ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે 25 હજાર ભક્તોએ દર્શન કર્યા
- ગુરૃપૂર્ણિમાએ વહેલી સવારથી જ ભક્તો ઉમટયા
- સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝ કરીને ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાયા
ખેડબ્રહ્મા, તા. 5 જુલાઈ, 2020,
રવિવાર
ખેડબ્રહ્મા ખાતે આજે અષાઢી
પૂનમે ગુરૃપૂર્ણિમા મહોત્સવની ઉજવણી ધામધુમથી મંદિરોમાં કરવામાં આવી હતી.
ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં આજે ૨૫૦૦૦ ભક્તોએ સોશીયલ ડિસ્ટન્સ અને
સેનેટાઇઝેશન કરીને દર્શન કર્યા હતા. તેમજ ગુરૃઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ખેડબ્રહ્મા ખાતે આજે
ગુરૃપૂર્ણિમાનાં દિવસે અંબિકા માતાજી મંદિરે ભક્તો આવ્યા હતા છેલ્લી ત્રણ પૂનમે
લોકડાઉનના કારણે મંદિર બંધ હતુ જેથી પૂનમે ભક્તો દર્શન કરી શક્યા નહોતા. પરંતુ આજે
ગુરૃપૂર્ણિમાં હોવાથી વહેલી સવારે ૫ વાગ્યાથી જ ભક્તો મા અંબાના દર્શન માટે આવ્યા
હતા. ગાયત્રી મંદિરમાં ગુરૃપૂર્ણિમા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં
ભક્તો હાજર રહ્યા હતા. માતાજી મંદિરમાં ૨૫૦૦૦ કરતાં પણ વધુ ભક્તોએ મા અંબાના દર્શન
કર્યા હતા.
વહેલી સવારથી જ ભક્તોની લાઈન લાગી હતી. મંદિર
ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટીઓ મેનેજર કર્મચારીઓ પોલીસ કર્મચારીઓએ ભક્તોને મા ના દર્શન
માટે સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.