પ્રાંતિજના સલાલમાં આરસીસી રોડ બનાવવા મામલે વિવાદ થતા રજૂઆત
- આરસીસી રોડ ઉપર રોડ બને તો ઘરમાં પાણી ઘૂસવાની ભીતિ
- આરસીસીનો જુનો રોડ તોડીને નવો બનાવવાની માંગણી સાથે ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી
પ્રાંતિજ,તા.29 જુલાઈ, 2020, બુધવાર
પ્રાંતિજ તાલુકાના
સલાલમાં હાલ કોન્ટ્રાકટર દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવી રહેલો છે તેમાં હાઈવેથી
બેંક ઓફ ઈન્ડીયા સુધીનો જૂનો રોડ તોડીને નવો બનાવાઈ રહયો છે જયારે એનાથી આગળના
આરસીસી રોડનો ભાગ તોડયા વિના જ તેના પર નવો રોડ બનવાની હિલચાલ ચાલી રહી છે તેના
અનુસંધાનમાં ગામલોકોએ બેંકથી આગળનો રોડનો ભાગ પણ જૂનો આરસીસી રોડ તોડી નવો
બનાવવાની માંગ સાથે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત પડતાં રોડને લઈને વિવાદ વકર્યો છે.
પ્રાંતિજ તાલુકાના
સલાલમાં હાઈવેથી લઈને આરસીસી રોડ બનાવવાનું કામ ચાલી રહયું છે આ કામમાં ગામલોકો દ્વારા કોન્ટાકટર પાસે ટેન્ડર
તેમજ વર્ક ઓર્ડરની નકલ માગવામાં આવતાં તેમને આપવામાં આવી નથી તેમજ હાઈવેથી બેંક ઓફ
ઈન્ડીયા સુધીનો આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે તે જૂનો આરસીસી રોડ તોડીને નવેસરથી
રોડ બનાવવામાં આવ્યો છે જયારે તેનાથી આગળનો ભાગનું કામકાજ જૂના આરસીસી રોડને તોડયા
વિના જ તેના પર ફરીવાર કમ કરવાની કોન્ટાકટરની આશંકાથી ગામલોકોએ માર્ગ અને મકાન
વિભાગના ઈજનેરને હિંમતનગર મુકામે લેખિત રજૂઆત કરી છે. ગામ લોકોની એવી રજૂઆત જે કે
જો આર.સીસી રોડ પર ફરીવાર રોડ બનાવવામાં આવશે તો રોડનું લેવલ ઉંચુ જશે અને કેટલાક
લોકોના ઘરોમાં ચોમાસાનું પાણી ભરાવાની આશંકા છે.તેથી આ કામ પણ જૂનો રોડ તોડયા બાદ
જ નવું કામ કરવામાં આવે.