Updated: Feb 7th, 2023
રોઝ ડે થી આજે વેલેન્ટાઇન વીકની શરૂઆત થઇ ગઈ છે. વિશ્વભરમાં 14 ફેબ્રુઆરી ના રોજ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. પરંતુ પ્રેમની આ ઉજવણી વેલેન્ટાઇન ડેના અઠવાડિયા પહેલાથી જ ચાલુ થઇ જતી હોય છે, 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઇન વીક મનાવવામાં આવે છે, જેમાં રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે જેવા તમામ દિવસો ઉજવાય છે , તો જાણો કયો દિવસ ક્યારે અને કેવી રીતે ઉજવાય છે.
રોઝ ડે
રેડ રોઝ પ્રેમનો પ્રતિક હોય છે એટલે જ આ દિવસે તમે જેમને પ્રેમ કરતા હોવ એને રેડ રોસ આપીને તમારા પ્રેમનો એકરાર કરો છો. આ દિવસ માત્ર પ્રેમીઓ માટે સીમિત નથી, તમે પીળો તથા સફેદ રંગનો રોઝ તમારા ફેન્ડ તથા જેમને તમે ખુબ માન આપતા હોવ તેને આપી શકો છો.
પ્રપોઝ ડે
વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ પ્રપોઝ ડે નામથી ઉજવાય છે. જયારે પ્રેમી અને પ્રેમિકા તેમના પ્રેમનો એકરાર કરે છે. ઘુટને બેસીને પ્રેમનો એકરાર કરવાનું તો વર્ષોથી ખૂબ પ્રખ્યાત છે પરંતુ આ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપના જમાનામાં હવે બધા વિડીયો કોલ પર વાત કરી ઓનલાઈન પાર્સલ મોકલતા હોય છે. જો તમે પણ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હોવ તો ઉદાસ ન થાવ પ્રપોઝ કરવા માટે જુની પણ ખૂબ અસરકારક રીત આપવાની શકો છો. પોતાનો પ્રેમ વ્યક્ત કરવા તમરા પાર્ટનરને તમારી મનની ભાવનાઓ એક લેટરમાં લખીને પણ દર્શાવી શકો છો, આમ કરવાથી તમારા પાર્ટનરને ખૂબ જ સ્પેશ્યલ ફીલ થશે.
ચોકલેટ ડે
ચોકલેટ ડે વેલેન્ટાઇન વીકનો ત્રિજો દિવસ હોય છે, જેમાં તમે તમારા પાર્ટનરની મન ગમતી ચોકલેટ તેમને ભેટ કરો છો. રોઝ ડેની જેમ ચોકલેટ ડે પણ ખાલી પ્રેમી અને પ્રેમિકા સુધી સિમીત નથી હોતો, તમે તમારા ફ્રેન્ડ, કલીગ, ફેમિલી ને ચોકલેટ આપીને તમારી ભાવના વ્યક્ત કરી શકો છો.
ટેડી ડે
10 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન વીકના ચોથા દિવસે ટેડી ડે હોય છે. જો કે હવેના બદલાતા જમાનામાં વિવિધ પ્રકારના સોફ્ટ ટોઈઝ જોવા મળે છે. જેમાં બધા જ પ્રકારના કાર્ટૂન, પ્રાણીઓ વગેરે જોવા મળે છે. જે મહિલાઓને ખૂબ જ ગમતું હોય છે.
પ્રોમિસ ડે
વેલેન્ટાઇન ડેનો પાંચમો દિવસ પ્રોમિસ ડે તરીકે ઉજવાય છે. આ દિવસે લવર્સ અને મેરીડ કપલ એક બીજાને આજીવન પ્રેમ કરવાની કસમ આપે છે. તે ઉપરાંત આ ટેકનીકલ યુગમાં પ્રોમિસ પણ એડવાન્સ થઇ રહી છે. જેમકે હવે કપલ્સ એક બીજાને અજીબો ગરીબ પ્રોમિસ આપતા હોય છે. જેમ કે બન્ને જોડે હોય ત્યારે મોબાઇલ ફોન બાજુમાં મૂકી દેવાની કસમ, જયારે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં એક બીજાને નિયમિત કલાક માટે વિડીઓ કોલ કરવાની કસમ.
હગ ડે
વેલેન્ટાઇન ડેના બે દિવસ પહેલા એટલે કે 12 ફેબ્રુઆરી એ હગ ડે મનાવામાં આવે છે. આ દિવસે તમે તમારા સાથીને ગળે ભેટીને તમારો પ્રેમ વ્યક્ત કરો છો. જો તમે સિંગલ હોવ તો ચિંતા ન કરવી, રોઝ ડે અને ચોકલેટ ડે ના જેમ તમે પણ આ દિવસ માનવી શકશો. તમારા ફ્રેન્ડસ અને ફેમીલીને ગળે મળીને પણ આ દિવસ ઉજવી શકો છો.
કિસ ડે
વેલેન્ટાઇન ડેનો સાતમો દિવસ કિસ ડે તરીકે ઉજવાય છે. જેમાં તમે જેમને પણ પ્રેમ કરતા હોવ તેમના હાથ અથવા માથે ચૂમીને તેમને બતાવો છો કે તેઓ તમારા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે.
વેલેન્ટાઇન ડે
14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેથી વેલેન્ટાઇન વીકની સમાપ્તિ થાય છે. આ દિવસે કપલ વધુ ને વધુ સમય એક બીજા સાથે વિતાવે છે અને અલગ અલગ એક્ટિવિટી કરીને પોતાના પ્રેમનો એકરાર કરીને પાર્ટનરને કંઈક અલગ કરીને સ્પેશ્યલ ફિલ કરાવે છે.