લ્યો બોલો ! હિંમતનગરની ખાણ ખનીજ વિભાગની કચેરીમાંથી સ્ટેમ્પ ચોરાયા
- કચેરીમાં પરવાનગી વગર પ્રવેશી ચોરી કરી
- ઘટનાના 18 દિવસ બાદ ફરિયાદ નોંધાતા તર્કવિતર્ક : કચેરીના સીસીટીવીના ફુટેઝના અભ્યાસ બાદ ગડમથલના આખરે ગુનો નોધાવ્યો
અમદાવાદ, તા.22 જુલાઈ, 2020,
બુધવાર
હિંમતનગર કલેક્ટર કચેરી
કેમ્પસમાં આવેલ ખાણખનીજની કચેરીમાંથી ૧૮ દિવસ અગાઉ એક અજાણ્યા શખ્સે પરવાનગી વગર
કચેરીમાં દાખલ થઈને ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં છપાયેલા છ પ્લાસ્ટીકના સ્ટેમ્પની
ચોરી થયાની ફરીયાદ ૧૮ દિવસ બાદ હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે. ખાણખનીજ કચેરીમાં ફરજ બજાવતા મીલીન રજનીકાંત
ભાઈ વ્યાસએ નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૪ જુલાઈના રોજ સાંજના સુમારે
કોઈક અજાણ્યા શખ્સે કચેરીમાં પ્રવેશ કરીને ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં છપાવેલા
સ્ટેમ્પની ચોરી કરી લઈ ગયો છે. ફરીયાદમાં જણાવાયા મુજબ ચોરી કરનાર આ શખ્સ અંદાજે
૨૫ થી ૩૦ વર્ષનો હોવાનું જણાયુ છે.
બીજી તરફ ઘટનાના ૧૮ દિવસ બાદ ચોરીની ફરીયાદ કેમ નોધાઈ તે પણ એક
કોયડો સર્જાયો છે. ખાણખનીજ કચેરીમાં રોજબરોજ જે લોકો અવર જવર કરે છે અને અધિકારીઓ
તથા કર્મચારીઓ સાથે ઘરેબો કેળવતા હોવાની છાપ ઉપસી રહી છે એટલુ જ નહી પણ ખાણખનીજ ની કચેરીમાં લગાવાયેલા
સીસીટીવી કેમેરાના ફુટેજના અભ્યાસ બાદ આટલા દિવસ પછી ગડમથલને અંતે કેમ પોલીસ
ફરીયાદ થઈ છે.