For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રિલેશનશિપમાં તિરાડનું કારણ બની રહ્યું છે ફબિંગ, જાણો તે કેવી રીતે સંબંધોને પહોંચાડે છે નુકસાન

Updated: Aug 19th, 2023

રિલેશનશિપમાં તિરાડનું કારણ બની રહ્યું છે ફબિંગ, જાણો તે કેવી રીતે સંબંધોને પહોંચાડે છે નુકસાન

                                                              Image Source: Freepik

અમદાવાદ, તા. 19 ઓગસ્ટ 2023 શનિવાર

ટેકનોલોજીના વિકાસે એક તરફ આપણને ઘણા ફાયદા પહોંચાડ્યા છે અને બીજી તરફ તેના નુકસાન પણ છે. લોકો આજુબાજુ બેસીને હાલચાલ પૂછવાના બદલે હેડફોન લગાવીને મોબાઈલમાં ઘૂસ્યા રહે છે. મિત્રો, સગા-વ્હાલામાં તો આ આદતને સહન કરી શકાય છે પરંતુ રિલેશનશિપમાં તમારી આ આદત એકલતાનું કારણ બની શકે છે. મોબાઈલ ફોનના કારણે સંબંધોને નુકસાન પહોંચાડનારી જે આ નવી આદત બની રહી છે, તેમાં ફબિંગ એક ટર્મ છે. જે કોઈ પણ સંબંધોને ખરાબ રીતે નુકસાન પહોંચાડી શકે છે. 

કોઈ પણ સંબંધ અને તેમાં આવતી જટિલતાઓને પરિભાષિત કરવા માટે આપણી પાસે ઘણા શબ્દ છે. જેમ કે રેડ ફ્લેગ, ગ્રીન ફ્લેગ. તે જ રીતે ફબિંગ પણ એક ટર્મ છે, જેને બે શબ્દોને જોડીને બનાવવામાં આવે છે. ફોન+સ્નબિંગ. એટલે કે ફોન પર વ્યસ્ત રહેવાના કારણે જ્યારે તમે પોતાના પાર્ટનરને ઈગ્નોર કરો છો તો તેને ફબિંગ કહેવામાં આવે છે. ફબિંગ સંબંધોમાં અંતરનું કારણ બની શકે છે.

શું છે ફબિંગ

આજના સમયમાં લોકો ફોન અને સોશિયલ મીડિયામાંથી એક મિનિટ પણ દૂરી વેઠી શકતા નથી. ટેવ એવી પડી ચૂકી છે કે કોઈની મુલાકાત અને વાતચીત દરમિયાન પણ તેમનું મોટાભાગનું ધ્યાન ફોનમાં જ રહે છે. વારંવાર ફોન ચેક કરવો કે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા રહેવુ એક ખરાબ આદત સમાન છે. આનાથી સામે વાળા પર તમારી ખરાબ ઈમ્પ્રેશન પડે છે. ફબિંગ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ પોતાના ફોનમાં વ્યસ્ત રહે છે અને પોતાની આસપાસના લોકો પર ધ્યાન આપતી નથી. આવા વર્તનને અપમાનજનક રીતે જોઈ શકાય છે અને આ રિલેશનશિપ પર ખરાબ અસર નાખે છે.

આ રીતે રિલેશનશિપને નુકસાન પહોંચાડે છે ફબિંગ

1. ઈમોશનલ અટેચમેન્ટમાં ઉણપ

આખો દિવસ ફોનમાં વ્યસ્ત રહેવાની આદતના કારણે એકબીજા સાથે વાત કરવાનો સમય મળતો નથી. વાતચીત થશે નહીં, તો સ્વાભાવિક છે કે તમે પાર્ટનરની ઘણી બાબતોથી અજાણ રહેશો. ઈમોશનલ અટેચમેન્ટ ઘટતો રહેશે. એકલતા, નિરાશા અને નારાજગીની ભાવનાઓ પેદા થવા લાગશે. તમારી આ આદતથી પાર્ટનર તણાવનો શિકાર પણ થઈ શકે છે. 

2. શંકા પેદા કરે છે

સામસામે બેસીને એકબીજા સાથે વાત કરવાના બદલે જો તમે ફોનનો ઉપયોગ કરી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે આનાથી શંકા જ પેદા થશે. પાર્ટનર વિચારવા પર મજબૂર થઈ જશે કે આખરે કોણ એટલુ જરૂરી છે કે જેની સાથે વાત કરવા માટે તમે તેમને અવગણી રહ્યા છો. ભલે તમે ફોનમાં રીલ્સ કે ગેમ્સ રમી રહ્યા હોવ પરંતુ તમારી આ આદતથી લડાઈ-ઝઘડા થવા નક્કી છે.

Gujarat