FOLLOW US

માત્ર એક ચોકલેટથી ફરી તમારા પાર્ટનરનું દિલ જીતી શકો છો, જાણો કઈ રીતે

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14મી ફેબ્રુઆરી એ પ્રેમીઓ માટે ઉજવાતો ખાસ દિવસ

પાર્ટનર માટે તેમની મનગમતી ચોકલેટનો બુકે કસ્ટમાઇઝ પણ કરાવી શકાય

Updated: Feb 8th, 2023

તા. 8 ફેબ્રુઆરી 2023, બુધવાર

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14મી  ફેબ્રુઆરી એ પ્રેમીઓ માટે ઉજવાતો ખાસ દિવસ છે. પરંતુ વેલેન્ટાઇન ડે પહેલાનાં આખા અઠવાડિયાને વેલેન્ટાઇન વિક તરીકે ઉજવવામાં આવે છે. તેમા પણ રોઝ ડે અને પ્રપોઝ ડે પર પ્રેમિઓ ખૂબ રોમેન્ટિક રીતે ઉજવે છે અને હવે વારો ચોકલેટ ડે ઉજવવાનો આવી રહ્યો છે, તો જાણો કઈ રીતે તમે તમારા પાર્ટનરનું દિલ માત્ર એક ચોકલેટ આપવાથી જીતી શકો છો.

ચોકલેટ બુકે

હવે તો બધા જ ગિફ્ટ શોપ તથા બેકરી પર તમને ચોકલેટનો બુકે તૈયાર મળે છે. તમારા પાર્ટનર માટે તેમની મનગમતી ચોકલેટનો બુકે કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો. તેમજ તેમની મનપસંદ ચોકલેટ્સ લઈને ફ્લાવર શોપ પર જઈને તેમના મનપસંદ ફૂલોના બુકેમાં ચોકલેટ્સ પણ શામિલ કરાવીને ગિફ્ટ આપી શકો છો.

હોમમેડ ચોકલેટ 

જો તમારે કોઈનું દિલ જીતવું હોય તો સૌથી શ્રેષ્ટ વિકલ્પ છે કે, તમારા હાથે ઘરે ચોકલેટ બનાવીને એક ગિફ્ટ બોક્સમાં પેક કરીને ગિફ્ટ કરી શકો છો. તમારા હાથથી બનાવેલી ચોકલેટ મીઠી બની હશે કે નહિં પરંતુ તમારા આ સ્પેશિયલ પ્રયત્નના કારણે તમારા સંબંધમાં ચોક્કસથી મીઠાશ વધશે.  

કસ્ટમાઇઝ ચોકલેટ 


લોકલ બેકરીઝમાં તમે તમારા પાર્ટનરના પસંદની ફ્લેવર તથા સામગ્રીને લઇને ચોકલેટ બનાવડાવી શકો છો. જેમકે જો તેમને ડાર્ક ચોકલેટ ખૂબ ભાવતી હોય તો તેમાં તેમના ફેવરીટ ડ્રાયફ્રૂટને ઉમેરીને ચોકલેટને પર્સનલ ટચ આપી તમારા સાથીને બેસ્ટ સરપ્રાઈઝ આપી શકો છો.

ચોકલેટ બોક્સ 


જો તમને ન ખબર હોય કે તમારા પાર્ટનર અથવા ક્રશની ફેવરીટ ચોકલેટ કઈ છે તો ચિંતા ન કરો, તમે હાર્ટ આકારનું બોક્ષ લઈને તેમાં બધા જ ફ્લેવરની ચોકલેટ પેક કરી શકો છો. તે ઉપરાંત તમારા પાર્ટનરનું નામ અથવા કોઈ સ્પેશિયલ મેસેજ બોક્ષ પર પ્રિન્ટ કરાવીને તેમને સ્પેશિયલ ફિલ કરાવી શકો છો.

ક્યુટ નોટ   

     

ઉપર દર્શાવેલ કોઈપણ રીત અપનાવો અથવા તો માત્ર રૂટીન ચોકલેટ પણ આપો તો 'ચેરી ઓન ટોપ' જેવું કરવા માટે બસ એક ક્યુટ નોટમાં તમારી ભાવનાઓને લખીને ચોકલેટ સાથે ગિફ્ટ કરવાથી તમારા પાર્ટનરને સ્પેશિયલ ફિલ કરાવી શકો છો, આવુ કરવાથી તમારા જીવનમાં તેમનું મહત્વ દર્શાવી શકો છો.

Gujarat
English
Magazines