Updated: Feb 11th, 2023
![]() |
Image Twitter |
તા. 11 ફેબ્રુઆરી 2023, શનિવાર
સિંગલથી લઇને દોસ્તી , દોસ્તીથી પહેલા પ્યાર સુધી , પહેલા પ્યાર થી ગલફ્રેન્ડ / બોયફ્રેન્ડ અને ગલફ્રેન્ડ / બોયફ્રેન્ડથી લઈને મેરા બાબુ , તમારું રિલેશનશિપ સ્ટેટસ જે પણ હોય આ બેકરીમાં વેલેન્ટાઇન ડે ઉજવણી માટે તમને બધા જ પ્રકારની કેક મળી રહેશે.
તાજેતરમાં રાજા બેકરી નામની બેકરીનો વેલેન્ટાઇન ડેનો સ્પેશિયલ મેનુ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે. તમારા સિંગલ હોવાનું કોઈપણ કારણ હોય પણ તમે ફક્ત 150 રુપયામાં વેલેન્ટાઇન કેક લઇ સેલ્ફ લવ દર્શાવી શકો છો. 'એક તરફી પ્યાર', 'પ્યાર મેં ધોખા', 'હરામી દોસ્ત', 'સિંગલ' આ બધી જ કેક 250 ગ્રામ માત્ર 149 રૂપિયામાં આ બેકરીમાં વેચાય છે.
જયારે પ્રેમમાં પડવું થોડું મોંઘુ પડી શકે છે, કારણ કે બધાથી મોંઘી કેક 'મેરા પહેલા પ્યાર' અને 'બોયફ્રેન્ડ કેક' છે, જેના 250 ગ્રામના 200 અને 500 ગ્રામ કેક ના 399 રૂપિયા છે તેમજ ગલફ્રેન્ડ કેક અને મેરા બાબુ કેક 175 રૂપિયાની છે.
'આટલી બધી કેક હોવા છતાય તે ટુકડાઓ તો મારા દિલના જ કર્યા...'
આ વાયરલ ફોટો પર ઘણી અનોખી કોમેન્ટ આવી છે, જેમ કે એક યુઝરએ બધાથી અલગ કોમેન્ટ કરતા લખ્યું, 'આટલી બધી કેક હોવા છતાય તે ટુકડાઓ તો મારા દિલના જ કર્યા...' જયારે બીજા એક યુઝરએ લખ્યું, 'બોયફ્રેન્ડ કેક ગલફ્રેન્ડ કેકથી કેમ મોંઘી છે?' તેમજ એક યુઝરએ લખ્યું, 'પત્ની પીડિત વાડી સ્કીમ તો બતાડી દેવી હતી'.