For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્ટાર્ટઅપ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરનારાને ગુરુ બનાવી જુઓ

- ગુરુ વંદના સાથે સફળ લોકોની પણ વંદના

Updated: Jul 22nd, 2021

સ્ટાર્ટઅપ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરનારાને ગુરુ બનાવી જુઓ

- ભગવાન દત્તાત્રયે ગણિકાને પણ ગુરુ બનાવી હતી. આપણી આસપાસના સફળ લોકોની જીવન શૈલી નવું શીખવાડતી જાય છે

ગુરુ પૂર્ણિમાએ આપણે ધાર્મિક ગુરુઓની પૂજા પરંપરાગત રીતે કરતા આવ્યા છે. કોરાનોનો ડર દુર થતા આવતીકાલે મોટા ભાગના ગુરુ આશ્રમો ભક્તોથી છલકાતા જોવા મળશે. ૫૦૦ વર્ષ પહેલાં મૂર્ધન્ય કવિ અખો પથ્થર એટલા પૂજે દેવ અને તુંજ તારો ગુરુ થા જેવી મહત્વની વાત ંેકહી ગયા પણ તે લગભગ ભૂલાઇ ગઇ છે. ધર્મમાં આંધળૂં અનુકરણ કરતા લોકો રૂઢીવાદી પરંપરાને વળગી રહ્યા છે. કોરોના કાળે દરેકને આઉટ ઓફ ધ બોકસ વિચારવાની તક આપી છે. એટલેજ ધાર્મિક ગુરુઓની સાથે સાથે રાજકારણમાં સફળતા મેળવનારા  લોકો તેમજ બિઝનેસ ગુરુઓના જીવન ચરિત્ર વાંચવાનો પ્રયાસ કરવાની જરૂર છે. 

રાજકારણીઓનું અનુકરણ કરવાની વાતથી ભલે કોઇ મોં બગાડે પરંતુ તેમની સંઘર્ષ કથા અને ધીરજ તેમજ તેમના ફાઇટીંગ સ્પિરીટને જીવનમાં અનુસરવા જેવો હોય છે. રાજકારણીઓની હાર પચાવવાની આવડત પ્રશંસનીય હોય છે. સૌથી વધુ આવું જ્ઞાાન વિરોધ પક્ષમાં રહેલો રાજકારણી આપતો જાય છે.  એવીજ રીતે બિઝનેસ ક્ષેત્રે આગળ વધેલા લોકોનું છે. ભારતમાં શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ આખાને આખા ખરીદી લેવાય છે. અબજો રૂપિયાના આવા સોદામાં શીખવા જેવું એ હોય છે કે આવા લોકો રેતીમાં વહાણ ચલાવતાં ચલાવતાં મોટી કંપનીઓની નજરમાં આવ્યા હોય છે. 

બિઝનેસ સ્ટાર્ટઅપ પર નજર કરો તો વારંવારના પ્રયાસો બાદ તેમને સફળતા મળી હોય છે. ઇન્ટરનેટ પર આવા અનેક દાખલા જોવા મળે છે. આ લોકોએ નસીબ ક્યારે ચમકશેની રાહ જોયા વિના પોતાના આઇડયાને વહેતો મુક્યો હતો અને તેની પાછળ મહેનત કરી હતી.  જ્યારે કોઇના જીવનમાંથી કશુંક શીખવા મળે છે ત્યારે તે આપણા જીવનનો ગુરુ બને છે. ભગવાન દત્તાત્રયે ગણિકાને પણ ગુરુ બનાવી હતી. આપણી આસપાસ ફરતા અનેક લોકો પાસેથી તેમની સારી વાત જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવાની જરુર છે. કેટલાકની જીવન શૈલી આપણને નવું શીખવાડતી જાય છે. કોઇને પણ અંધકારમાંથી  દુર કરીને પ્રકાશ તરફ લઇ જનારને ગુરુ કહેવામાં આવે છે. આપણું જીવન વધુ સમૃધ્ધ બનાવનારને ગુરુ તરીકે રાખવા જોઇએ. નવી પેઢીને સમજ પડે તે રીતે ગુરુ પૂર્ણિમા ઉજવવાની જરૂર છે.  દેશના કોર્પોેરેટ કિંગ નહી પણ દેશમાં નવા સ્ટાર્ટઅપ શરૂ કરીને સફળતા મેળવનારાઓ પાસેથી સંઘર્ષ શીખવા મળી શકે છે. આવા લોકો ગુરુ સમાન હોય છે. આઇએએસ જેવી મહત્વની પરીક્ષાઓમાં ટોપમાં આવેલાઓ મહેનત કરવા માટે ખઇ ખપૂચીને પાછળ પડી જવાનું શીખવાડે છે. તેમજ રાજકીય ક્ષેત્રના નેતાઓ વગેરે અનિશ્ચિત કેરીયરમાં હોવા છતાં સતત સંધર્ષ કરતા અને તકની રાહ જોતા નજરે પડે છે. રાજકારણીઓ પાસેથી ધીરજ નામનો ગુણ અપનાવવા જેવો છે. 

જ્યારે કોઇ રીક્ષા ચલાક કે ગરીબના ઘરનો કોઇ યુવાન સીએની પરીક્ષા પાસ કરે છે ત્યારે તેની સંધર્ષ કથા વાંચવાની ગમે છે. આવી વાતો જીવનમાં વણી લેવાની જરૂર છે. આવા વિચારોનો અમલ એજ ગુરૂના આશિર્વાદ કહી શકાય.

સ્ટાર્ટ અપ સાથે સંકળાયેલા નવા ઉદ્યોગ પતિઓ યુવા સાહસિકો છે. તેમને મળવા એશિયાના સૌથી વધુ પૈસાદાર એવા મુકેશ અંબાણી અને ટાટા બિરલાના પ્રતિનિધિઓ આવતા હોય છે. તેમની કંપનીઓ પરીદવા તેમને અબજો રૂપિયાની ઓફર થતી હોય છે.

આવા વિવિધ ક્ષેત્રમાં આગળ આવેલા લોકો પાસેથી પ્રેરણા લેવી અને તેને જીવનમાં ઉતારાય તેને ગુરુ પૂર્ણિમા કહેવી જોઇએ. પોતાના જીવનમાં રહેલો અંધકાર દુર માણસે પોતેજ કરવો પડે છે. માણસે પોતાના ક્ષેત્રના ગુરુ પણ શોધવા પડશે અને તેમનામાં રહેલી પોઝિટીવીટીને  અપનાવવી પડશે.

ડિજીટલ યુગમાં અનેક ક્ષેત્રોે હરણફાળ ભરે છે. દરેકે સંઘર્ષ કરવો પડે છે અને સફળતા મળે ત્યાં સુધી ધીરજ રાખવી પડે છે. કોઇ મંદિરના ગુરુ પાસે સફળતાનો પાસવર્ડ નથી હોતો કે જાદુઇ લાકડી પણ નથી હોતી. છતાં તેમની પાસેથી જવાથી થોડી માનસિક રાહત મળશે એમ માનીને લોકો વંદના કરવા જતા હોય છે પરંતુ આપણે જે ક્ષેત્રમાં હોઇએ તેમાં આગળ વધેલા લોકો અને ટોચમાં બેઠેલા કોઇનું અનુકરણ કરવાનો વિચાર માત્રને ગુરુ વંદના સાથે સરખાવવો જોઇએ. 

જમાનો બદલાયો છે એમ કહેવાથી નહીં ચાલે પણ વ્યકિતએ પોતે બદલાવું પડશે. ગુરુના આશિર્વાદ ફળે કે ના ફળે પણ પોતાના ક્ષેત્રમાં કરેલી મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી કે પોતાની જાતના  અપલિફમેન્ટ માટે કરેલી મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી.

Gujarat