Gujarat

હિંમતનગરમાં 2.40 કરોડના ખર્ચે બનાવેલો ટીપી રોડ વર્ષમાં તૂટયો : 2.20 કરોડના ખર્ચે સીસી બનાવાશે

By GS Team
12 Feb 20222 mins read
This article was originally published on 12 Feb 2022
હિંમતનગરમાં 2.40 કરોડના ખર્ચે બનાવેલો ટીપી રોડ વર્ષમાં તૂટયો : 2.20 કરોડના ખર્ચે સીસી બનાવાશે

હિંમતનગર તા. 11

હિંમતનગર શહેરમાં એક વર્ષ અગાઉ રૂ. ૨. ૪૦ કરોડના ખર્ચે ઉમિયા કન્સ્ટ્રકશન કંપનીના ગણપત પટેલે બનાવેલો રોડ તૂટી ગયો છે. પાલિકાએ ઉમિયા કન્ટ્ર્કશન કંપનીની ડિપોઝીટના ૧૭ લાખ રૂપિયા કાપી લીાા છે. જેના પગલે નગર પાલિકા હવે સ્વભંડોળમાંથી ૨.૨૦ કરોડના ખર્ચે નવો સીસી રોડ બનાવવાનું સામાન્ય સભામાં નક્કી કરાયું છે અને આ રોડ બનાવવાની તજવીજ પણ હાથ રવામાં આવી છે. જેને લઇ આજે કોંગ્રેસ દ્વારા પાલિકાને આવેદન આપી ટીપી રોડની વિજીલન્સ તપાસ કરાવવા અને દોષીતો સામે કાયદાકીય પગલાં ભરવાની માંગણી કરી છે,

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં ૧૪મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૃા. ૨.૪૦ કરોડના ખર્ચે ઉમિયા કન્સ્ટ્રકશન કંપની દ્વારા ઉમિયા વિજય ટી.પી. રોડ બનાવ્યો હતો. જે રોડની ગુણવત્તા વગર થયેલા કામગીરીને કારણે રોડ બન્યાના એકાદ વર્ષમાંજ ખખડધજ થઈ રોડ તુટી ગયો હતો. જોકે ટેન્ડરની શરતોનું ઉમિયા કન્ટ્રસ્ટકશન કંપની દ્વારા પાલન કરવામાં આવ્યું ન હતું. આ રોડનું સમારકામ કરવાની પણ કંપનીએ તસ્દી લીધી ન હતી. જેને લઇ  આ કન્ટ્રકશન કંપનીની ૧૭ લાખની ડિપોઝીટ પણ પાલિકામાં હતી . જે ડિપોઝીટ કાપી લેવામાં આવી હતી. આ ઉમિયા કન્સ્ટ્કશન કંપનીની પાલિકાએ અગાઉ બ્લેક લીસ્ટ પણ કરી હતી. જોકે આ કંપનીને છાવવાનો પાલિકાએ પ્રયાસ કર્યો હતો.

 હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ અને પાલિકા વિરોધ પક્ષના નેતા ઈમરાન અલજીવાલાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ શુક્રવારે પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપ્યુ હતુ. જે રોડની કામગીરીમાં ટેન્ડર સ્પેસીફીકેશન મુજબ કામગીરી થઈ છે કે કેમ તેવો પ્રશ્ન કોંગ્રેસના આગેવાનોએ ઉઠાવી તા. ૩૧-૩-૨૦૨૨ના રોજ આ રોડની ડિફેકટ લાયેબીલીટી પુરી થાય તે પહેલા શંકાસ્પદ રીતે શાસક પક્ષ દ્વારા મોટા માથાઓને બચાવવા ડામર રોડ ખોદી નાખી પુરાવાનો નાશ કરાઈ રહ્યાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા પાલિકાના સત્તાધીશો પર થઈ રહ્યો છે.

 કોંગ્રેસના આગેવાનોએ પાલિકાના સત્તાધીશો દ્વારા સરકારની ગ્રાન્ટમાં રોડનો સમાવેશ કરી આયોજન કરવાને બદલે સ્વભંડોળ ઉપર આર્થીક ભારણ નાખી ટેન્ડરીંગ કર્યા વગર અને હરિફાઈયુક્ત ભાવ મંગાવ્યા વિના બહુમતીના જોરે સામાન્ય સભા બોર્ડમાં કાયદાને નેવે મુકી વાર્ષીક ભાવની એજન્સીને સી.સી.રોડ બનાવવાની કામગીરી આપી દેવાઈ હોવાનો આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો છે અને ઉમિયા વિજય ટી.પી. રોડમાં ભષ્ટાચાર થયાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવવા છતાં બાંધકામ ખાતાના વડા દ્વારા ખાતાકીય તપાસ તેમજ રોડની કામગીરી દરમ્યાન વિભાગના ઈજનેરોની ભુમિકાની તપાસ સાથે વિજીલન્સ તપાસની માંગણી સાથે દોષીતો વિરૂધ્ધ કાયદેસરના પગલા ભરવા ચીફ ઓફિસર સમક્ષ રજુઆતો કરી હતી. શહેર પ્રમુખ અને વિપક્ષી નેતાએ ટી.પી. રોડ પ્રકરણમાં સંયુકત તપાસ સમિતિ નીમવા સાથે દોષીતો પાસેથી કામગીરીના નાણાં રીકવર કરવા પણ માંગ કરી છે.