For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Roommate Syndrome: જાણો રૂમમેટ સિન્ડ્રોમ એટલે શું અને તેનાથી બચવાના ઉપાય, દંપતીમાં થવાની શક્યતા

Updated: Dec 19th, 2023

Roommate Syndrome: જાણો રૂમમેટ સિન્ડ્રોમ એટલે શું અને તેનાથી બચવાના ઉપાય, દંપતીમાં થવાની શક્યતા

Image Source: Freepik

અમદાવાદ, તા. 19 ડિસેમ્બર 2023 મંગળવાર

લગ્ન બાદ નવા પાર્ટનર સાથે હરવુ-ફરવુ અને સમય વિતાવવો ખૂબ રોમાંચક હોય છે પરંતુ જ્યારે હનીમૂન ફેઝ ખતમ થઈ જાય છે તો એકબીજા સાથે રહેવાનો ઉત્સાહ પણ ઓછો થવા લાગે છે. આ સમયે રૂમમેટ સિન્ડ્રોમ થઈ શકે છે. રૂમમેટ સિન્ડ્રોમ એક રિલેશનશિપ એટલે દંપતીને જ થાય છે. આવુ થવાથી સંબંધોમાં રોમાંચ ઓછો થવા લાગે છે. સરળ શબ્દોમાં સમજીએ તો રૂમમેટ સિન્ડ્રોમનો અર્થ દંપતી વચ્ચે નવાપણુ કે ઉત્સાહ ઓછો થવા લાગે છે. તેઓ પ્રેક્ટિકલ લાઈફ જીવવાનું શરૂ કરી દે છે અને પોતાના સંબંધોને વધુ પ્રાથમિકતા આપતા નથી. 

રિલેશનશિપ એક્સપર્ટ્સ અનુસાર દંપતી જાણીજોઈને ક્યારેય પણ પોતાના સંબંધોને ખરાબ કરતા નથી, બસ તેમની વચ્ચે ઉત્સાહ ઘટી જાય છે. દરમિયાન ઘણી બાબતો પર ધ્યાન આપવાની જરૂર હોય છે. ઘરને મેનેજ કરવુ, બાળકોનું પાલન-પોષણ કે પરિવારની સારસંભાળ આમાં જ આવે છે. સમય અને જવાબદારીઓની સાથે શરૂઆતી દિવસોવાળો પ્રેમ ઓછો થવો સામાન્ય છે. જવાબદારીઓની વચ્ચે લોકો પાર્ટનર માટે સમય કાઢવાનું જ ભૂલી જાય છે.

રૂમમેટ સિન્ડ્રોમથી બચવાની રીત

1. સાથીની પસંદનો ખ્યાલ રાખો

હંમેશા પોતાના સાથીની પસંદ વાળી વસ્તુઓને યાદ રાખો. ભલે વ્યસ્તતા હોય પરંતુ તેમની નાની-નાની બાબતોનો ખ્યાલ રાખીને તમે પોતાના સંબંધને ખૂબ મજબૂત બનાવી શકો છો. જ્યારે તમે પાર્ટનરની પસંદનો ખ્યાલ રાખો છો તો તેમની સાથે સંબંધ મજબૂત થાય છે.

2. નાની-નાની બાબતોથી ખુશ કરો

નાની-નાની વાતોનો ખ્યાલ રાખીને સંબંધોમાં નવાપણુ જાળવી શકાય છે. પાર્ટનરના નાના-નાના ઈશારા સમજવા પણ સંબંધોને મજેદાર બનાવી શકે છે. જેમ કે જો પાર્ટનરને પિત્ઝા ખાવાનું મન છે અને બહાર લઈ જઈ શકતા નથી તો તેમના માટે ઘરે જ પિત્ઝા લઈને સરપ્રાઈઝ આપી શકો છો. આ નાની વાત પણ તેમને અનુભવ કરાવી શકે છે કે તમે તેમની સાથે છો.

3. સમાન બાબતોથી બચો

પોતાની દિનચર્યામાં તમે સમાન રૂટીન ફોલો કરી શકો છો પરંતુ સંબંધોમાં આવુ ચાલતુ નથી. તેથી ક્યારેય પણ સમાન કાર્યથી બચવુ જોઈએ. ક્યારેક તેમના માટે કંઈક ભોજન લાવી શકો છો કે ક્યારેક માર્કેટમાંથી કંઈક લાવી શકો છો. તેનાથી સંબંધો ખૂબ મજબૂત બને છે.

Gujarat