FOLLOW US

સ્લીપ ડિવોર્સ, પતિ પત્નીએ સ્વૈચ્છાએ જુદા સુઇ રહેવાનો પણ ટ્રેન્ડ, જાણો કેટલો છે હેલ્ધી

સ્લીપ ડિવોર્સ માટે અંદરની સમજણ અને પરીપકવતા હોવી જરુરી

એક બીજા માટે ભાવપ્રેમ હોયતો કોઇ જ સમસ્યા આવતી નથી

Updated: Feb 9th, 2023



ન્યૂયોર્ક,૯ ફેબ્રુઆરી,૨૦૨૩,ગુરુવાર 

સ્લીપ ડિસ ઓર્ડર એટલે કે ઉંઘ નહી આવવી કે ઉંઘ ઉડી જવી એ અંગે સૌ કોઇ જાણે છે પરંતુ એક નવો ટ્રેન્ડ સ્લીપ ડિવોર્સ પણ શરુ થયો છે. સ્લીપ ડિવોર્સમાં પતિ પત્ની સ્વૈચ્છાએ બંને એક બીજાથી જુદા સૂઇ રહે છે. આ જુદા સુવાના પણ ફાયદા છે એવું સમજાવવામાં આવી રહયું છે.

પહેલા જે સમસ્યાઓ ડ્રોઇગ રુમ સુધી હતી જે હવે હદ વટાવીને બેડરુમ સુધી આવી ગઇ છે. સામાજીક આર્થિક અંતહિન ટોપિક ચાલ્યા કરતા હોય છે. આથી બેડરુમમાં ઉંઘ ઉડતી રહે છે .જુદા જુદા બિસ્તરમાં કે જુદા જુદા રુમમાં સુવાને સ્લીપ ડિવોર્સ કહેવામાં આવે છે. 

એક જીવનસાથીની કેટલીક ટેવો અને આદત બીજાની ઉંઘને ડિસ્ટર્બ કરતી હોય છે. આથી કયારેક અપનાવવામાં આવતો સ્લીપિંગ ડિસઓર્ડર ફાયદો કરે છે. લગ્ન પછીના કેટલાક વર્ષો સુધી હસબન્ડ વાઇફની હેલ્થી રિલેશનશીપ માટે સાથે હોવું જરુરી છે. બંનેને એક બીજાને સમજવાનો મોકો મળે છે. જો કે કયારેક એવી પરીસ્થિતિ ઉભી થતી હોય છે જેના કારણે અલગ બેડમાં પણ સૂવવું પડે છે.


જયારે પતિ કે પત્ની બે માંથી એકને ખરાંટા બોલતા હોય અને આ રોજીંદુ થઇ જાય ત્યારે બીજાને ડિસ્ટર્બ થવાય છે. એક પાર્ટનરને મોડે સુધી લાઇટ ચાલું રાખવી હોય અથવા તો કોઇ વર્ક કરવું હોય ત્યારે બીજાની ઉંઘ ડિસ્ટર્બ ના થાય તેના માટે સ્લીપ ડિવોર્સ ઉપયોગી બને છે. કેટલોક સમય કે અમૂક કલાક સુધી પણ સ્લીપ ડિવોર્સ અપનાવી શકાય છે. 

 વહેલી સવારે ઉઠવાનું હોય કે જોબ પર જવાનું હોય તેવા સંજોગોમાં ઉંઘ પુરતી ના થાય તેની અસર દિવસ ભરના વર્ક પર થતી હોય છે. કપલ જાતે જ અલગ સુવાનું પસંદ કરે તેને કપલ સ્લીપ ડિવોર્સ કહેવામાં આવે છે.મોડી રાત સુધી ચર્ચા અને બહેસના સ્થાને પુરતી ઉંઘ લઇને સવારે ફ્રેશ રહી શકે છે. આવું કાયમી થાય તો સંબંધો પર અસર પડે છે પરંતુ પુરતી ઉંઘ માટે અજમાવવામાં કશું ખોટું નથી.

જે કપલ હંમેશા સાથે જ રહે છે અને સારી સમજણ ધરાવે છે તેમને કોઇ વાંઘો આવતો નથી. .જો પુરતી સમજણ અને એક બીજા માટે ભાવપ્રેમ હોયતો સ્લીપ ડિવોર્સથી કોઇ જ સમસ્યા આવતી નથી કારણ કે અલગ સૂઇ રહેવું એ પતિ પત્ની બંનેની પર્સનલ ચોઇસ હોય છે. થોડાક કલાક સુધી ડિસ્ટર્બ થયા વિના ઉંઘ લેવી એ જ માત્ર હેતું હોય છે.  સારું આરોગ્ય  હેલ્થી રીલેશન માટે ઉપયોગી બને છે. સ્લીપ ડિવોર્સ અને સ્લીપ બ્રેકઅપમાં અંતર હોય છે. બ્રેક અપ જરાંય સારી બાબત નથી, સ્લીપ ડિર્વોસ એ મનમૂટાવ નહી પરંતુ એક બીજાને સમજવાની બાબત છે. 


Gujarat
English
Magazines