ઉત્તર ગુજરાત યુનિ.નું વડાલીમાં 29 જૂનથી સબ સેન્ટર શરૂ થશે : બંને જિલ્લા વિદ્યાર્થીઓને પાટણ જવું નહીં પડે
- ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય
- યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખામાં પ્રેક્ટીકલ પરીક્ષા માટે રીચેકિંગ મંજુર કરાયું : પીએચડીની ફીમાં ઘટાડો કરાયો
પાટણ તા.24 જૂન, 2020, બુધવાર
પાટણ સ્થિત
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે કારોબારી બેઠક મળી હતી. જેમાં
વિદ્યાર્થીલક્ષી મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. યુનિવર્સીટીના વિવિધ ફેકલ્ટીમાં પ્રેક્ટીકલ
પરીક્ષા માટે રીચેકિંગ મંજુર કરાયું હતું.
તેમજ પીએચડી કરતા વિદ્યાર્થીઓ માટે કોવિંદ-૧૯ અંતર્ગત લોકાડઉનની
પરિસ્થિતિને ધ્યાને લઇ એક સેમેસ્ટરનો વધારો કરાયો હતો. સાથે સાથે પીએચડીમાં પાંચ
વર્ષથી વધુના સમય માટે ફી માં ઘટાડો કરવામાં આવ્યો હતો. કુલપતિની અધ્યક્ષતામાં યોજાયેલ યુનીવર્સીટીની
કારોબારી સભાએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે આગામી ૨૯ જુનથી વડાલી ખાતે નવું
સબસેન્ટર કાર્યકરત થશે આ સેન્ટરનું હાલપુરતું કાર્યાલય વડાલી કોલેજ ખાતે રહેશે.
નવીન સેન્ટરનું ઉદઘાટન આગામી ૨૯ જૂનના રોજ કરવામાં આવશે. હવે સાબરકાંઠા તેમજ
અરવલ્લીના વિદ્યાર્થીઓને પાટણ સુધી યુનિવર્સીટીના કામકાજ માટે આવવું નહીં પડે એવું
કારોબારી સભ્ય હરેશ ચૌધરીએ જણાવ્યું હતું.
આ સિવાય વિદ્યાર્થીઓના
ડિગ્રી સર્ટીફિકેટ યુનિવર્સીટી ખાતે જ પ્રિન્ટ થાય તે માટે વ્યવસ્થા ઉભી કરવાનો
નિર્ણય લેવાયો છે. યુનીવર્સીટી ખાતે કામ કરતા ૧૧ માસના કરાર આધારિત કર્મચારીઓના
નવા ઇન્ટરવ્યું ના થાય ત્યાં સુધી તેમની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હતો. આજની
કારોબારી સભામાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો.જે જે વોરા, કા.કુલસચિવ ડો.ડી.એમ. પટેલ કારોબારી
શૈલેશભાઇ પટેલ, સ્નેહલભાઈ પટેલ, હરેશભાઇ
ચૌધરી, દિલીપભાઇ ચૌધરી, અજયભાઇ પટેલ
સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત હતા.