કટાક્ષ કથા

એક મોટી ફેકટરીમાં કેટલાક યુવાનોની ભરતી કરવાની હતી. ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લેવાનો હતો. દ્રસ્ટી પોતાને પ્રામાણિક માનતા હતા. એટલે તેમણે ઇન્ટરવ્યૂ લેનારા સહયોગીઓને કહી દીધું કે આ ઇન્ટરવ્યૂમાં મારા જમાઈ દિનેશચંદ્ર ઉમેદવાર છે એટલે હું હાજર નહિ રહું. પક્ષપાત ના થાય તે જોશો. જો એના જવાબ સાચા ને યોગ્ય લાગે તો જ તેમને પસંદ કરજો. મારે સસરાગીરી કરવી નથી. ઇન્ટરવ્યૂમાં જમાઈનો વારો આવ્યો
સવાલ : દિનેશચંદ્ર તમારું નામ ?
'હાજી'
'ચીન અને ભારતના સંબંધો વિશે કશું જાણો છો ?'
'જી. ના. કશું જાણતો નથી.'
પ્રશ્ન : મોંઘવારી હજી વધશે એવું તમે માનો છો ?
'હા જરૂર વધશે.'
'કરેક્ટ'
પ્રશ્ન : આપણા દેશના વડાપ્રધાન કોણ છે ?
જવાબ : નરેન્દ્ર મોદી
'કરેક્ટ'
જમાઈના બધા જવાબ સાચા ગણવામાં આવ્યા. સસરાને વધામણી આપી : 'જમાઈ બહુ સ્માર્ટ છે. બધા સવાલના જવાબ બરાબર આપ્યા. અને જમાઈ પસંદ થઇ ગયા.'

