રુંવાડા ઊભા કરી દેતો અકસ્માત, મોરબીમાં કાર 8 થી 10 ગુલાંટ મારી ગઇ, 2 યુવકના કમકમાટીભર્યા મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Morbi Accident : અત્યારે તહેવારની સિઝન છે ત્યારે મોટી સંખ્યામાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે રાજકોટથી મોરબી જતી વેળાએ એક કારનો એટલો ભયાનક અકસ્માત થયો કે તે 8 થી 10 ગુલાંટ મારી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં બે યુવકોના મોત નીપજ્યા જ્યારે અન્ય એકની હાલત ગંભીર જણાવાઈ હતી.
આ ઘટના શનિવારે સવારે બની હોવાની જાણકારી સામે આવી છે. અહીં મોરબી નજીક ખજૂરા હોટેલ પાસે પલટી મારીને વીજળીના ટ્રાન્સફોર્મર સાથે ભટકાઈ હતી. જોકે આ કારને કઇ રીતે અકસ્માત નડ્યો તેની માહિતી સામે આવી નથી. ઘટનાના દૃશ્યો પરથી જોઈ શકાય છે કે કાર જ્યારે અકસ્માતગ્રસ્ત થઇ તો બંને યુવકો કારમાંથી બહાર ફેંકાઈને અનેક ફૂટ ઊંચા ઉછળ્યા હતા.
મૃતકોની ઓળખ અમન બાબરિયા અને પ્રભાત લામકા તરીકે થઇ હતી. જ્યારે જીવણ ડાભી ઈજાગ્રસ્ત છે. તેની સારવાર રાજકોટની હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસે પણ આ મામલે મૃતક અમન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




