ધનસુરાના જામઠાના ગૌચરમાં શંકાસ્પદ હાલતમાં 20 પક્ષીઓના મૃતદેહ મળ્યા
- પક્ષીઓના મોતનો પીએમ રિપોર્ટ બાદ કારણ જાણી શકાશે
- મૃત પક્ષીઓમાં મોર,ચકલી,તેતર,કાકડીયાનો સમાવેશ : વનવિભાગની તપાસનો ધમધમાટ
ધનસુરા,તા.21 જૂન, 2020,
રવિવાર
ધનસુરા તાલુકાના જામઠા ગામની ગૌચરમાંથી ૨૦ જેટલા
પક્ષીઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી
છે. જોકે આ મામલે વનવિભાગને જાણ કરતા અધિકારીઓનો કાફલો ધટનાસ્થળે દોડી આવ્યો હતો અને
પક્ષીઓના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યા હતા.
મૃતપક્ષીઓમાં રાષટ્રીય પક્ષીઓમાં મોર, ચકલી, તેતર, કાંકડીયા સહિતનો સમાવેશ
થયા છે. ગોચરમાં આટલી મોટી સંખ્યામાં પક્ષીઓના ભેદી મોત મુદ્દે અનેક સવાલો ઉભા થયા
છે. શિકારીઓ દ્વારા પક્ષીઓને મોતને ઘાટ ઉતારાયા કે પછી કોઇ ઝેરી ખોરાક ખાવાથી પક્ષીઓના
ટપોટપ મોત નિપજ્યા ? આ તમામ સવાલોનો જવાબ પીએમ રિપોર્ટ આવ્યા
બાદ બહાર આવશે.
ધનસુરા તાલુકાના જામઠા ગામની
ગૌચર જમીનમાંથી ૨૦ જેટલા મોર,ચકલી,તેતર,કાકડીયો કુભાર સહિત વિવિધ જાતના પક્ષીઓ મૃત હાલતમાં
મળ્યા હતા.જયારે આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ગામમાં શોકનો માહોલ જોવા મળી રહયો હતો.ઘટનાની
જાણ સ્થાનિક ફોરેસ્ટ અધિકારીને કરતા મોડાસા ના આરએફઓ ફોરેસ્ટર તથા તેમની ટીમ તપાસમાં
આવી હતી.સ્થળ પર પંચનામુ કરી અને મૃત થયેલ મોર ને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યા
હતા.વધુમાં મોત ના કારણ અંગે અધિકારીને પુછતાં
તેમણે જણાવ્યું હતું કે પોસ્ટમોટમ રીપોર્ટ આવ્યા પછી કારણી ખબર પડે તેમ જણાવ્યું હતું.