લીફટ માગવાને બહાને રૂપિયા પડાવતી અમદાવાદની 9 યુવતીઓ ઝડપાઇ
- પ્રાંતિજના અંબાવાડા ગામની સીમમાં
- રામપુરા(આમોદરા)ના એક યુવક પાસે રૂ.25000ની માગણી કરી યુવકે ઝંઝટમાંથી છૂટવા માટે રૂ.1500 આપી નિકળ્યો
પ્રાંતિજ,તા.23 જુલાઈ, 2020, ગુરૂવાર
પ્રાંતિજ તાલુકાના અંબાવાડા
ગામની સીમમાં સાબરડેરીથી તલોદ જવાના માર્ગ પર સવારે નવેક વાગ્યાના સમય કેટલીક
પેન્ટ શર્ટ પહેરેલી ૯ જેટલી યુવાન
છોકરીઓની ટીમે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને લીફટ લેવાના બહાને રોકી તેમની
પાસેથી રૂપિયા પડાવતી હોવાની માહિતી
પ્રાંતિજ પેટ્રોલીંગ દરમ્યાન પ્રાંતિજ પોલીસને મળતાં તેઓ મહિલા કોન્સ્ટેબલો
સાથે અંબાવાડા ગામની સીમમાં પહોંચી નવપેન્ટ શર્ટ પહેરેલી યુવતીઓને પ્રાંતિજ પોલીસ
સ્ટેશને લાવી પૂછપરછ કરી ફરિયાદ નોંધી હતી.
પ્રાંતિજ તાલુકાના
અંબાવાડા ગામની સીમમાં સાબરડેરીથી તલોદ માર્ગ પર ગુરૂવારના રોજ સવારના સમયે ૯
યુવાન પેન્ટ શર્ટ પહેરેલી યુવતીઓ ઉભી
રહી માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ
વાહન ચાલકોને ઉભા રાખી લીફટ લેવાના બહાને તેમની પાસેથી બળજબરી પૂર્વક પૈસા પડાવે
છે તે અંગેની માહિતી પ્રાંતિજ પોલીસને પેટ્રોલીગ દરમ્યાન મળતાં પ્રાંતિજ પોલીસે
પોલીસ સ્ટેશનમાંથી બે મહિલા કોન્સ્ટેબલોને સાથે રાખી તેમને પકડી પ્રાંતિજ પોલીસ
સ્ટેશને લાવી પૂછપરછ હાથ ધરતાં તેમણે પોતાના નામ (૧)સીમાબેન કમાભાઈ બારોટ
ઉ.વર્ષ-૨૦ (૨)દુલીબેન રમેશભાઈ બારોટ ઉ.વર્ષ ૨૨(૩)ગુંજનબેન રાજુભાઈ બારોટ ઉ.વર્ષ ૨૧
(૪) પુષ્પાબેન કિશનભાઈ બારોટ ઉ.વર્ષ ૨૭ (૫)સનુબેન મનોજભાઈ બારોટ ઉ.વર્ષ ૨૨
(૬)નીલમબેન પ્રકાશભાઈ બારોટ ઉ.વર્ષ ૨૧ (૭)કંચનબેન ઈંદરભાઈ બારોટ ઉ.વર્ષ ૨૨
(૮)પુજાબેન રમેશભાઈ બારોટ ઉ.વર્ષ.૨૧ (૯)સુનિતાબેન કિશનભાઈ બારોટ ઉ.વર્ષ ૨૨(મૂળ
તમામ રહે.૫૫,૮૫૩ શહેરી ગરીબ આવાસ
યોજના જીવનજયોત સોસાયટીની બાજુમાં ઓઢવ અમદાવાદ ,હાલ રહે.દુર્ગાનગર
વટવા અમદાવાદ)નો સમાવેશ થયો છે.