હિંમતનગર અને પ્રાંતિજમાં કોરોનાના એક-એક કેસ નોધાયા
- જિલ્લામાં કુલ 126 કેસ
- તલોદ અને હિંમતનગરના એક દર્દીને રજા અપાઈ
અમદાવાદ, તા.23 જૂન, 2020,
મંગળવાર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર
અને પ્રાંતિજમાં મંગળવારે કોરોનાના વધુ બે કેસ નોધાયા છે જેથી કોરોનાના કેસની સંખ્યા
૧૨૬ પર પહોચી છે તથા બે દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
હિંમતનગરના મહાવીરનગર
વિસ્તારમાં આવેલા પંચદેવ સોસાયટીમાં રહેતા એક ૪૪ વર્ષિય મહિલાની તબિયત લથડયા બાદ આ
મહિલાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં મંગળવારે આ મહિલાનો કોરોના ટેસ્ટ પોઝેટીવ
આવ્યો છે. જેથી મહિલાને સારવાર માટે હિંમતનગર સિવિલમાં રખાયા છે. પ્રાંતિજ તાલુકામાં મંગળવારના રોજ
પ્રાંતિજ શહેરમાં આજે પ્રાંતિજના વ્હોરવાડ વિસ્તારમાં અહેતા ૭૦ વર્ષિય મોહંમદયુનુસ
હાજીઉમરભાઈ દલાલને કોરોના પોઝિટિવ આવતાં પ્રાંતિજ શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની
સંખ્યા ૭ પર પહોંચી છે. જયારે પ્રાંતિજ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૯
પર પહોંચી છે. પ્રાંતિજ વ્હોરવાડ વિસ્તારમાંજ કોરોનાનો ત્રીજો પોઝિટિવ કેસ
નોંધાતાં પ્રાંતિજ શહેર માટે ચિંતાનો વિષય છે.
પ્રાંતિજ વ્હોરવાડ વિસ્તારને હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલો છે.પ્રાંતિજ
શહેરના વ્હોરવાડ વિસતારમાં કોરોનાનો ત્રીજો કેસ નોંધાયો હતો. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં કોરોના
પોઝેટીવ કેસની સંખ્યા ૧૨૬ પર પહોચી છે. જિલ્લામાં સતત નોધાઈ રહેલા કોરોના પોઝેટીવ
કેસને કારણે તંત્ર ધ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જે તે મકાનમાં
રહેતા સ્ત્રી અથવા પુરૂષને કોરોના પોઝેટીવ રીપોર્ટ આવ્યા બાદ ઘરના બાકીના સભ્યોને
હોમ કોરોન્ટાઈન કરી દેવામાં આવે છે.
તથા વધુ સંક્રમણ ન થાય તે માટે તેની આસપાસના
કેટલાક વિસ્તારોને કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરીને લોકોની અવર જવર કરવા પર પ્રતિબંધ
મુકી દેવામાં આવે છે. જોકે દૂધ તથા મેડીકલ સહિતની અન્ય સેવાઓ રાબેતા મુજબ ચાલુ
રાખવામાં આવે છે. મંગળવારે હિંમતનગરના એક તથા તલોદ તાલુકાના એક એમ કુલ બે દર્દીઓને
રજા અપાઈ છે.