પ્રાંતિજના ઓરાણ ગામે પેપર મીલમાં બાળ મજૂરનું મોત નિપજ્યું

પ્રાંતિજ,તા. 11
પ્રાંતિજના ઓરાણ ગામે યુનિવર્સલ પેપર મીલમાં બાળ મજુરો કામ કરતા
હોવાનું સામે આવ્યું છે અને ટ્રેકટરનું લોડરમાં આવી જતાં બાળ મજુરીનું ઘટના સ્થળે મોત
નિપજ્યું હતું. આ મૃતકનો મોટો ભાઇ પર બાળમજુરી કરતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે
પ્રાંતિજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ઓરાણ ગામની સીમમા આવેલા યુનિવર્સલ પેપર મીલમાં કામ કરતો બાળ
મજુર વિજય ભાઇ સોમાજી ભાઇ ગણાવા ઉ.વર્ષ-૧૫ રહે.ખરેલી તા.ધરબાડા જિ.દાહોદ રાત્રીના સમયે મીલમા રહેલ પેપર પુંઠાના વેસ્ટ ઉપર
સુતેલો હતો અને પેપર મીલમાં રહેલા ટ્રેકટર લોડનો ચાલક રાજેશ કુમાર રામપ્યારે બેફીકેરાઈથી ચલાવી પેપર પુંઠાના વેસ્ટના બકેટમાં
ભરતા પેપર પુંઠા વેસ્ટ ઉપર સુતેલા વિજય ભાઇ સોમાજી ભાઇ ગણાવા બાળ મજુરને પેપર પુંઠા
સાથે બકેટમાં ભરી ખસેડવા જતા મૃતક વિજય ભાઇનું માથુ જમીન ઉપર પટકાયુ હતુ અને ઘટના સ્થળે
જ બાળ મજુરનું મોત નિપજયુ હતંુ આ અંગેની પ્રાંતિજ
પોલીસ સ્ટેશનમાં મૃતકનો મોટો ભાઇ પણ ઓરાણ યુનિવર્સલ પેપર મીલ ઓરાણ તા.પ્રાંતિજ જિ.
સાબરકાંઠા મુળ રહે. ગામ ખરેલી તા.ધરબાડા જિ દાહોદ દ્રારા ફરીયાદ કરી હતી.પ્રાંતિજ પોલીસ
ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ પણ ઉઘતું ઝડપાયું
પેપર મીલમાં બાળ મજુરો કામ કરતા હોવાથી અને બાળ મજુરનું મોત
નિપજયુ છે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
કરનાર પણ કંપનીમાં કામ કરે છે અને પોતે બાળ મજુર છે ત્યારે જિલ્લા ન્યાય શ્રમિકના અધિકારીઓ
તથા જિલ્લા બાળ ઐક્યના અધિકારીઓ પેપર મીલ માલિકો કે કોન્ટ્રાક્ટરો ઉપર એક્શન લેશે કે
શુ કે પછી પડીકુ વાળ શે એ તો હવે જોવુ રહ્યુ.




