પ્રાંતિજ સબજેલ પાસે ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી સહિતને નુકસાન
- પ્રાંતિજ પંથકમાં એક ઈંચ વરસાદ વરસ્યો
- એક ઈંચ વરસાદમાં જ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી : પ્રિ-મોન્સુનની કામગીરી કાગળ પર
પ્રાંતિજ,તા.25 જુલાઈ, 2020,
શનિવાર
પ્રાંતિજમાં શુક્રવારે
રાત્રે એક ઇંચ વરસાદ પડયો હતો. એક ઇંચ વરસાદમાં નાનીભાગોળ વિસ્તારમાં સબજેલ પાસે
આવેલા ઘરોમાં પાણી ધુસી જતાં ઘરવખરી ,અનાજ અને અન્ય સામાનને ભારે નુકસાન
પહોંચ્યું હતું.માત્ર એક ઇંચ વરસાદમાં પાણી ઘરોમાં ખૂસતા પાલિકનો પ્રિ-મોન્સુન
પ્લાન કાગળ પર હોઇ તેવી સ્થિતિ સર્જાઇ છે.
શુક્રવારના રોજ દિવસભરના
અસહય ઉકળાટ અને બફારા બાદ રાત્રે પ્રાંતિજ પંથકમાં વીજળીના ચમકારા અને વાદોના
ગડગડાટ સાથે ધોધમાર વરસી પડયો હતો અને થોડી વારમાંજ ૨૯ મી.મી વરસાદ વરસતાં
પ્રાંતિજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જયારે પ્રાંતિજ અને સલાલ
ખાતેના અંડરબ્રીજ નીચે પાણી ભાઈ જતાં વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.જયારે
પ્રાંતિજ શહેરના નાનીભાગોળ વિસ્તારમાં સબજેલની બાજુમાં આવેલા ઘરોમાં પાણી ઘરાઈ
જતાં તેમની ઘરવખરી, અનાજ,
કપડાં ,ગોદડીઓ તેમજ ઘરનો જરૂરી સામાનપાણીને
કારણે બગડી જતાં તેમને નુકસાન ભોગવવું પડયું હતું અને હજુ પણ પ્રાંતિજ પાલિકા
દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી સંતોષકારક થઈ નથી જેને કારણે આવા સામાન્ય વરસાદમાં
પણ લોકોના ઘરોમાં પાણી ફરી વળે છે તો વળી એસ.ટી વર્કશોપ પાસે અધૂરી ગટર લાઈન સાફ
કરતાં ત્યાં હંમેશને માટે પાણી ભરાઈ રહે છે.વારંવાર પાલિકા પ્રમુખ તેમજ
સત્તાધિશોને રજૂઆત કરવા છતાંકોઈ પરિણામ મળતું નથી અને તેઓ આંખ આડા કાન કરે છે.આ
સીજનનો કુલ વરસાદ ૩૧૨ મી.મી નોંધાયો છે.