Rajkot

ફઈને ઝેરી દવા પીવડાવી ગળાટૂંપો આપી હત્યા કરનાર બે ભત્રીજી સહિત 4 પકડાયા

By GS Team
14 Nov 20262 mins read
TukuTouch Logo
જેતપુર : જેતપુરમાં નવાગઢ રોડ પર રેલવે ગરનાળા પાસે એક બંધ કેબિન પાછળથી બે દિવસ પહેલા મળી આવેલી અજાણી મહિલાની લાશના રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. સગા ભત્રીજા સાથેના કથિત આડા સંબંધોના મુદ્દે મહિલાની હત્યા બે ભત્રીજી સહિત ચાર સંબંધીઓએ કરી હોવાનું ખુલતા પોલીસે ફરિયાદ નોંધીને ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફઈને ઝેરી દવા પીવડાવી ગળાટૂંપો આપી હત્યા કરનાર બે ભત્રીજી સહિત 4 પકડાયા

જેતપુર : જેતપુરમાં નવાગઢ રોડ પર રેલવે ગરનાળા પાસે એક બંધ કેબિન પાછળથી બે દિવસ પહેલા મળી આવેલી અજાણી મહિલાની લાશના રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. સગા ભત્રીજા સાથેના કથિત આડા સંબંધોના મુદ્દે મહિલાની હત્યા બે ભત્રીજી સહિત ચાર સંબંધીઓએ કરી હોવાનું ખુલતા પોલીસે ફરિયાદ નોંધીને ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, જેતપુરમાં નવાગઢ રોડ પર ગત તા. ૧૧ના રોજ ૩૫થી ૪૦ વર્ષની એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં મહિલાનું મોત ગળેટૂંપો આપવાથી થયું હોવાનું સામે આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી કેમેરા અને બાતમીદારોના આધારે એક શંકાસ્પદ રિક્ષાની ભાળ મેળવી ચાર શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં મૃતકની ઓળખ હકુબેન ભાવેશભાઈ પરમાર (રહે. હાથિયાધાર, પાલીતાણા) તરીકે થઈ હતી.
આખરે ઘટના પરથી પડદો ઉંચકાયો કે, મૃતક હકુબેનને તેમના જ સગા ભાઈ ધમાભાઈના દીકરા રવિ સાથે આડા સંબંધો હતા, જે પરિવારમાં કોઈને ગમતું ન હતું. ધમાભાઈની દીકરીઓ રાધા અને મધુ (મૃતકની ભત્રીજીઓ) અવારનવાર ફઈ હકુબેનને સમજાવતી હતી, છતાં માનતા ન હતા અને અવારનવાર ઝઘડાઓ થતા હતા. જેનો ખાર રાખીને ભત્રીજી રાધાબેન સૈયદ શેખ, મધુબેન લક્ષ્મણ આંકોલીયા તથા તેના પતિ લક્ષ્મણ પીરુનાથ આકોલીયા અને સંબંધી ભુપત પોપટ વાઘેલાએ કાવતરું રચીને હકુબેનને જૂનાગઢથી રિક્ષામાં બેસાડીને જેતપુર લાવ્યા હતા. જેતપુરમાં સૌપ્રથમ સોડામાં ઝેરી દવા ભેળવીને પીવડાવી દીધી હતી. ઝેરી દવા પીવા છતાં હકુબેન જીવિત રહેતાં ચુંદડી વડે ગળેટૂંપો આપી હત્યા કરીને લાશ કેબિન પાછળ ફેંકી દીધી હતી.
અંતે ભાવનગરના વરતેજ ખાતે રહેતા મૃતકના ભાઈ અરવિંદ વાઘેલાએ જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચારેય આરોપીઓની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલી લાલ ચુંદડી, ઝેરી દવાની બોટલ અને અતુલ શક્તિ રિક્ષા કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.