પ્રાંતિજ એપ્રોચ રોડ વિસ્તારમાં ત્રણ દિવસથી પાણી વિતરણ બંધ
- પાલિકાના બેદરકારીથી પાણી માટે સ્થાનિકોના વલખાં
- રોડની બંને સાઇડમાં પૂરાણ દરમિયાન પાઇપલાઇન તોડી નાખતા પાણી બંધ થતા લોકોને પરેશાની
પ્રાંતિજ,તા.11 જુલાઈ, 2020,
શનિવાર
પ્રાંતિજ એપ્રોચ રોડ વિસ્તારના
સોસાયટીના રહિશોને ત્રણ દિવસથી પાણી આપવામાં આવ્યું નથી તેથી તેમણે પીવાના પાણી માટે
પણ વલખાં મારવાં પડે છે પાલિકાના અધિકારીઓને પૂછીએ તો કહે કે આરએન્ડબી દ્વારા જેસીબી વડે ખોદતાં પાઈની
પાઈપ લાઈન તોડી નાખવામાં આવી છે.
પ્રાંતિજ નણરપાલિકામાં છેલ્લા
એકાદ અઠવાડિયામાં ત્રણ દિવસથી પાણી બંધ છે.ઘરે ન્હાવા ધોવાનું તો ઠીક પણ પીવાનું પાણી
પણ ટેન્કલ દ્વારા આ વિસ્તારના રહિશોને પહોંચાડવામાં આવ્યું નથી તેથી આ વિસ્તારના રહિશો
પાણી માટે વલખાં મારે છે. એપ્રોચ રોડ પરગંગોત્રી પાર્ક, માતૃછાયા, અષ્ટ વિનાયક,
હરિઓમ આશીર્વાદ તેમજ યોગેશ્વર અને ઘનશ્યામનગર જેવી સોસાયટીઓમાં ત્રણ
દિવસ સુધી પાણી આપવામાં આવ્યું નથી. પાલિકાના આ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓને પૂછતાં જણાવ્યું કે બે દિવસ પહેલાં આર.એન્ડ.બી વિભાગના
અધિકારીઓ જેસીબી લઈને રોડની બંન્ને સાઈડે માટીનું પૂરાણ કરતા હતા તેથી મેઈન પાઈપ લાઈન
તૂટી ગઈ છે તેથી પાણી આપવામાં આવ્યું નથી તેની પાઈપ લાઈનનો સામાન હિંમતનગર મળતો ન હોવાથી અમદાવાદ લેવા ગયા છીએ તેથી પરત આવ્યા બાદ લાઈન
રીપેરીંગનું કામ શરૂ થશે અને આ વિસ્તારના રહિશોને નિયમિત રીતે પાણી આપવામાં આવશે.