સાબરડેરીની બેઠકમાં દૂધના ભાવ વધારા મામલે થોભો અને રાહ જુઓ, અન્ય 3 સંઘો ભાવ વધારે તે પ્રમાણે ડિરેક્ટરો સંમત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sabardairy Milk Price Hike: સાબરડેરીના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી મુલત્વી રહી છે ત્યારે ગુરૂવારે સાબરડેરીના નિયામક મંડળની બેઠક ચેરમેન શામળભાઈ પટેલની અધ્યક્ષતામાં અને એમ.ડી. ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં સાબરડેરીના 15 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. વધતી મોંઘવારીમાં દૂધના ભાવ વધારાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો પરંતુ અન્ય દૂધ સંઘો દ્વારા કેટલો ભાવ વધારો કરવામાં આવે છે તે જાણ્યા પછી નિર્ણય કરવા સહમતિ સધાઈ હતી.
સાબરદાણના મુદ્દે રજૂઆત કરનારાઓ પર ડિરેક્ટરનો કટાક્ષ
બે દિવસ અગાઉ સાબરડેરીમાં દૂધના ભાવ અને સાબરદાણના ભાવ મુદ્દે રજૂઆત કરવા માટે પશુપાલકો ગયા હતા તેમાં અન્ય દાણનો વેપાર કરનારાઓએ સાબરદાણનો મુદ્દો ઉઠાવતાં ડેરીના એક ડિરેક્ટરે ટોણો મારી દાણ ખરીદતા નથી તે દાણનો ભાવ વધારો લઈને રજૂઆત કરવા માટે આવ્યાનું કહેતાં બેઠકમાં હલચલ મચી હતી.
પશુપાલકોની રજૂઆત બાદ અન્ય સંઘોના નિર્ણયની રાહ
સાબરડેરી કોઈને કોઈ વાર ચર્ચામાં રહેતી હોય છે. 2 દિવસ અગાઉ બાયડ તાલુકાના 20 જેટલા પશુપાલકોએ ગાયના દૂધમાં ભાવ વધારો કરવા અને સાબરદાણમાં 3 વર્ષમાં તોતિંગ ભાવ વધારો થયાનું જણાવ્યું હતું જેથી સાબરડેરીના M.D. દ્વારા નિયામક મંડળની બેઠકમાં ભાવ વધારા અંગે ચર્ચા કરવામાં આવશે પરંતુ તા.26ના રોજ નિયામક મંડળની બેઠક મળી જેમાં ગત સભાનું પ્રોસીડિંગ વાંચ્યા પછી દૂધના ભાવ વધારા માટેનો મુદ્દો આવતાં હાલ પૂરતો અન્ય સંઘો કેટલો દૂધનો ભાવ વધારો કરે છે? તે જાણ્યા પછી જ જે ભાવ વધારો કરવો હોય તે કરવા માટે નિર્ણય કરાયો હતો. આજની નિયામક મંડળની બેઠક માત્ર જૂના પ્રોસીડિંગ વાંચ્યા પછી સમેટાઈ ગઈ હતી.




