For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'હું હંમેશા તારા પર નજર રાખીશ', કેન્સરથી મૃત્યુ પહેલા દીકરા માટે લેટરમાં માતાએ એવી વાત કરી કે વાંચીને સૌ કોઈ થયા ઈમોશનલ

Updated: Jan 30th, 2024

'હું હંમેશા તારા પર નજર રાખીશ', કેન્સરથી મૃત્યુ પહેલા દીકરા માટે લેટરમાં માતાએ એવી વાત કરી કે વાંચીને સૌ કોઈ થયા ઈમોશનલ

Mother Love Son : માતા-પિતા એ હોય છે જેમને જોઈને બાળકોના ચહેરા પર ખુશી છલકાઈ આવી છે. તે ન માત્ર બાળકોને પ્રેમ કરે છે પરંતુ ગમે ત્યારે તેમનો સપોર્ટ પણ કરે છે. તેવામાં જો દુર્ભાગ્યવશ ક્યારે માતા-પિતાનું મોત થઈ જાય છે તો તેનાથી મોટું દુઃખ જિંદગીમાં બીજું કંઈ ન હોઈ શકે. તેમની સાથે વિતાવેલો સમય યાદ કરીને બાળકોની આંખો છલકાઈ આવે છે. તેવો જ એક કેસ હાલ ચર્ચામાં છે. એક વ્યક્તિએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી લેટર શેર કર્યો છે, જે તેમની માતાએ કેન્સરથી મૃત્યુ પહેલા લખ્યો હતો. માતાએ લેટરમાં જે લખ્યું છે, તેને વાંચીને ઈન્ટરનેટની જનતાની પણ આંખોમાં આંસુ આવી ગયા.

જોકે, લેટરમાં માતાએ પોતાના દીકરાનો આભાર માનતા પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે કે તેમણે તેની સારવાર દરમિયાન તેમની કેટલી સંભાળ લીધી, પોતાની તમામ ખુશીઓનો ત્યાગ કરી દીધો. સાથે જ માતાએ લેટરમાં એ પણ લખ્યું છે કે, હું આ લેટર એ આશાથી લખી રહી છું કે એક દિવસ તમને મળી જશે. મને આશા છે કે તમને એ જાણ થશે કે હું તમને કેટલો પ્રેમ કરું છું. હકિકતમાં પત્રમાં દીકરામાં માતાના મોત બાદ મળ્યો, જેને વાંચીને તે પણ ભાવુક થઈ ગયો.

આ ઈમોશનલ લેટર થઈ રહ્યો છે વાયરલ

મૈટ ગાલ્ડ નામના શખ્સે આ લેટરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર શેર કર્યો છે અને લખ્યું છે, 'મારી માતાનો એક પત્ર મને તેમના કેન્સરથી નિધન બાદ મળ્યો. હું તેમને દરરોજ યાદ કરું છું અને તેનાથી મને રડવાનું યાદ આવે છે, પરંતુ હું પોતાના ચેહરા પર હાસ્ય રાખીને રડું છું. હજુ સમય આકરો છે, કારણ કે મારા પિતા પણ હજુ કેન્સરના કારણે આઈસીયૂમાં દાખલ છે. બસ લોકો એ યાદ રાખે કે જેનાથી પ્રેમ કરો છો તે તમારા માટે કેટલું મહત્વા ધરાવે છે અને તેમને દરરોજ યાદ અપાવો કે તમે તેનાથી પ્રેમ કરો.'

શખ્સે જણાવ્યું કે તેમની માતાએ લેટરમાં લખ્યું કે, 'જ્યારે પણ મને તારી જરૂર હતી, તું હંમેશા મારી સાથે હતો. તને એ પણ ખબર હતી કે આવકનું કોઈ સાધન નથી છતા તે નોકરી છોડી દીધી, તે પણ એટલા માટે કે તું મને સારવાર માટે લઈ જઈ શકે. આ શું અદભુત કામ છે. તેના માટે આભાર. હું હંમેશા તારા પર નજર રાખીશ. મને હંમેશા મરવાથી વધુ ડર તને છોડવાનો હતો. તુ અત્યાર સુધીનો સૌથી સારો દીકરો હતો.' તેની સાથે જ મહિલાએ લેટરમાં પોતાના દીકરા સાથે વિતાવેલી સૌથી સારી ક્ષણોનો પણ ઉલ્લેખ કર્યો છે.

જ્યારે આ લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો તે વાંચીને લોકો પણ ભાવુક થઈ ગયા. એક યૂઝરે લખ્યું કે, 'હું માત્ર એટલું જ કહેવા માંગું છું કે, તમે કેટલા અદભુત માણસો કે તમે પોતાના માતાના જરૂરતના સમયે આટલું કંઈક આપ્યું.' તો અન્ય એક યૂઝરે લખ્યું કે, 'હું હકિકતમાં તમારા માટે ખુબ દુઃખી છું, પરંતુ મને ખુશી છે કે તેમની પાસે તમારો દીકરો હતો અને તેમણે પણ તેમના જેવી માતા મળે.'

Gujarat