ખેડબ્રહ્મા તાલુકામાં અડધો કલાકમાં એક ઇંચ વરસાદ
- અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો
- મુરઝાતા પાકને જીવતદાન : રોડ ઉપર પાણી ભરાયું
ખેડબ્રહ્મા, તા. 8 જુલાઈ, 2020,
બુધવાર
ખેડબ્રહ્મા પંથકમાં
છેલ્લાં બે દિવસથી સાંજના સુમારે અચાનક કાળા વાદળો ચડી આવી વરસાદ તુટી પડે છે. આજે
પણ ૨૪ મી.મી. જેટલો વરસાદ પડતાં રોડ ઉપર પાણી ભરાયા હતા. ખેડબ્રહ્મા પંથકમાં
ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. વરસાદ આવવાથી ખેડૂતો ખુશખુશાલ છે. આજે આખો દિવસની ગરમી
ઉકળાટ બાદ સાંજના ગાજવીજ સાથે વરસાદ તુટી પડયો હતો. અડધા કલાકમાં ૨૪ મી.મી. એક ઇંચ જેટલો વરસાદ
પડતા હાઈવે રોડ ઉપર પાણી ભરાયા હતા.
દર વર્ષની જેમ કાળી
માતાના મંદિરની સામે તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાયા હતા. મોસમનો
કુલ ૧૬૯ મી.મી. પોણા સાત ઇંચ વરસાદ મોસમનો થયો છે.