Dharm

35 વર્ષ બાદ સૌથી લાંબુ દુર્લભ સૂર્યગ્રહણ થશે, શું ભારતમાં પણ અંધારું છવાશે?

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
આગામી 2 ઓગસ્ટ 2027ના રોજ દુર્લભ પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. જ્યોતિષીઓ અનુસાર, આ ગ્રહણ 6 મિનિટ 23 સેકન્ડ સુધી ચાલશે, જે 1991 પછીનું સૌથી લાંબુ ગ્રહણ હશે. યુરોપ, ઉત્તરી આફ્રિકા અને મધ્ય પૂર્વમાં પૂર્ણ ગ્રહણ દેખાશે, જ્યારે ભારતમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. આ ઘટના સમયે આંખોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું.

Summarized by AI; it may make mistakes. Check important info

35 વર્ષ બાદ સૌથી લાંબુ દુર્લભ સૂર્યગ્રહણ થશે, શું ભારતમાં પણ અંધારું છવાશે?

Surya Grahan 2026: જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે 2 ઓગસ્ટ 2027ના રોજ દુર્લભ પૂર્ણ સૂર્યગ્રહણ થશે. આ દરમિયાન વિશ્વના કેટલાક ભાગોમાં દિવસના અજવાળા વચ્ચે અંધારું છવાઈ જશે. તમને જણાવી દઈએ કે, જ્યારે ચંદ્ર સૂર્યને પૂરેપૂરો ઢાંકી દેશે, ત્યારે આકાશનો નજારો અચાનક બદલાઈ જશે. આ ગ્રહણનો મહત્તમ સમયગાળો 6 મિનિટ 23 સેકન્ડ સુધીનો હોઈ શકે છે. આટલા લાંબા સમયગાળાના કારણે આ ઘટના ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. જ્યોતિષીઓનું માનીએ તો 1991 પછી આ સૌથી લાંબા સમયગાળાના પૂર્ણ સૂર્યગ્રહણોમાંથી એક હશે. તો ચાલો જાણીએ ભારતમાં આ ગ્રહણ ક્યાં જોવા મળશે અને કયા દેશોમાં પૂર્ણ સૂર્યગ્રહણનો નજારો જોવા મળશે.

ક્યાં-ક્યાં દેખાશે સૂર્યગ્રહણ 2027?

2 ઓગસ્ટ 2027ના રોજ થનારા આ સૂર્યગ્રહણનો નજારો યુરોપ, ઉત્તરી આફ્રિકા અને મધ્ય પૂર્વના કેટલાક ભાગોમાં જોવા મળશે. તેનો મુખ્ય માર્ગ દક્ષિણી સ્પેન અને જિબ્રાલ્ટરથી પસાર થતાં ઉત્તરી આફ્રિકા સુધી પહોંચશે. ત્યારબાદ ચંદ્રની છાયા મધ્ય પૂર્વના કેટલાક ભાગો તરફ વધશે. આ દરમિયાન ચંદ્ર સૂર્યને પૂરેપૂરો ઢાંકી દેશે અને કેટલાક સમય માટે અંધારુ છવાઈ જશે.

શું ભારતમાં દેખાશે સૂર્યગ્રહણ?

ભારતમાં પણ 2 ઓગસ્ટ 2027ના રોજ સૂર્યગ્રહણ જોઈ શકાશે, પરંતુ અહીં પૂર્ણ સૂર્યગ્રહણનો નજારો જોવા નહીં મળે. દેશના જુદા જુદા ભાગોમાં આંશિક સૂર્યગ્રહણ દેખાવાની શક્યતા છે. એનો અર્થ એ થાય કે સૂર્યનો કેટલોક ભાગ ચંદ્રની પાછળ છુપાયેલો દેખાશે, જ્યારે બાકીનો ભાગ ચમકતો રહેશે. દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં પણ એનો નજારો જોવા મળી શકે છે.

2027 પછી ક્યારે દેખાશે આગામી પૂર્ણ સૂર્યગ્રહણ?

સૂર્યગ્રહણની આવી ઘટનાઓ નિયમિત અંતરાલ પર થતી રહે છે, પરંતુ કોઈ ખાસ સ્થળેથી પૂર્ણ સૂર્યગ્રહણ જોવું સરળ હોતું નથી. 2027 પછી 22 જુલાઈ 2028ના રોજ પણ પૂર્ણ સૂર્યગ્રહણ થશે. એનો માર્ગ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના કેટલાક ભાગોમાંથી પસાર થશે. જોકે, 2028માં થનારા ગ્રહણનો મહત્તમ સમયગાળો 2027ના ગ્રહણ કરતાં ઓછો હશે.

સૂર્યગ્રહણ જોતી વખતે આટલું ધ્યાન રાખો

આ દરમિયાન આંખોની સુરક્ષાને અવગણવી નહીં. કોઈ પણ સુરક્ષા વગર સૂર્યને સીધો જોવાથી આંખોના રેટિનાને ગંભીર નુકસાન પહોંચી શકે છે. તમે ગ્રહણ જોવા માટે સોલર એકલિપ્સ ગ્લાસ અથવા ખાસ સોલર વ્યુઅરનો ઉપયોગ કરી શકો છો. જણાવી દઈએ કે સામાન્ય સનગ્લાસ સૂર્યગ્રહણ જોવા માટે સંપૂર્ણ સુરક્ષિત નથી હોતા.