Rajkot

હવે ઘર બનાવવું મોંઘું થશે! ટાઈલ્સના ભાવમાં એકઝાટકે 12% નો વધારો, મોરબી સિરામિક ઉદ્યોગકારોનો સર્વાનુમતે નિર્ણય

By GS Team
2 Oct 20261 min read
TukuTouch Logo
મોરબીના સિરામિક ઉદ્યોગે ગેસ, કોલસા અને વીજળીના ખર્ચમાં વધારાને કારણે ટાઈલ્સના ભાવ વધાર્યા છે. વિટ્રીફાઈડ ટાઈલ્સ પ્રતિ સ્ક્વેર ફૂટ ₹3.50 અને વોલ ટાઈલ્સ પ્રતિ બોક્સ ₹20 મોંઘી થઈ છે. આશરે 12%નો આ વધારો 250 જેટલા યુનિટોએ સર્વાનુમતે લીધો છે. આનાથી બાંધકામ ખર્ચ વધશે અને ગ્રાહકોના બજેટ પર સીધી અસર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે ઘર બનાવવું મોંઘું થશે! ટાઈલ્સના ભાવમાં એકઝાટકે 12% નો વધારો, મોરબી સિરામિક ઉદ્યોગકારોનો સર્વાનુમતે નિર્ણય

Tiles Price Hike : ગેસ, કોલસા અને વીજળીના વધતા ખર્ચે મોરબીના સિરામિક ઉદ્યોગનું ગણિત ખોરવી નાખ્યું છે. ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થતાં ટાઈલ્સ ઉત્પાદકોએ હવે તેનો બોજ ગ્રાહકો પર નાખ્યો છે. વિટ્રીફાઈડ ટાઈલ્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. 3.50 અને વોલ ટાઈલ્સમાં પ્રતિ બોક્સ રૂ. 20 એટલે કે અંદાજીત 12 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ફ્લોર ટાઈલ્સના ભાવ અંગે હજુ નિર્ણય લેવાયો નથી. જોકે આ ભાવ વધારાને કારણે બાંધકામનો ખર્ચ વધશે તેવી શક્યતા છે. જેની અસર સીધી લોકોના બજેટ પર થશે.

મોરબીમાં 250 વિટ્રીફાઈડ ટાઈલ્સ યુનિટો કાર્યરત છે. આ એકમો દ્વારા સર્વાનુમતે ભાવવધારાનો નિર્ણય લેવાયો હોવાનું ઉદ્યોગસૂત્રોએ જણાવ્યું છે. ઉત્પાદનમાં સૌથી મોટો ખર્ચ ઉર્જાનો હોવાથી ગેસના ભાવમાં થયેલો વધારો સીધી રીતે ટાઈલ્સની પડતર કિંમતને અસર કરી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારમાં અસ્થિરતા વધી છે. તેની અસર સ્થાનિક ઈંધણ ખર્ચ પર પણ પડી રહી છે.

તાજેતરમાં મોરબીના ઔદ્યોગિક કુદરતી ગેસના દરમાં પણ વધારો થયો હતો. હવે પ્રોપેનના ભાવમાં રૂ. 1.35નો વધારો થતાં ગેસ આધારિત એકમો માટે ખર્ચનું દબાણ વધુ વધ્યું છે. માત્ર ઈંધણ જ નહીં, વીજળીના દરમાં વધારાથી પણ ભઠ્ઠી, ઉત્પાદન અને અન્ય પ્રક્રિયાઓનો ખર્ચ ઊંચો થયો છે.