags :