Get The App

તલોદના સલાટપુર અને રણાસણમાં કોરોનાના એક-એક કેસ નોંધાયા

- 57 વ્યક્તિને ક્વૉરન્ટાઇન કરાયા

- રણાસણ ગામના 57 વર્ષીય શખ્સ અમદાવાદથી આવતા કોરોનામાં સપડાયા : તંત્ર દ્વારા બંને ગામમાં કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કર્યા

Updated: Jun 29th, 2020

GS TEAM

Google News
Google News
તલોદના સલાટપુર અને રણાસણમાં કોરોનાના એક-એક કેસ નોંધાયા 1 - image

તલોદ, તા. 28 જૂન, 2020, રવિવાર

તલોદ તાલુકામાં કોરોનાના નવા ૨ દર્દીઓ નોંધાતા તાલુકામાં કોરોનાના દર્દીઓને કુલ આંક ૧૫ ઉપર પહોંચ્યો છે. જે પૈકીના ૩ના મોત નિપજ્યા હતાં. તલોદ તાલુકાના સલાટપુર ગામના ખેડૂત ચીમનભાઈ અમૃતભાઈ પટેલ (ઉ.વ. આ. ૫૦ રહે. પટેલ વાસ-સલાટપુર)ને કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝેટીવ આવતાં તેઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા છે.

ચીમનભાઈએ એપોલો હોસ્પિટલમાં એન્જીઓગ્રાફી કરાવી હતી. જેમાં હૃદયની નળીઓ બ્લોકેજ આવતાં તેઓની બાયપાસ સર્જરી તા. ૨૭-૬૦૨૦ના રોજ રાખી હતી. પરંતુ પ્રિ-ઓપરેટીવ ટેસ્ટમાં તેઓનો કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓ જ હિંમતનગર મોકલી અપાયા છે. ચીમનભાઈની નજીકના હાઈરિસ્કવાળા ૫ વ્યક્તિઓને હોમ ક્વોરાન્ટાઈન અને લો-રિસ્કવાળા ૩૧ વ્યક્તિઓને પણ હોમ ક્વોરેન્ટાઇન કરવાની તંત્રને ફરજ પડી છે. અહીંના ૮ મકાનોના વિસ્તારને કન્ટેઇન્ટમેઇન્ટ જાહેર કર્યા છે. તલોદ તાલુકાના રણાસણ ગામના ૫૭ વર્ષની વયના પ્રજાપતિ રમેશભાઈ હિરાભાઈ પણ કોરોનામાં સપડાયા છે. જેઓ કાયમી અમદાવાદ રહે છે. પરંતુ ગત તા. ૧-૬-૨૦૨૦થી જ રણાસણના એકતાનગરમાં રહેવા આવ્યા છે. જેઓ ભાડાના મકાનમાં રહે છે.

રમેશભાઈ પ્રજાપતિ અહીં અઠવાડીયા પહેલા તાવમાં સપડાયા હતા. જેઓએ રણાસણ અને મોડાસાના તબીબની સારવાર લીધી હતી. જેઓને ન્યુમોનિયાની અસર જણાતાં તા. ૨૪-૬-૨૦૨૦ના રોજ વાત્રક કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. તેઓનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતાં અને વેન્ટીલેટર ઉપર રાખવાની ફરજ પડતાં બોપલ-અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવાની પરિવારજનોને ફરજ પડી હતી. તેઓના નિકટના હાઈરિસ્કવાળા ૯માંથી ૮ વ્યક્તિઓને તથા લો-રિસ્કવાળા ૯ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવાની તંત્રને ફરજ પડી છે. અહીં રણાસણના ૯ રહેઠાણનો વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. તલોદ તાલુકાના સલાટપુર અને રણાસણમાં કોરોનાના કેસ ઉભરી આવતાં આરોગ્ય વિભાગની ટુકડીઓ ત્યાં ઉતરી આવી હતી. જેઓએ સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી સતત -૧૪ દિવસ આવશે એમ ડૉ. વિનોદ મુગડ એ જણાવ્યુંહતું.

Tags :