સાબરકાંઠામાં 24 કલાકમાં કોરોનાના વધુ પાંચ કેસ
- જિલ્લામાં અત્યાર સુધીમાં 6 દર્દીના મોત થયા
- હિંમતનગર, વડાલી, ઈડર અને પ્રાંતિજમાં વધુ પાંચ કેસ નોંધાતા કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવા તજવીજ
અમદાવાદ, તા.3 જુલાઈ, 2020,
શુક્રવાર
સાબરકાંઠામાં જિલ્લામાં સોશિયલ
ડિસ્ટન્સના અભાવ અને માસ્ક પહેર્યા વગર લોકો ફરતા કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ
છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં કોરોના પોઝેટીવના વધુ પાંચ કેસ નોંધાયા છે અને કુલ
કેસનો આંકડો ૧૬૭ પર પહોચી ગયો છે.
આરોગ્ય વિભાગના જણાવાયા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં
એટલે કે ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા થી શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં જે
પાંચ કેસ નોધાયા છે તેમાં હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષિય પુરૂષ, વડાલીમાં ઉમિયા પાર્કમાં રહેતા ૫૩ વર્ષિય
પુરૂષ અને તકાવા કોલોનીમાં રહેતા ૭૨ વર્ષિય પુરૂષ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
તેજ પ્રમાણે ઈડરની મદની સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષિય પુરૂષ તથા પ્રાંતિજના નાની
ભાગોળ વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા આ પાંચેય
જણાને સારવાર માટે હિંમતનગરની કોવિડ હોસ્પિટલમાં મોકલી અપાયા છે. આજના કેસ મળી
જિલ્લમાં કોરોના પોઝેટીવ કેસનો આંકડો ૧૬૭ પહોચી ગયો છે. જે પોણા બસોની નજીક ગણી
શકાય જોકે ૧૬૭ પૈકી ૧૨૧ દર્દીઓને અત્યાર સુધીમાં રજા આપી દેવાઈ છે. ઉલ્લેખનીય છેકે
જિલ્લમાં નોવેલ કોરોના વાયરસને લઈને અત્યાર સુધીમાં છ દર્દીઓના મોત નિપજ્યા છે.
પ્રાંતિજના સિવિલના
કર્મચારીને કોરોના
પ્રાંતિજ તાલુકા અને
શહેરમાં દિન પ્રતિદીન કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયઈ રહયો છે
ત્યારે શુક્રવારના રોજ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બાયો મેડિકલ એન્જીનીયર
તરીકે ફરજ બજાવતા પ્રાંતિજના ૩૬ વર્ષિય
યુવકનો રીપોર્ટ કોરોના પોજિટિવ આવતાં પ્રાંતિજ શહેરમાં કોરોનાના દર્દીઓની કુલ
સંખ્યા ૧૮ પર પહોંચી છે જયારે તાલુકામાં કુલ કેસોની સંખ્યા ૪૨ પર પહોંચી છે.