પાપડી-કંદોનું ક્લાસિક કોમ્બો એટલે વલસાડનું ઊંબાડિયું

Updated: Jan 21st, 2023


- શોધ સંશોધન - વસંત મિસ્ત્રી

શિ યાળાની ઋતુ આવે એટલે ભૂખ ખૂબ લાગે અને શક્તિદાયક અવનવી વસ્તુઓ ખાવાનું મન પણ ખૂબ થાય. એક તરફ અમદાવાદીઓ કચરીયુ, અડદીયુ અને તલની વાનગી પર ઊતરી પડે તો સુરતીઓ પૌંક-સેવ, પૌંક વડા જેવી વાનગીની મસ્તી માણે. આ સાથે જ ઊનાળામાં આફુસની મસ્તી માણતું વલસાડ શિયાળામાં ''ઊબાડિયુ'' નામની આઈટમ પર તૂટી પડે... સાંજની પાર્ટીમાં ઊંબાડિયું અચૂક હોય. સમજ્યા ને ?

ઊંબાડિયું દક્ષિણ ગુજરાતની ઓળખ છે. પાપડી અને વિવિધ કંદોને કુદરતી બળતણ પર બાફીને ખવાતી આ વાનગી ઓઈલ ફી હોય છે. ઊધિયાથી આ આઈટમ અલગ હોય છે. ઊધિંયુ તેલમાં તરબોળ હોય છે જ્યારે ઊંબાડિયું તેલ વિનાનું બફાયેલુ તીખુ તમતમતું હોય છે...!!

વલસાડ-વાપી-ડુંગરી અને નવસારીના હાઈવે પર ઊબાડિયાનો ૨૫ કરોડનો ગૃહ ઉદ્યોગ ચાલે છે. તમે ત્યાંથી પસાર થાવ તો ઊબાડિયાના સ્ટોલ જોવા મળે છે. આ વેજીટેબલ-આઈટમ હોવા છતાં કેટલાંક લોકો તેને નોન-વેજ બનાવીને પણ ખાય છે પરંતુ તેમાં એની બ્યુટી ખલાસ થઈ જાય છે. બેટર એવો ઈડ.

આ વિસ્તારની પ્રજા ઊંબાડિયાથી બાળપણથી ટેવાયેલી હોય છે એટલે દેશમાં ગમે ત્યાં રહેતી હોય તો પણ શિયાળામાં અહી અચૂક આવે છે. ઊબાડિયુ ગરમ ગરમ ખાવું. સવારનું ઊબાડિયું સાંજે બગડી જાય છે. ડીસેમ્બરથી માર્ચ સુધી આ રેસીપી ચાલે છે એટલે તમે ચૂકી ના જતા.

ઊબાડિયુ શિયાળાનો પૌષ્ટિક આહાર છે. કંદમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે. પાપડીમાંથી પ્રોટીન-મિનરલ્સ મળે છે. સક્કરીયું એક સરસ એન્ટાસિક છે. પાપડી વાયડી ના પડે તે માટે તેને અજમાનું લેઅર આપવામાં આવે છે.

તમને ઉબાડિયું બનાવવાનો શોખ થાય તો તેની સામગ્રી અને રીત વિશે જાણી લો. યાદ રાખજો કે તમારી પાસે લાકડાં, ઘાસ અને છાણાં-જેવું બળતણ અને માટીનું નાનું માટલું હોવું જરૂરી છે. ફાર્મહાઉસમાં તે મળી રહેશે.

તમે સૌ પ્રથમ મીક્સ પાપડી, સક્કરીયા કંદ, બટાકા, રીંગણ, મીઠું, અજમો, લીલા મરચા

લીલા ધાણાં, લીંબુ, લસણ, કલાર (વનસ્પતિ) કમ્બોઈ (વનસ્પતિ) અને માટલું તૈયાર રાખો. જેટલી સામગ્રી તાજી એટલું ઉબાડિયું સુગંધીદાર બનશે. બનાવવાની રીત આ પ્રમાણે છે.

સૌ પ્રથમ બધા શાકભાજી બરાબર ધોઈ લો. પાપડી પર મીઠુ અને અજમો બરાબર ચોળી લો. મીકસરમાં મીઠું, ધાણા, લસણ, મરચાને મીક્સ કરી આ મસાલો રીંગણ, બટાકામાં ભરો, આ મસાલો કંદ, શક્કરીઆમાં પણ ઓળવો.

વનસ્પતિઓ ધોઈને નીતરતી અવસ્થામાં જ માટલામાં અંદર, ગોઠવો તેમાં પાપડીનું સ્તર કરી બટાકા, રીંગણ, સક્કરીઆ કંદ ગોઠવો. ઉપરનો ભાગ વનસ્પતિથી ઢાંકી દો. ખાડામાં માટલું ઊંધુ કરી લાકડાં-છાણાંને સળગાવી તેની ઉપર બાફો. બસ લાંબો સમય બાફી મઠો, લીલી ચટણી (ધાણાંની), અને મરચાં સાથે માણો. ઠંડીની વાનગી ઠંડીમાં જ માણી લેજો...!


    Sports

    RECENT NEWS