mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા, પતિ સાથે રહેવા બનાવ્યું જોરદાર ટાઈમ-ટેબલ

ત્રણેય બહેનો વચ્ચે સેટ કર્યું છે રૂટીન

ત્રણેય બહેનોને થયો એક જ વ્યક્તિ સાથે પ્રેમ

Updated: Feb 6th, 2023

ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા, પતિ સાથે રહેવા બનાવ્યું જોરદાર ટાઈમ-ટેબલ 1 - image



ભારતમાં બહુ પત્નીત્વ કે એકથી વધારે લગ્ન ગેરમાન્ય છે પણ જે કિસ્સો સામે આવ્યો છે તે કેન્યાનો છે. કેન્યામાં રહેતી કેટ,ઇવ અને મેરી ત્રણ સગી બહેનો છે. આ ત્રણેય બહેનોને એક જ વ્યક્તિ સાથે  પ્રેમ થયો અને તેની સાથે જ લગ્ન પણ કર્યા. નવાઈની વાત તો એ છે કે લગ્ન પછી આ ચારેય લોકો ખુશ પણ છે.

પહેલી નજરમાં થયો પ્રેમ:

એક માહિતી મુજબ, કેન્યામાં રહેતી કેટ, ઇવ અને મેરી ગોસ્પેલ મ્યુઝિકની શિક્ષા મેળવી રહી હતી. આ દરમિયાન કેટની મુલાકાત સ્ટીવો નામના વ્યકિત સાથે થઈ. ત્યાર બાદ કેટે સ્ટીવોની મુલાકાત તેની બહેનો સાથે કરાવી. આ સાથે કેટની બન્ને બહેનોને પણ પહેલી નજરમાં સ્ટીવોથી પ્રેમ થઈ ગયો હતો. જો કે સ્ટીવો માત્ર કેટને જ પસંદ કરતો હતો.

થોડાક સમય માટે હતા રીલેશનશીપમાં :

સ્ટીવોના જણાવ્યા મુજબ, જ્યારે સ્ટીવોએ તેની ગર્લફ્રેન્ડને કેટ સાથે પરિચય કરાવ્યો હતો. એ પછી થોડા સમયમાં સ્ટીવો સાથે બ્રેકઅપ થઈ જતા કેટ સાથે રીલેશનમાં આવી ગયો હતો. થોડા દિવસો બાદ કેટની બહેનોએ પણ સ્ટીવો સમક્ષ પ્રેમની રજૂઆત કરી અને તે ત્રણેય બહેનો સાથે સંબંધ બનાવી રહેવા લાગ્યો હતો. થોડા મહિનાઓ સુધી રિલેશનમાં રહ્યા બાદ સ્ટીવોએ લગ્નનો નિર્ણય કર્યો અને એ પછી ત્રણેય બહેનો સાથે તેણે લગ્ન કરી લીધા.

ત્રણેયને સાથે રહેવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી:

સ્ટીવોએ જણાવ્યું કે ત્રણેય બહેનોએ સાથે મળીને જોરદાર ટાઈમ-ટેબલ બનાવ્યું છે. ટાઈમ-ટેબલ પ્રમાણે નિર્ણય કરવામાં આવે છે કે સ્ટીવો ક્યારે કઈ બહેન સાથે રહેશે. તેણે એક જ સમયમાં ત્રણ પત્નીઓ સાથે રહેવામાં કોઈ મુશ્કેલી નથી થતી. ત્રણેયને એકસાથે ખુશ રાખવી ખુબ સહેલું છે. હું સોમવારે મેરી સાથે રહું છું, જયારે મંગળવારનો દિવસ કેટના નામે હોય છે અને બુધવારે હું ઇવ સાથે રહું છું. વિકેન્ડના દિવસે અમે બધા એક સાથે રહીએ છીએ અને મસ્તી કરતા હોઈએ છીએ.


Gujarat