Rajkot

ગોંડલમાં યુવાનને ઊંધો લટકાવી પટ્ટા વડે માર મારી, માફી મગાવી

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
ગોંડલના રણછોડનગરમાં રહેતા 19 વર્ષીય બ્રિજેશ જેઠવાને તેની મહિલા મિત્રના પ્રેમી ગૌતમ વાઘેલાએ અન્ય 3 મિત્રો સાથે મળીને ગોંડલી નદીના કાંઠે માર માર્યો હતો. તેઓએ બ્રિજેશને પટ્ટા વડે ફટકારી, નદીના પાળે ઊંધો લટકાવી, છરીની અણીએ માફી મગાવી વીડિયો ઉતાર્યો અને ધમકી આપી હતી. પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોંડલમાં યુવાનને ઊંધો લટકાવી પટ્ટા વડે માર મારી, માફી મગાવી

ગોંડલ : ગોંડલનાં રણછોડનગરમાં રહેતા યુવાનને મહિલા મિત્રના ધરાર પ્રેમીએ પટ્ટા વડે બેફામ માર મારી હત્યાના ઇરાદે નદીના પાળે ઉંધો લટકાવીને છરીની અણીએ માફી મગાવી વીડિયો ઉતારી લીધો હતો. એ પછી પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. જે અંગે ચાર શખસો સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.ચારેયને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
રેલવે સ્ટેશન નજીક લાલપુલ પાસે રહેતા બ્રિજેશ કમલેશભાઈ જેઠવા નામના૧૯વર્ષીય યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગૌતમ મહેન્દ્ર વાઘેલા, મિલન ભનુ ઝાલા, સ્મિત ઉર્ફે રાજા હરસુખ પરમાર અને રોનક જયેશ પરમારનું નામ આપ્યું છે.ફરીયાદમાં જણાવ્યું હતું કે, એક મહીના પહેલા તેની મહિલા મિત્રને ગૌતમ વાઘેલા સંબંધ રાખવા માટે વોટસએપમાં મેસેજ કરતો હતો . તેમજ મહિલા મિત્રની શેરીમાં આંટાફેરા કરતો હોવાથી તેની ફ્રેન્ડે આ બાબતે બ્રિજેશને કહ્યું હતું કે, હું તેની સાથે સબંધ રાખવા માંગતી નથી એટલે તેને તમે કહી દો કે, મને મેસેજ ના કરે કે અમારી શેરીમાં આંટાફેરા ન કરે તેમ કહી યુવાનને આરોપી ગૌતમનો મોબાઈલ નંબર આપ્યો હતો.
ફોન નંબર મળ્યા પછી યુવાને ગૌતમને ફોન કર્યો ન હતો. એ પછી ગૌતમએ બ્રિજેશના મોબાઇલ નંબર મેળવી તેને ફોન કરી કોલેજ ચોકમા મળવા બોલાવ્યો હતો પણ યુવાન મળવા ગયો ન હતો.આ બનાવ બાદ ગઇ તા.૧૯ સોમવારના બપોરના બ્રિજેશ તથા તેના પાડોશમાં રહેતો મિત્ર વત્સલ જોષી ગોંડલી નદીના કાંઠે મેલડીમાંના મંદીરે સાફ સફાઈ કરવા ગયા હતા. દરમિયાન બપોર એકટીવા તથા એક એકસેસ વાહનમાં ગૌતમ મહેન્દ્રભાઈ વાઘેલા, મીલન ભનુભાઈ ઝાલા, સ્મીત ઉર્ફે રાજા હરસુખભાઈ પરમાર તથા રોનક જયેશભાઈ પરમાર એમ ચાર શખ્સો ધસી આવ્યા હતા.એ બધા મયંક, સ્મીત, બ્રિજેશ ને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. ગૌતમ વાઘેલા તથા મીલન ઝાલાએ કમરના પટ્ટા કાઢી ને મારમાર્યો હતો. દરમિયાન યુવાનનો મીત્ર વત્સલ જોષી બચાવવા વચ્ચે પડતા તેને પણ ઇજા થઇ હતી. સ્મીત ઉર્ફે રાજા પરમારેે યુવાનને છરી બતાવી યુવાન પાસે 'તમારા સમાજ વિશે ખરાબ બોલ્યો હતો અને છોકરી બાબતે ઝઘડો કરાવ્યો હતો એટલે મને માર મારેલ છે' તેમ બોલાવી તેનો વીડિયો સ્મીતના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધેલ હતો.