રાજકોટમાં રસ્તા વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા: આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ અને બાઇકચાલક વચ્ચે લાફાવાળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot News: ચોટીલામાં આવેલા આપાગીગાના ઓટલાના મહંત અને ભાજપના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકી (નરેન્દ્ર બાપુ) સાથે રાજકોટના આનંદ બંગલા ચોક નજીક બાઈકચાલક યુવક સાથે જાહેરમાં ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી છે. ચાલુ વાહને થૂંકવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ એટલો વધ્યો કે મામલો લાફાવાળી અને ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો.
ચાલુ વાહને થૂંકવા બાબતે શરૂ થઈ હતી બોલાચાલી
મળતી મહિતી અનુસાર, આનંદ બંગલા ચોક નજીક વાહન ચલાવતી વખતે સામાન્ય બાબતે નરેન્દ્ર સોલંકી અને એક યુવાન વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. વાતચીત દરમિયાન મામલો વણસ્યો હતો અને વાતચીતમાંથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઝપાઝપી દરમિયાન યુવાને નરેન્દ્ર સોલંકીને ધક્કો મારીને નીચે પછાડી દીધા હતા. જેના પ્રતિભાવમાં મહંતે તુરંત ઊભા થઈને યુવાનને જોરદાર લાફો ઝીંકી દીધો હતો. તેના વળતા પ્રહારમાં યુવાને પણ મહંતને લાફો મારી દીધો હતો. આટલું જ નહીં, ગુસ્સામાં આવેલા મહંતે ત્યારબાદ યુવાનને લાકડીથી પણ ફટકાર્યો હતો. રસ્તા વચ્ચે વીઆઈપી મહંત અને યુવાન વચ્ચે થયેલી આ મારામારીના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
પરસ્પર સમજાવટથી મામલો થાળે પડ્યો
ઘટના બાદ ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી, પરંતુ બાદમાં બંને પક્ષો વચ્ચે વડીલો અને અગ્રણીઓની સમજાવટ થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે મહંત નરેન્દ્ર સોલંકીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ એકદમ નજીવી બાબત હતી અને સ્થળ પર જ બંને વચ્ચે વાત પૂરી થઈ ગઈ છે, જેથી આ મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.




