પ્રાંતિજ માર્કેટયાર્ડના કર્મીઓનું કાળી પટ્ટી ધારણ કરીવિરોધ પ્રદર્શન
- સરકારના નિર્ણયથી કર્મચારીઓમાં વિરોધ
- તંત્રને રજૂઆતો છતાં નિર્ણય ન લેવાતા કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું
પ્રાંતિજ,તા.24 જુલાઈ, 2020,
શુક્રવાર
ગુજરાત સરકાર દ્વારા
તાજેતરમાં ખેત બજાર ધારા સુધારા વટહુકમ બહાર પાડી ૨૬ સુધારાઓ કરીને બજાર સમિતિની
સત્તા સીમિત કરી દેતા તેના વિરોધમાં પ્રાંતિજ માર્કેટયાર્ડના કર્મચારીઓએ ત્રણ દિવસ
સુધી કાળી પટ્ટી ધારણ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા ખેત બજાર ધારા
સુધારા વટહુકમ બહાર પાડી ૨૬ સુધારાઓ કરીને તે પૈકી કેટલાક સુધારાઓ બજાર સમિતિના
કર્મચારીઓના હિત અને આર્થિક સ્થિતિ પર અસર કરે છે.આ અંગે ગુજરાત બજાર સમિતિ કમચારી
સંઘ દ્વારા રજૂઆત કરી છે છતાં આજ દિન સુધી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાયો નથી.
વધુમાં કર્મચારીઓને
સેલેરી પ્રોટકશન અને ભવિષ્યમાં મળવાપાત્ર થતા લાાભો મળતા રહે અને ફિલ્ડ સ્ટાફ
માર્કેટીંગ ઈન્સ્પેકટરની સેવા નિયામક વહિવટી તંત્ર હવાલે મૂકવામાં આવેતેવી વિવિધ
માગણીઓના સંદર્ભમાં પ્રાંતિજ માર્કેટયાર્ડના વિવિધ કર્મચારીઓ દ્વારા ગુરૂથી શનિ એમ
ત્રણ દિવસ દ્વારા કાળી પટ્ટી બાંધી બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો.