Rajkot

ઘઉંના આટાની બેગ લઇ જઇ રૂા.4.30 લાખની ઠગાઇ, જેતપુરના 4 સામે ફરિયાદ

By GS Team
6 Nov 20261 min read
TukuTouch Logo
જસદણના હિતેશભાઈ ભુવા સાથે ઘઉંના લોટની બેગ લઈ 4.30 લાખની ઠગાઈ થઈ છે. જેતપુરના કપિલ નથવાણી, દેવ ગણાત્રા અને ધવલ ધોળકિયા સામે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કપિલ અને દેવ અક્ષર ટ્રેડીંગના નામે 2.39 લાખનું ચુકવણું બાકી રાખી ફરાર થયા છે. જ્યારે ધવલ અને એક અજાણ્યા શખ્સે શ્રી કૃષ્ણા ટ્રેડીંગના નામે 1.90 લાખની ઠગાઈ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘઉંના આટાની બેગ લઇ જઇ રૂા.4.30 લાખની ઠગાઇ, જેતપુરના 4 સામે ફરિયાદ

રાજકોટ : જસદણમાં રહેતા અને ૨૦૨૧ની સાલમાં આટકોટ-જસદણ રોડ ઉપર ભાગીદારીમાં સ્વરા એક્સપોર્ટ નામની ફલોર મીલ ધરાવતા હિતેશભાઈ ભુવા (ઉ.વ.૩૫) પાસેથી ઘઉંના આટાની બેગ લઇ, પેમેન્ટ નહીં કરી, રૂા. ૪.૩૦ લાખની ઠગાઇ કરવા અંગે જેતપુરના કપીલ નથવાણી, દેવ ઉમેશ ગણાત્રા, ધવલ ચીમનલાલ ધોળકિયા અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જેમાં હિતેશભાઈએ જણાવ્યું છે કે જેતપુરમાં અક્ષર ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા કપીલ અને દેવ તેની પાસેથી ઘઉંના આટાની બેગ લઇ જઇ સમયસર પેમેન્ટ કરી દેતા હતા. જેને કારણે વિશ્વાસ બેસી ગયો હતો. છેલ્લા બે બીલના ૨.૩૯ લાખ બાકી રાખ્યા હતા. ઉઘરાણી કરવા જતા ફોન બંધ મળ્યા હતા. વોટ્સએપ કોલમાં સંપર્ક થતા અઠવાડિયામાં પેમેન્ટની ખાતરી આપી હતી. જો કે પેમેન્ટ આપ્યું ન હતું. જેતપુરમાં પેઢીની મુલાકાત લેતા બંધ મળી હતી. બોર્ડ પણ ઉતરી ગયા હતા.
આ જ રીતે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં શ્રી કૃષ્ણા ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા ધવલ અને અજાણ્યો શખ્સ પણ તેની પાસેથી આટાની બેગ લઇ જતા હતા. બંનેએ સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ સંપાદન કરી લીધા બાદ છેલ્લે ૨૦૦ બેગના રૂા. ૧.૯૦ લાખ બાકી રાખ્યા હતા. બંનેએ આજ સુધી ઉઘરાણી કરવા છતાં રકમ નહીં આપતા આખરે ફરિયાદ નોંધાવી હતી.