Get The App

તલોદમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત : કાર ચાલકનો આબાદ બચાવ

- કારને નુકસાન : અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટયો

- કારને નુકસાન : અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટયો

Updated: Jul 6th, 2020

GS TEAM

Google News
Google News
તલોદમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત : કાર ચાલકનો આબાદ બચાવ 1 - image

તલોદ, તા. 5 જુલાઈ, 2020, રવિવાર

તલોદ ખાતે આજે સવારે એક કારને ડમ્પરે જોરદાર ટક્કર મારતાં કારનો દરવાજો ભારે ક્ષતિગ્રસ્ત બન્યો હતો.  જોકે, કારચાલકનો આબાદ બચાવ થયો હતો. ડમ્પર ટ્રકનો ચાલક જે-તે સ્થિતિમાં ટ્રક ઘટના સ્થળે જ છોડીને ભાગી છૂટયો હતો. જ્યાં લોકટોળા ઊમટી પડયા હતા.

તલોદ તાલુકાના રૃપાલ ગામના રહીશ ધુળસિંહ ગુલાબસિંહ ઝાલા પોતાની કાર લઇને તલોદ ટાવર વિસ્તારના સુભાષચંદ્ર બોઝના બાવળા પાસેથી પસાર થતા ત્યારે હરસોલ-વડાગામ તરફથી દોડી આવતી મોટા મેટલ ભરેલી ડમ્પરના ચાલકની બેદરકારી અને ગફલતને કારણે ટ્રકની જોરદાર ટક્કર કારના ડ્રાયવર સાઇડના દરવાજાને લાગતાં આ અકસ્માત સર્જાયો હતો.

કાર ચાલક ધુળસિંહ ઝાલાનો આબાદ બચાવ થયો હતો જેઓ ઓમ શાંતિના કેન્દ્ર ઉપરથી આવી રહ્યા હતા. કારના દરવાજાનો કેટલોક ભાગ ભૂક્કો થઇ ગયો હતો. નોંધનીય છે કે તલોદ ટાવર વિસ્તારમાં સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે.  માર્કેટ યાર્ડમાં આવતાં-જતાં વાહનો - ગાંધીનગર-મોડાસા-વડાગામ તરફ આવતાં-જતાં વાહનો અને તલોદ બજારમાં આવતાં-જતાં વાહનોથી ટાવર વિસ્તાર આખો દિવસ ટ્રાફિકથી ધમધમતો રહે છે. અહીં ટ્રાફિક નિયમન માટેની અસરકારક વ્યવસ્થા જ નથી.

Tags :