Rajkot

પતિના આડા સંબંધ અને મારકૂટથી ત્રસ્ત બનેલી મહિલાની આત્મહત્યા

By GS Team
13 Nov 20262 mins read
TukuTouch Logo
રાજકોટ : ભગવતીપરામાં રહેતી હિરલબેન નામની ૨૫ વર્ષની પરિણીતાએ ભાઇબીજના દિવસે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પતિ કિરણ લીંબાભાઇ દાતણીયાને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાથી ત્રાસ આપતો હતો. જેને કારણે હિરલે આપઘાત કરી લીધાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પતિના આડા સંબંધ અને મારકૂટથી ત્રસ્ત બનેલી મહિલાની આત્મહત્યા

રાજકોટ : ભગવતીપરામાં રહેતી હિરલબેન નામની ૨૫ વર્ષની પરિણીતાએ ભાઇબીજના દિવસે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પતિ કિરણ લીંબાભાઇ દાતણીયાને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાથી ત્રાસ આપતો હતો. જેને કારણે હિરલે આપઘાત કરી લીધાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.
ગોંડલ ચોકડી પાસે રહેતા પિતા દલાભાઈ ઉધરેજીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પુત્રીના ૨૦૧૮માં લગ્ન થયા હતા. ત્રણેક માસ બાદ પતિએ મારકૂટ કરતાં રિસામણે આવી હતી. તે વખતે સમજાવટ કરી મોકલી દીધી હતી. થોડા વર્ષો સુધી ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો.
એકાદ વર્ષ પહેલા પુત્રી બાળકોને લઇ રિસામણે આવી હતી. તે વખતે પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની જાણ કરી હતી. સાથોસાથ તેને છૂટી કરી દેવી છે તેમ કહી ઝઘડા કરતો હોવાનું પણ કહ્યું હતું. તે વખતે પણ સમજાવટ કરી પુત્રીને સાસરે મોકલી દીધી હતી. તેના થોડા દિવસો બાદ ફરીથી પતિએ પુત્રીને ઢોર માર માર્યો હતો.
જેને કારણે પગમાં ઇજા થતાં સિવિલમાં સારવાર લીધી હતી. અઢી માસ પહેલા પતિએ ઝઘડો કરતાં પુત્રીએ એસીડ પી લીધુ હતું. તે વખતે પણ સમજાવટ કરી મામલો થાળે પાડયો હતો. આખરે ગઇ તા. ૧૧નાં રોજ તેની પુત્રીએ ગળાફાંસો ખાઇ લીધો હતો. તે વખતે પત્ની સાથે મામાની ખબર કાઢવા સોમનાથ જવા નીકળ્યા હતા.
રસ્તામાં પુત્રીએ ત્રણેક વખત કોલ કરી ઘરે આવવાનું કહ્યું હતું પરંતુ જઇ શક્યા ન હતા. ત્યારબાદ પુત્રીએ ગળાફાંસો ખાઇ લીધો હતો. બી ડીવીઝન પોલીસે આરોપી પતિ સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.