mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

Relationship Tips: ક્યાંક તમે પણ અનહેલ્ધી રિલેશનશિપનો શિકાર તો નથી ને, આ લક્ષણોથી કરો ઓળખ

Updated: Oct 27th, 2023

Relationship Tips: ક્યાંક તમે પણ અનહેલ્ધી રિલેશનશિપનો શિકાર તો નથી ને, આ લક્ષણોથી કરો ઓળખ 1 - image


                                                              Image Source: Freepik

અમદાવાદ, તા. 27 ઓક્ટોબર 2023 શુક્રવાર

રિલેશન બનાવવા જેટલા મુશ્કેલ હોય છે તેને નિભાવવા તેનાથી પણ વધુ અઘરા હોય છે. ખાસ કરીને જો તમે એક કપલ હોવ તો તેને નિભાવવુ થોડુ વધુ મુશ્કેલ હોય છે. ઘણી વખત લોકો પ્રેમમાં એ રીતે ડૂબી જાય છે કે તેમને એ અહેસાસ જ હોતો નથી કે તે એક અનહેલ્ધી રિલેશન છે. દરમિયાન તમે આ સંકેતોની મદદથી અનહેલ્ધી રિલેશનને ઓળખી શકો છો.

કોઈપણ સંબંધ આપણને ઈમોશનલી, મેન્ટલી અને ફિઝિકલી પ્રભાવિત કરે છે. લાઈફમાં એક હેલ્ધી રિલેશનશિપ હોવુ ખૂબ જરૂરી છે. એક અનહેલ્ધી રિલેશનશિપના કારણે આપણે ટ્રોમા જેવી કંડીશનમાંથી પસાર થવુ પડે છે, જેમાંથી આપણે નીકળી શકતા નથી અને રહેવા પણ માંગતા નથી. ઘણી વખત આપણને ખબર પણ પડતી નથી અને આપણે આપણા રિલેશનમાં ખરાબ રીતે ફસાઈ જઈએ છીએ કે તેની સીધી આપણા જીવન પર પડે છે. દરેક સંબંધમાં આપણી માટે એક સેફ સ્પેસ હોવી ખૂબ જરૂરી છે, જેનાથી બંને લોકો ખુશ રહી શકે. 

અનહેલ્ધી રિલેશનશિપના સંકેત

જો તમે પોતાના સંબંધમાં ડરના કારણે દબાણવશ પોતાના પાર્ટનરની ઈચ્છાના હિસાબે દરેક કામ કરી રહ્યા છો તો સમજી જાવ કે તમે એક અનહેલ્ધી રિલેશનશિપમાં છો. જો પાર્ટનરના અનુસાર બધુ કરવા છતા તમને ખોટા ઠેરવવામાં આવે તો તમારા માટે આ સારા સંકેત નથી. 

ઘણી વખત એવુ થઈ શકે છે કે તમે પોતાના પાર્ટનરને ઈમ્પ્રેસ કે ખુશ કરવા માટે કંઈક ખાસ કરો પરંતુ તમારો સાથી તે વસ્તુઓના વખાણ કરવાના બદલે ઉલટુ તમને ડિમોટિવેટ કરવા લાગે કે સીધુ એ કહી દે કે તેને આ બધુ પસંદ નથી તો આ એક અનહેલ્ધી રિલેશનના સંકેત હોઈ શકે છે.

એક ટોક્સિક રિલેશનશિપમાં રહેવાથી જો તમે પોતાના ખાસ મિત્રો અને પરિવારજનોને મળવાનું જ ધીમે-ધીમે બંધ કરી દો તો એક સમય બાદ પોતે જ પરેશાન થઈ જશો. હોઈ શકે કે પાર્ટનરની ખુશી માટે શરૂઆતમાં તમને આ બધુ રોમેન્ટિક લાગે પરંતુ એક સમય બાદ તમને પોતાના મિત્રો અને પરિવારની જરૂર અનુભવાશે.

એક રિલેશનશિપમાં તમને વારંવાર એ અનુભવ કરાવવામાં આવે કે તમે સામેવાળાના લાયક નથી. તેની અસર તમારા જીવનમાં ખૂબ ખરાબ પડી શકે છે. દરમિયાન તમારે એ સમજવાની જરૂર છે કે તમે એક ટોક્સિક અને અનહેલ્ધી રિલેશનશિપમાં જીવી રહ્યા છો.

Gujarat