FOLLOW US

ટેકનોલોજીની જાળમાં ફસાઈ રહ્યા છે બાળકો, મોબાઈલ આપતા પહેલા આ 3 બાબતો પર કરો નજર

ટેકનોલોજી આપણી જીંદગીને સરળ તો બનાવે છે પણ તેના કેટલાક ગેરફાયદા પણ છે

સોશિયલ મીડીયા ખૂબ આસાનીથી બાળકોના વિચારો અને વ્યવહાર બદલી નાખે છે

Updated: Feb 16th, 2023

Image Envato

તા. 16 ફેબ્રુઆરી 2023, ગુરુવાર 

આજકાલ ટેકનોલોજીનો ઉપયોગ એટલી હદે વધી રહ્યો છે કે તેના પર કટ્રોલ કરવો જરુરી છે. ટેકનોલોજી આપણી જીંદગીને સરળ છે અને ટેકનોલોજીના જેટલા ફાયદા છે, તો તેના કેટલાક ગેરફાયદા પણ છે. જેથી આપણે સતર્ક રહી ખ્યાલ રાખવો જરુરી છે. નહી તો તેનું પરિણામ ભયાનક આવી શકે છે. આજે બધા જ લોકો મોટાભાગનો સમય ટેકનોલોજી પાછળ પસાર કરે છે. પરંતુ આવામાં તેની ભયાનકતા સમજવી જરુરી છે. અને કાસ કરીને ટેકનોલોજીથી બાળકો પર શું અસર થઈ રહી છે તે દરેક માતા-પિતા જોઈ રહ્યા છે. 

આમ તો ટેકનોલોજી વગર જીવન અંધકાર જેવુ છે. પરંતુ ટેકનોલોજીના જેટલા ફાયદા છે તેનાથી ચારગણુ નુકશાન પણ છે. માટે ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવો તે મહત્વનું છે. અને તેમાં તમારા બાળકને સુરક્ષિત રાખવા ખૂબ જરુરી છે. 

બાળકોને સોશિયલ સાઈટોથી દુર રાખો 

બાળકોને સોશિયલ મીડીયાથી દુર રાખો. સોશિયલ મીડીયા ખૂબ આસાનીથી બાળકોના વિચારો અને વ્યવહાર બદલી નાખે છે. જેથી માતા- પિતાએ  સતત ખૂબ સતર્ક રહેવું જરુરી છે. સોશિયલ મીડીયાથી બાળકો ક્યારે, ક્યાથી અને કેવી રીતે શુ શુ મેળવી રહ્યા છે તેની તમને પણ ખબર નહી પડે. સોશિયલ મીડીયાની એકવાર લત લાગ્યા પછી તેની અસર તેમના સ્વાસ્થય પર પડે છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે તેનાથી બાળકોનું માનસિક સ્વાસ્થય બગડી શકે છે. 

ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ ઓછો કરવો 

આજે ટેકનોલોજીના સમયમાં ઈન્ટરનેટનો વપરાશ ખૂબ વધી ગયો છે જેના કારણે બાળકો થોડા પણ ફ્રી થાય તે તરત જ સોશિયલ મીડીયા મેસેજ અને બ્રાઉજીંગમા વ્યસ્ત થઈ જાય છે. બાળકો યુટ્યુબ પર વીડીયો દેખવા, ઈન્ટરનેટ પર સર્ફિગ કરવુ, ચેટીંગ કરવુ વગેરેમાં ખૂબ વ્યસ્ત રહે છે. આવા સમયે વાલીઓએ તેમના બાળકો પર નજર રાખવી જરુરી છે. 

મોડા સુધી ટીવી જોતા બાળકોને બચાવો 

અત્યારે બાળકો મોડા સુધી ટીવીમા સિરિયલો જોવા માટે બેસી રહે છે. તેમજ કોમ્પ્યુટરમાં ગેમ રમવા માટે વધારે સમય પસાર કરે છે જે ખૂબ હાનિકારક છે. તેનાથી બાળકોની આંખો અને મગજ પર ખૂબ ખરાબ અસર પડે છે. અને એક તારણ મુજબ ગેમથી બાળકોનો શારીરિક વિકાસ ઘટી જાય છે. એટલે બાળકોને ગેમ અને ટીવી જોવા માટે મોડા સુધી બેસવા દેવા તેમની જીંદગી સામે ચેડા કરવા બરાબર છે. 

Gujarat
English
Magazines