પાર્ટીપ્રેમી પામેલાઓની પહેલી પસંદ
તમને ખૂબ જ ઓછાં સમયમાં તૈયાર થઈને પાર્ટીમાં જવાનું નિમંત્રણ મળે છે. એ પાર્ટીમાં જવા માટે તમે ખૂબ ઉત્સુક છો. પણ એના માટે માનસિક રીતે ડ્રેસિંગ મેકઅપ વગેરે માટે તૈયાર નથી. તમારા કામકાજમાં વ્યસ્ત હોવાથી તમે નિરાંતે વિન્ડો શોપિંગ પણ નથી કરી શક્યા. અંગત રીતે તમને એવું લાગે છે. જો તમને થોડો ઘણો સમય બરાબર રીતે મળે તો તમે ઘણું બધું સારી રીતે સાચવી શકો છો. અહીં આપણે ઝટપટ પાર્ટીમાં જવા તૈયાર થતી યુવતીઓ દ્વારા અપનાવાતા પોશાક, ફેશન એક્સેસરીઝ વગેરેની વાત કરીએ.
- ફેડેડ બ્લ્યુ જીન્સ
આ પ્રકારનું જીન્સ કેઝ્યુઅલ અથવા ફોર્મલ લાગે છે. હા, એક વાત મહત્વની છે કે તમે કોની સાથે જઈ રહ્યા છો. ગુ્રપ છે, કઈ જગ્યા છે વગેરે. પણ એ ખરું કે જીન્સ વિના તમારો વૉર્ડરોબ અધૂરો છે.
- ટ્રેઈલર્ડ સ્કર્ટ
ક્લાસી અને થોડું સેન્સ્યુઅસ, માપસરનું સ્કર્ટ અને સુપર્બ, સ્લિવલેસ ટોપ અથવા અર્ધપારદર્શક શર્ટ, કૉટન ટોપ વધારે સરસ લાગે છે. હા, સ્કર્ટ લાંબુ કે ટૂંકુ અથવા તો બ્લેક અથવા તો બેજ, પણ એ વાત ચોક્કસ છે કે એ ટેઈલરમેઈડ હોવુ ખૂબ જરૂરી છે.
- બ્લેક ટ્રાઉઝર્સ
સિલ્ક અથવા ક્રેપ અથવા બીજા કોઈ ફાઈબર મટીરિયલના સુંદર લાગે છે. જો એ ફિટ સરસ હોય તો તમે બ્યુટિફૂલ દેખાશો.
- સફેદ કોટન શર્ટ
ડાઘા વગરનું સુંવાળું વ્હાઈટ શર્ટ સાચે જ ખૂબ સુંદર લાગે છે. લંચ, ડિનર અથવા સંધ્યાટાણે વ્હાઈટ શર્ટ કેઝ્યુઅલ અને સેમિફોર્મલ દેખાય છે. વ્હાઈટ કલર જ એટલો બધો સૌમ્ય છે કે તમે એના પ્રેમમાં પડી જાવ. કદાચ એટલા માટે જ સિમ્મી ગરેવાલનું વૉર્ડરોબ ક્લેક્શન વ્હાઈટ જ હોય છે.
- પ્લેઈન વેલ ફિટિંગ ચૂડીદાર
તમને જે રંગ ગમતો હોય, સૂટ પણ થતો હોય અને વર્તમાન ફેશનને અનુરૂપ પણ લાગતો હોય તો આ શોર્ટ લિસ્ટ પર આવતા આમંત્રણ પર પ્લેઈન ચૂડીદાર પહેરવાનું પસંદ કરો. ટેઈલર પાસે સિવડાવેલા ચૂડીદારનું ફિટિંગ જોતાંવેંત જ આંખને વળગે એવું હોવું જોઈએ. આ ઉપરાંત ચૂડીદારનું મટીરિયલ પણ કરચલી પડી ન જાય તેવું હોવું જોઈએ. આ સાથે જ મેચિંગ દુપટ્ટા કે સ્કાર્ફથી પણ ઘણો ફરક પડતો હોય છે.
- સ્કાર્ફ
તમારા સંપૂર્ણ વ્યક્તિત્વને વધારે ઓપ આપવા જોઈએ. સ્ટાઈલ પણ લાગવી જોઈએ. આ ઉપરાંત કલરફૂલ એલિગન્ટ અને થોડો ભપકાદાર હોય તો તમારી સાથે બધાને પણ આખું વાતાવરણ આનંદી લાગશે. પેસ્ટલ કલર્સ અને ફ્લોરલ પ્રિન્ટસ હંમેશા આવકારદાયક હોય છે.
- શોર્ટ બ્લેક ડ્રેસ
આ બધાનો જ ફેવરિટ ડ્રેસ હોય છે. સિલ્ક અને લલચામણો બ્લેક શોર્ટ ડ્રેસ કોકટેલ પાર્ટી માટે પરફેક્ટ છે. જો આ શોર્ટ ડ્રેસ પર સ્કાર્ફ મેચ થતો હોય તો સારું રહેશે.
- સેન્ડલ્સ
બ્લેક અથવા બ્રાઉન સિમ્પલ, નાજુક દેખાવ સારો લાગશે. નાઈટવેર તરીકે થોડી ચમકદમક હોય, ગ્લોસી હોય એવા શૂઝ ચપ્પલ વધારે સારાં લાગે છે. સિલ્વર-ગ્રે સેન્ડલ્સ પહેરવાથી તમે સિન્ડ્રેલા લાગશો. જેવી પાર્ટી એવા સેન્ડલ પહેરો.
- હેન્ડબેગ
બક્કલવાળી હેન્ડબેગ્ઝ નહીં લેતા. હવે આ ફેશન બહાર થઈ ગઇ છે. આ એક વધારાની એકસેસરી ગણાય છે. નાની સાઈઝની બ્લેક હેન્ડબેગ ચાલી જાય.
- પરફ્યુમ
આ સીઝનનું હોટ ફેવરિટ પરફ્યુમ રાલ્ફ લોરેન્સ રોમાન્સ છે. પણ જો તમે રોમેન્ટિક ટાઈપના ન હો તો કોઈપણ ફ્લોરલ અથવા ફ્રુટી સ્મેલવાળા પરફ્યુમ વાપરો.
એ જ રીતે રાતના નવ વાગી ગયા છે. એક મસ્તીભરી પાર્ટીનું આમંત્રણ આવે છે. અને તમને ખબર પડે છે કે તમારી પાસે એ પાર્ટી માટે કશું જ પહેરવા યોગ્ય નથી. કંઈ વાધો નહીં ચિંતા નહીં કરવાની આ બધાની. રિલેક્સ થઈ જાઓ.
હવે પુરુષોએ પાર્ટીમાં જવા ફટાફટ તૈયાર થવું હોય તો શું કરવું જોઈએ. પુરુષો માટે પરફ્યુમ મહત્વના છે. પરસેવાની વાસ ન આવે માટે પરફ્યુમ્સમાં સીકે, પોલો, કોલાસ એન્ડ ગબાનાઝ, પોઈઝન સારા પરફ્યુમ ગણાય.
- બ્લેક ફેડેડ બ્લૂ જીન્સ
ડિઝાઈનર જીન્સ હંમેશા બેસ્ટ હોય છે. જો કે સીકે, વર્સાક, લીવાઈઝ, લી, આમાંથી તમારી કોઈ પણ ફેવરિટ બ્રાન્ડનાં જીન્સ તમે આવી પાર્ટી પર પહેરી શકો છો.
- ટી શર્ટસ
વ્હાઈટ એન્ડ બ્લેક ગોળ ગળાના ટી શર્ટસ રેડી ટુ વેર ગણાય. આ શર્ટસ આવી કેઝ્યુઅલ પાર્ટીઝમાં સારો લાગે છે. અરે, કોટન વેન્ટસ, જીન્સ એના ઉપર જેકેટ પણ સરસ લાગે છે.
- બ્લેક સિલ્ક શર્ટ
જો પાર્ટીમાં કશુંક અલગ પ્રકારનું હોય અને તમારો મૂડ પણ થોડો ઘણો મજાકીયો હોય તો બ્લેક શર્ટ યોગ્ય છે.
- થ્રી-પીસ શૂટ
સેમિ-ફોરમલ થ્રી - પીસ શૂટ જેકેટ અને બ્લેક ટ્રાઉઝર આ પરફેક્ટ ડ્રેસ છે. ફોર્મલ એક્ઝિન, બિઝનેસ મિટિંગ કે સેમિનાર હોય આ આઉટફિટ બધા માટે પરફેક્ટ છે.
બ્લેક બેલ્ટ :
જીન્સ કે ટ્રાઉઝર પર કે ફોર્મલ ટ્રાઉઝર પર બેલ્ટ તો જોઈએ જ. તમે કરાટે બ્લેક બેલ્ટ નહીં હો તો ચાલશે, પણ બ્લેક બેલ્ટ આ પ્રકારની પાર્ટીમાં આવશ્યક છે.
વૉલેટ (પાકિટ)
બ્લેક અથવા ટેન પણ લેધરના વૉલેટ જ વાપરવા. આમાં ઝાઝી ફેશન ન ચાલે. સાદા સરળ ચામડાનાં પાકિટમાં પૈસા અને ક્રેટિડ કાર્ડ હોય એટલે બસ.
લેધર શૂઝ
લેધર શૂઝ વિના તમારો મર્દાના દેખાવ અધૂરો છે. બ્લેક અથવા બ્રાઉન, પણ પોલિશ કરેલાં ચળકતાં લેધર શૂઝ તમારા આખા લૂકને પરફેક્ટ બનાવે છે.
એક્સેસરી
સનગ્લાસીસની પણ ચોઈસ બરાબર હોવી જોઈએ. ટ્રેક્ટ કરવા માટે પણ અને ડિસ્ટ્રેક્ટ કરવા માટે પણ રેબેન, પોલિશ અથવા બેનટન બ્રાન્ડના સનગ્લાસ વાપરો.
ઘડિયાળ
માત્ર સમય જોવા માટે જ ઘડિયાળ પહેરવી એવું વલણ રાખવું બરાબર નથી, પણ એક ઘરેણાંની જેમ તમે એનો ઉપયોગ કરો.
તો લેડિઝ એન્ડ જેન્ટલમેન, તમારા બન્નેના વૉર્ડરોબ સેટ થઈ ગયા છે., હવે માત્ર તમારી રીતે તમે એને પહેરીને વધારે સુંદર બની શકો છો.