એચઆર મેનેજર ડમી વ્યક્તિઓના પગાર બિલ બનાવી રૂા.17 લાખ ઓળવી ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : કોટડાસાંગાણીના હડમતાળામાં આવેલી રાજ ઈનોટેક નામની કંપની સાથે તેના એચઆર મેનેજર રોહિન હેમંતભાઈ જોટંગિયા (રહે. ઓમ શિવ માટેલ શેરી નં.૬, મવડી)એ રૂા.૧૭.ર૪ લાખની છેતરપિંડી કર્યાની કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
કંપનીના માલીક સંજયભાઈ ધુલીયા (ઉ.વ.પ૮, રહે. રાજપેલેસ, માધવ વાટીકા-૧, ગોવર્ધન ચોક)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી અઢી વર્ષથી તેની કંપનીમાં નોકરી કરે છે. આરોપીનું મુખ્ય કામ કર્મચારીઓને નોકરી પર રાખવાથી લઈ તેમના પગાર કરવાનું છે. પગારની એકસેલ શીટમાં તેની સહી જરૂરી હોય છે. આરોપી જે હિસાબ લઈ આવતો તેમાં સહી કરતા હતા. ગત ઓગષ્ટ મહિનામાં શંકા જતાં આરોપીને હિસાબ બાબતે પૂછયું હતું. તપાસ કરતાં અમુક નામવાળા વ્યક્તિઓ નોકરી જ નહીં કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. તેમ છતાં આરોપી તેમના પગાર ખતવણી બિલમાં તેની સહી લઈ લીધી હતી.
આ રીતે આરોપીએ જૂન-ર૦ર૪થી લઈ ઓગષ્ટ-ર૦ર૬ સુધી ખોટી રીતે પગારની ખતવણી કરી હતી. જેની કુલ રકમ રૂા.૧૭.ર૪ લાખ ઓળવી ગયો હતો. આ બાબતે પૂછતાં આરોપીએ ગલ્લા-તલ્લા કરી નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં રકમ પરત આપી દેવાના વાયદા કરતો હતો. પણ આજ સુધી રકમ પરત નહીં આપતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. છેતરપિંડીની રકમ આરોપીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાઈ હતી.




