તલોદ તા. 15 જુલાઈ, 2020, બુધવાર
તલોદ ખાતેની નાણાકીય
સંસ્થા નમસ્કાર સહકારી શરાફી મંડળીમાં થયેલ કથિતભાતે ગેરરીતીઓ બદલ નોંધાયેલ પોલીસ
ફરીયાદ અન્યયે ઝડપાયેલા તલોદના ૨ આરોપી ઇસમો મહેશ મહેતા અને પ્રતિક મહેતા
(બાપ-દિકરા)ને નામદાર કોર્ટે જેલમાં મોકલી આપવાનો હુકમ કરતાં બંનેને ગઈકાલે
સાબરમતી જેલમાં મોકલી આપીને એલ.સી.બી.એ આગળની ગહન તપાસનો દોર જારી રાખેલ છે. વર્ષે
દહાડો લાખોનો નફો કરતી તલોદની નમસ્કાર મંડળીમાં થયેલા કથિત કૌભાંડોને કારણે
સામાન્ય પ્રજાના કરોડોના નાંણા અટવાઈ ગયા છે. જેમના નાણા આ મંડળીમાં હાલ ફસાઈ ગયા
છે. તૈ પૈકીના બીચારા કેટલાક તો મરવાના વાંકેજ દયનીય હાલતમાં જીવન વિતાવવા મજબૂર
બન્યા છે. જો કે પોલીસ ફરીયાદ બાદ રોકાણકારોના દિલમાં, સમયાંતરે પૈસા પરત મળશે. તેવો આશાવાદ
વ્યક્ત થઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિકએ પણ અંગત રસ દાખવીને
તંત્ર તટસ્થ- ન્યાયી અને ઊંડાણપૂર્વક તપાસ જારી રાખે તેવા આદેશ આપેલ છે. જે અન્વયે
એલ.સી.બી.ની ટીમો અલગ-અલગ એંગલથી ધનિષ્ઠ તપાસ ચલાવી રહી છે.
નમસ્કાર મંડળીના શટર
પાડી દઈને, થાપણદારો અને નાના
રોકાણકારોને ફરીથી જ નમસ્કાર કરી દેનારા સંચાલકો સામે થાપણદાર- ગ્રાહકોનો ભારે
આંતરિક આક્રોશ ઉદ્દભવ્યો હતો. અહીં કેટલાક
શિક્ષીત રોકાણકારોએ સામાન્ય- ગરીબ અને મધ્યમ વર્ગના રોકાણકારોની વેદનાને સંવેદના
પૂર્વક જાણીને જવાબદાર તંત્ર પ્રતિ આયોજનપૂર્વક સતત રાવ નાંખી રજુઆતો કરતાં આખરે
મંડળીના વહિવટદાર આર.કે.પટેલ (સા.કો.બેન્ક) ને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી.
અગાઊના તલોદના પો.સ.ઇન્સ આ ફરિયાદ નોંધવામાં નિરસ રહ્યા હતા. જ્યારે હાલના તલોદ
પો.સ.ઇન્સ જી.એસ. સ્વામિએ ઉચ્ચ અધિકારીનું ગ્રીન સિગ્નલ મેળવીને ફરીયાદ નોંધી હતી.
જેમાં જે- તે વખતના મંડળીના હોદ્દેદારો અને રીઢા બાકીદારો મળી કુલ ૩૪ વ્યકિત સામે
ફરિયાદ નોંધાવા પામી હતી. પો.સ.ઇન્સ સ્વામિના આ પ્રશંસનીય પગલાએ સેંકડો થાપણદારોને
જાણે કે , ઓક્સિજન પુરૂ પાડયું હતું. બાદ આપી તપાસ જિલ્લાની
લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોપી દેવામાં આવી હતી. જોકે તે પહેલાં જ તલોદ પોલીસે
ફરિયાદના આરોપી પૈકીના ૨ વ્યકિત મહેશ રસિકલાલ મહેતા અને પ્રતિક મહેશ મહેતા
(બાર-દિકરા)ને ઝડપી લીધા હતા.
આ બંને માટે તલોદ પલીસ
અને ત્યારબાદ એલ.સી.બી.એ મળી કુલ ૭ (૩+૪) દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. જે
રિમાન્ડની મુદ્દત ગતરોજ પુરી થતાં તેઓને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરતાં કોર્ટે તે
બંનેને જેલમાં મોકલી આપવાનો હુકમ કરતાં બંનેને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવેલ
છે. એલ.સી.બી.ની ટીમોએ ગુનાની તપાસ જારી રાખેલ છે. અને અન્ય આરોપી સુધી પહોંચવા
ચક્રો ગતિમાન કરેલ છે.


