Ravi Purti

એક સ્વપ્ને બદલી નાખ્યો શરીર વિજ્ઞાનનો ઈતિહાસ

By GS Team
24 Oct 20264 mins read
એક સ્વપ્ને બદલી નાખ્યો શરીર વિજ્ઞાનનો ઈતિહાસ
  • અગોચર વિશ્વ-દેવેશ મહેતા
  • હું એવો અભિપ્રાય ધરાવું છું કે આપણે કોઈપણ નવો સિદ્ધાંત આપીએ તે પહેલાં આપણી પાસે સારી રીતે પ્રમાણિત થયેલા તથ્યોનો ઘણો મોટો સંગ્રહ હોવો જરૂરી છે

‘In the first place, we must not look for what we want to find, but we must look for what is there.''
સૌ પ્રથમ તો આપણે જે શોધવા માંગીએ છીએ તે નથી જોવાનું, પરંતુ વાસ્તવમાં ત્યાં જે છે તે જોવાનું છે.'
'The story shows that one should not stop thinking, not even during sleep.'
(મારા પ્રયોગની) આ ઘટના દર્શાવે છે કે માણસે ક્યારેય વિચારવાનું બંધ ન કરવું જોઈએ, ઊંઘતી વખતે પણ નહીં.'
'Discovery is the result of a prepared mind.'
'શોધ એ હમેશાં પૂર્વ-તૈયાર (જાગૃત) મનનું પરિણામ
હોય છે.'
-otto loewi
(ઓટો લોવી)
‘The Text book of science is never a closed book, each generation writes its own chapters.'
વિજ્ઞાનનું પાઠયપુસ્તક ક્યારેય બંધ થતું પુસ્તક નથી, દરેક નવી પેઢી તેમાં પોતાના પ્રકરણો ઉમેરે છે.'
The future will show it in such measure as to justify the faith in which Alfred, Nobel linked physiology and medicine ભવિષ્યમાં આ સંશોધનનું મહત્વ એટલું સ્પષ્ટ થશે કે શરીરવિજ્ઞાન અને ચિકિત્સાને એકસાથે જોડવાના આલ્ફ્રેડ નોબેલના વિચારની સાર્થકતા સાબિત થશે.
‘I take the view however that we need a much larger array of well authenticated facts before we can the theorize.
હું એવો અભિપ્રાય ધરાવું છું કે આપણે કોઈપણ નવો સિદ્ધાંત આપીએ તે પહેલાં આપણી પાસે સારી રીતે પ્રમાણિત થયેલા તથ્યોનો ઘણો મોટો સંગ્રહ હોવો જરૂરી છે.
Sir Henry Hallett Da ની 'સર હેનરી હેલેટ ડેલ'
૧૯૩૬નો ફિઝિયોલોજી અથવા મેડિસિન (તબીબ વિજ્ઞાન) નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે ઓટો લોવી અને સર હેનરી હેલેટ ડેલ ને આપવામાં આવ્યો હતો. તેમને આ સર્વોચ્ચ પુરસ્કાર ચેતા આવેગોના રાસાયણિક પ્રસારણ (chemical tranmission of nerve impulses) સંબંધિત મહત્વપૂર્ણ શોધ માટે એનાયત કરાયો હતો. ઓટો લોવી (૧૮૭૩-૧૯૬૧) જર્મનીમાં જન્મેલા અને પાછળથી ઓસ્ટ્રિયામાં રહેલા ફાર્માકોલોજિસ્ટ હતા અને સર હેનરી હેલેટ ડેલ (૧૮૭૫-૧૯૬૮) યુનાઈટેડ કિંગ્ડમ (બ્રિટન)ના ફાર્માકોલોજિસ્ટ અને ફિઝિયોલોજિસ્ટ હતા.
આ શોધ પહેલાં વિજ્ઞાનીઓ એવું માનતા હતા કે આપણા મગજ અને ચેતાતંત્ર (Nervous system)માં સંદેશાઓ માત્ર વિદ્યુત તરંગો (electrical impulses) દ્વારા જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે, પરંતુ આ બન્ને વિજ્ઞાનીઓએ સાબિત કર્યું કે આ પ્રક્રિયામાં રસાયણો (chemicals) મુખ્ય ભાગ ભજવે છે જેને આજે આપણે ન્યુરોટ્રાન્સમીટર (Neurotransmitter) તરીકે ઓળખીએ છીએ.
ઓટો લોવીએ આ પ્રક્રિયાને સાબિત કરવા માટે એક ઐતિહાસિક પ્રયોગ કર્યો હતો જે પ્રસંગ ખૂબ જ રસપ્રદ છે. ૧૯૨૦માં ઈસ્ટરના તહેવારની આગલી રાત્રે ઓટો લોવી નિદ્રાધીન હતા ત્યારે તેમણે સ્વપ્ન જોયું જેમાં એક અદ્ભુત પ્રયોગની વિગતો દેખાઈ. તે અડધી રાત્રે અચાનક જાગી ગયા તેમણે કાગળના એક ટુકડા પર પ્રયોગની વિગતો લખી લીધી અને પાછા સૂઈ ગયા. સવારે જ્યારે તે જાગ્યા ત્યારે તે જાણીને ખૂબ નિરાશ થયા કે તે પોતે જ પોતાના અક્ષર ઉકેલી શકતા નહોતા અને સ્વપ્નમાં જે જોયું તે પણ ભૂલી ગયા હતા. તે દિવસ તેમના માટે ખૂબ નિરાશાજનક હતો.
તેમના સદ્ભાગ્યે તેની પછીની રાત્રે તેમને ફરીથી બરાબર એ જ સ્વપ્ન આવ્યું. આ વખતે તેમણે કોઈ ભૂલ ન કરી. તે પાછા સૂઈ ન ગયા. તે રાત્રે ૩ વાગે પથારીમાંથી ઊભા થઈ દોડીને પોતાની લેબોરેટરીમાં પહોંચી ગયા. તેમણે સ્વપ્નમાં જોયા મુજબ રાત્રે જ દેડકાના બે હૃદય પર પ્રયોગ શરૂ કર્યો તેમણે પહેલા હૃદયના દેડકાના હૃદયને તેની મુખ્ય ચેતા. (Vags Nerve) સાથે બહાર કાઢયુંં અને તેને સોલ્યુસન (મીઠાના દ્વાવણ)માં રાખ્યું. જ્યારે તેમણે વેગસ ચેતાને ઈલેક્ટ્રિક કરંટ આપીને ઉત્તેજિત કરી ત્યારે હૃદયના ધબકારા ધીમા પડી ગયા. તે પછી તેમણે તે હૃદયની આસપાસનું પ્રવાહી લીધું અને તેને બીજા દેડકાના હૃદયમાં ટ્રાન્સફર કર્યું જેની વેગસ નર્વ કાઢી નાંખવામાં આવી હતી. અદ્ભુત રીતે બીજા હૃદયના ધબકારા પણ કોઈપણ ઈલેક્ટ્રિક સ્ટીમ્યુલેશન વગર ધીમા પડી ગયા.
આ પ્રયોગથી સાબિત થયું કે જ્યારે વેગસ ચેતાને ઉત્તેજિત કરવામાં આવશે ત્યારે તેમાંથી કોઈ કેમિકલ મુક્ત થાય છે જે ધબકારા ધીમા કરે છે. લોવીએ આ રસાયણને વેગસ સ્ટોફ (vagusstoff) નામ આપ્યું હતુ.
સર હેનરી હેલેટ ડેલે ઓટો લોવીના આ સંશોધનને આગળ વધાર્યું અને તેને સંપૂર્ણ વૈજ્ઞાનિક આધાર આપ્યો. હેનરી ડેલે સાબિત કર્યું કે ઓટો લોવીએ જે વેગસસ્ટોફ શોધ્યો હતો તે વાસ્તવમાં એસીટાઈલકોલાઈન (Acetylcholine) નામનું રસાયણ છે. આ માનવ ઈતિહાસમાં શોધાયેલું સૌ પ્રથમ ન્યુરોટ્રાન્સમીટર (ચેતાપ્રેષક દ્રવ્ય) હતું. હેનરી ડેલે એ પણ શોધી કાઢ્યું કે જ્યારે આપણા મગજમાંથી કોઈ સંદેશો સ્નાયુઓ સુધી પહોંચે છે (જેમ કે હાથ હલાવવો) ત્યારે આ રસાયણ જ ચેતા (નર્વ) અને સ્નાયુઓ વચ્ચે જોડાણ (કનેક્શન) બનાવે છે. આ શોધના કારણે જ ખબર પડી કે દવાઓ શરીરના ચેતાતંત્ર પર કેવી રીતે અસર કરે છે. બ્લડપ્રેશર, હૃદયના રોગો અને માનસિક બીમારીઓની ઘણી દવાઓ આ સિદ્ધાંત પર જ બનાવવામાં આવી છે. સ્નાયુઓની નબળાઈ (Myasthenia Gravis), પેરાલિસસ અને અલ્ઝાઈમર (ભૂલી જવાની બીમારી) જેવા રોગોની સારવાર સમજવામાં આ સંશોધન પાયાનો પથ્થર સાબિત થયું. એસિટાઈલકોલાઈન ન્યુરોટ્રાન્સમીટર સ્નાયુઓના હલનચલન સાથે યાદશક્તિ જાળવવાનું કામ કરે છે. ડોપામાઈન (Dopamine) ન્યુરોટ્રાન્સમીટર આપણને ખુશી અને મોટિવેશનો અહેસાસ કરાવે છે તેને ફીલ-ગુડ કેમિકલ (Feel-good chemical). કહેવાય છે. સેરોટોનિન (serotonin) ટ્રાન્સમીટર આપણો મૂડ સારો રાખે છે અને ઊંઘને નિયંત્રિત કરે છે. ઓટો લોવીએ કહ્યું હતું - એક સ્વપ્નએ જ મને નોબેલ પ્રાઈઝ અપાવ્યું. એની વિગતો થકી કરાયેલા પ્રયોગોએ જે ચિકિત્સા વિજ્ઞાનના ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરાઈ ગયો અને નવા સંશોધનો માટેની દિશા ખૂલી ગઈ.