માઝુમ નદીમાં માછીમારી માટે ટોટા ફોડતા યુવાનનુ મોત, કિશોરને ઇજા
- વડાગામ નજીક નદીમાં માછીમારી કરતી વેળાએ બનેલી ઘટના
- ગેરકાયદે જીલેટીનના ટોટા લઇને નદી કિનારે ગયા બાદ બેદરકારીથી કેપ ફૂટી જતા બનાવ બન્યો
ધનસુરા,તા.30 જૂન, 2020,
મંગળવાર
ધનસુરા તાલુકાના વડાગામ
નજીક નદી કિનારે પથ્થર તોડવા માટે વપરાતી વિસ્ફોટક કેપ લઈ માછીમારી કરવા ગયેલા
શખ્સની બેદરકારીથી કેપ ફાટતાં શખ્સનું મોત
નિપજયું હતું.જયારે તેની સાથે ગયેલા તેના ૧૪ વર્ષના ભત્રીજાને શરીરે ઈજાઓ થતાં
સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જે ઘટના સંદર્ભે ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ
નોંધાઈ હતી.
ધનસુરા તાલુકાના વડાગામ
રાજપુર નદી કિનારા નજીક રહેતા સોમાભાઈ કાનજીભાઈ પરમાર ઉ.વ.૩૩ રવિવાર ના રોજ વગરપાસ પરમીટે પોતાના કબ્જામાં
પથ્થર તોડવાની કેપો રાખી અને પોતે એ કેપો ફોડવાથી કોઈને જાનમાલ,મિલક્તને નુકશાન થાય તેમ જાણ હોવા છતાં તેન માઝુમ નદીના પાણીમાં જઈ તેની
સાથે સગીરને લઈ જઈ નદીમાં માછી મારવા માટે કેપ ફોડવા બેદરકારી અને ગફલતભરી રીતે
ફોડવાનું કૃત્ય કરતાં તેને પોતાને તથા સગીર ભત્રીજાના ને શરીરે ગંભીર ઈજાઓ થવાથી
બંને ને સારવાર અર્થે લઈ જતાં હતા ત્યારે સોમાભાઈ કાનજીભાઈ પરમાર(ઉ.વ.૩૩) નું
રસ્તામાં જ મોત નીપજયું હતું.જયારે ભત્રીજાને વાત્રક બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ
ખસેડાયો હતો. ઘટના સંદર્ભે ગીતાબેન કાનજીભાઈ પરમારે ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ
નોંધાવતાં ધનસુરા પીએસઆઈ પી.ડી.રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.
અઠવાડીયા અગાઉ પણ સરખંડી ગામેથી ડીટોનેટર સાથે
શખ્સ ઝડપાયો હતો
ધનસુરા તાલુકાના સરખંડી
ગામે રહેતા શખ્સ માછલા મારવા માટે છેવાડીયાના શખ્સ પાસે થી જીલેટીન ટોટા નંગ ૩૧
તથા વાયર અને કેપો નંગ-૧૧ સાથે અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસે એક ઈસમને ઝડપી પાડી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બેદરકારી અને ગફલતભરી
રીતે કેપ ફોડવાનું કૃત્ય ભારે પડયું
ધનસુરા તાલુકાના
રાજપુર-વડાગામ માજુમ નદીમાં માછલા મારવા ગયેલો ૩૩ વર્ષિય ઈસમ અને તેનો ૧૪ વર્ષના
ભત્રીજોને સાથે લઈ જઈ બેદરકારી અને ગફલતભરી રીતે વિસ્ફોટક કેપ ફોડવાનું કૃત્ય કરતા
૩૩ વર્ષિય ઈસમ મોતને ભેટયેો હતો.જયારે સગીર ૧૪ વર્ષિય ભત્રીજાને ગંભીર ઈજાઓ થતાં
અમદાવાદ સારવાર અર્થે ખસેડાયો હતો.આ ઘટના સંદર્ભે મૃત ની ફોઈ એ ધનસુરા પોલીસ
સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે માછલા મારવા માટે વિસ્ફોટક
કેપમાં બેદરકારી દાખવતાં મોત નીપજયું હતું.