Rajkot

રાજકોટ: ગોંડલ હાઈવે પર વ્યાજખોરોના ત્રાસથી દંપતીનો આપઘાત, 15 વર્ષનો પુત્ર નોંધારો બન્યો

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટના ગોંડલ હાઈવે પર કલ્પવન સોસાયટીમાં રહેતા 40 વર્ષીય રમેશ ચાવડા અને તેમની પત્ની ભારતીબહેન ચાવડાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કારખાનામાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. દંપતીએ 8 લાખના બદલે 21 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો વધુ પૈસાની માંગણી કરતા હતા. આર્થિક ભીંસ અને ડરને કારણે આ પગલું ભર્યું હતું. મૃતક દંપતીને 15 વર્ષનો દીકરો છે. પોલીસે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: ગોંડલ હાઈવે પર વ્યાજખોરોના ત્રાસથી દંપતીનો આપઘાત, 15 વર્ષનો પુત્ર નોંધારો બન્યો

Rajkot News: રાજકોટના ગોંડલ હાઈવે પર કલ્પવન સોસાયટીમાં રહેતા એક દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને કારખાનામાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૃતક દંપતીના પરિવારજનોનો આક્ષેપ છે કે, દંપતીએ 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે તે અત્યાર સુધીમાં 21 લાખ રૂપિયા ચૂકવી ચૂક્યા હતા. છતાં વ્યાજખોરો રોજની તોતિંગ રકમની માંગણી કરતા દંપતીએ આ પગલું ભર્યું હતું.

જાણો શું છે સમાગ્ર મામલો

મળતી માહિતી અનુસાર,, કલ્પવનમાં રહેતા 40 વર્ષીય રમેશ ચાવડા અને તેની પત્ની ભારતીબહેન ચાવડાએ 25મી ઓક્ટોબરના રોજ રાત્રે કારખાનામાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે મૃતકના પિતરાઈ ભાઈ લક્ષ્મીદાસના જણાવ્યાનુસાર, રમેશે લસણનો ધંધો કરવા માટે મોરબી અને રાજકોટના શખ્સો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. માત્ર 8 લાખ રૂપિયાના દેવા સામે તેમણે અગાઉ જ 6 લાખ અને ત્યારબાદ વધુ 15 લાખ મળીને કુલ 21 લાખ રૂપિયા માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં ચૂકવી દીધા હતા. છતાં વ્યાજખોરો તોતિંગ રકમ ચૂકવવા દબાણ કરતા હતા. આ રકમ ચૂકવવી અશક્ય બનતા આર્થિક ભીંસ અને ડરના કારણે દંપતીએ આ અંતિમ પગલું ભરી લીધું હતું.

મૃતક દંપતીને સંતાનમાં એક 15 વર્ષનો દીકરો છે, જેણે માતા-પિતા બંનેની છત્રછાયા એકસાથે ગુમાવી દેતાં તે સંપૂર્ણપણે નોંધારો બની ગયો છે. એક જ ઘરમાંથી પતિ-પત્નીની એકસાથે અર્થી ઉઠતી જોઈને સગા-સંબંધીઓ અને સ્નેહીજનો રડી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારજનો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે, આ વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.