Rajkot

રાજકોટ જિલ્લામાં બોગસ તબીબો સામે ઝુંબેશ, છથી વધુ ઝપટે ચડયા

By GS Team
22 Oct 20261 min read
TukuTouch Logo
રાજકોટ : રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી એકલ-દોકલ બોગસ તબીબોને પકડી પોલીસ કામગીરી દેખાડતી હતી. પરંતુ આજે ઝુંબેશના ભાગરૂપે એસઓજીએ જ એક દિવસમાં પાંચેક બોગસ તબીબોને ઝડપી લીધા હતા. બીજા કેટલાક બોગસ તબીબોને સ્થાનિક પોલીસે ઝડપી લીધા હતા. આ ઝુંબેશ રાત સુધી ચાલુ રહી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ જિલ્લામાં બોગસ તબીબો સામે ઝુંબેશ, છથી વધુ ઝપટે ચડયા

રાજકોટ : રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી એકલ-દોકલ બોગસ તબીબોને પકડી પોલીસ કામગીરી દેખાડતી હતી. પરંતુ આજે ઝુંબેશના ભાગરૂપે એસઓજીએ જ એક દિવસમાં પાંચેક બોગસ તબીબોને ઝડપી લીધા હતા. બીજા કેટલાક બોગસ તબીબોને સ્થાનિક પોલીસે ઝડપી લીધા હતા. આ ઝુંબેશ રાત સુધી ચાલુ રહી હતી.
પ્રથમ દરોડામાં જેતપુરના કણકીયા પ્લોટમાં સેન્ટ મીરા પ્રાયમરી સ્કૂલની બાજુમાં દુકાન ભાડે રાખીને મનીષ ઉર્ફે નથની જગદીશભાઇ પારાવાનને ઝડપી લઇ તેની પૂછપરછમાં તેની પાસે મેડિકલ ડિગ્રી ન હોવાનું જણાયું હતું. પોલીસે સરકારી મેડિકલ ઓફિસરને સાથે રાખી તપાસ કરતા મેડિકલ સાધનો, રૂા.૧૧૫૪૮ની એલોપેથિક દવાઓ, રૂા.૧૫૦૦ મળી આવતા તેના સામે કાનુની કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં સ્ટેશનવાડી ગામે મેઇન બજારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા જનકભાઇ નટુભાઇ વણપરિયા મળી આવ્યો હતો. તેના ક્લિનિકમાંથી દવા, ઇન્જેકશનો, સિરીંજ નીડલ, સ્ટેથોસ્કોપ સહિત રૂા.૧૦૯૧૩નો સામાન મળી આવતા જપ્ત કરી આગળની કાર્યવાહી કરી હતી.
શાપરમાંથી એસઓજીએ અમર ગોકુલચંદ દાસ (ઉ.વ.પર, રહે. શાપર) નામના બોગસ તબીબને એલોપેથિની પ્રેક્ટિસ કરતાં ઝડપી લઈ તેને ત્યાંથી રોકડ અને એલોપેથિની દવાઓ મળી કુલ રૂા.રપ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં છેલ્લા રર વર્ષથી પ્રેક્ટિસ કરતા હોવાનું બહાર આવ્યું છે.