ઓનલાઇન બિઝનેસ માટેના કાયદા ગ્રાહકોને રક્ષણ આપશે

- 15 ઓગષ્ટ પહેલાં નવા કાયદા આવી શકે છે


- સામાન્ય રીતે સરકારના કાયદા દાંત નહોર વિનાના હોય છે કંપનીઓના હાથ ઉપર રહે એવું આયોજન કરાતું હોય છે

ભારતમાં ઇ કોમર્સ કલ્પના બહાર આગળ વધી રહ્યું છે. જે માર્કેટ શરૂઆતમાં ૧.૯ અબજ રૂપિયાનું હતું તે ૨૦૨૪ સુધીમાંતો ૧૮.૦૨ અબજ રૂપિયાને વટાવી જશે. ઇ કોમર્સના માર્કેટને નિયંત્રણમાં રાખવા તેમજ નાના દુકાનદારોના અને ગ્રાહકોના હિત જળવાઇ રહે એટલે સરકાર ઇ કોમર્સ માટેના નવા કાયદા લાવી રહ્યું છે. ઇ કોમર્સ સાથે સંકળાયેલા દરેક નાના મોટા કનેક્શનના ઓપિનીયન સરકારે મંગાવ્યા છે. કહે છે કે ૧૫ ઓગષ્ટની આસપાસ નવા નિયમો આવી જશે.

ભારતની ઇ કોમર્સની પ્રગતિને હરણ ફાળ સાથે સરખાવી શકાય. ભારતની નવી પેઢીને ઇકોમર્સ પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરવામાં ઇ કોમર્સ કંપનીઓને સફળતા મળી છે.  અમેરિકાની ઇ કોમર્સ જાયન્ટસ વોલમાર્ટે જ્યારે ભારતની ફ્લિપકાર્ટનો હિસ્સેા ખરીદ્યો ત્યારે ઇ કોમર્સ ક્ષેત્રમાં ઉથલ પાથલ મચી હતી. ત્યારબાદ અમેરિકામાં વોલમાર્ટના પ્રતિસ્પર્ધી એમેઝોને પણ ભારતમાં એન્ટ્રી મારી હતી. આ બંને બહુ જાણીતી કંપનીઓને પડકારવા ભારતની કંપનીઓ મેદાનમાં આવી હતી.  જેમ સોશ્યલ નેટવર્ક સાથે સંકળાાયેલી કંપનીઓ ભારતના કાયદાથી નારાજ ચાલે છે એવું ઇકોમર્સના ક્ષેત્રે ના થાય તે પણ જરૂરી છે. આમ પણ, વિદેશી કંપનીઓને કોઇ રોકે તે તેને પસંદ નથી હોતું. એટલેજ સોશ્યલ નેટવર્ક સામે સરકારે લાલ આંખ બતાવી ત્યારે ઉહાપોહ કરાયો હતો. આવી કંપનીઓ ફરિયાદ સાંભળે એવા અધિકારીની નિમવાની ફરજ પડાઇ હતી. બે સોશ્યલ નેટવર્ક કંપનીઓે સરકાર સામે કેસ પણ કરી ચૂકી છે. 

ભારતમાં ઇકોમર્સની ઢગલો વેબસાઇટો છે. રીલાયન્સ, ટાટા જેવા મોટા માથાઓ બજારમાં આવ્યા બાદ ઇ કોમર્સમાં અનેક નવી સ્પર્ધા  અને અનેક નવા કોન્સેપ્ટ જોવા મળ્યા હતા. સોયના પેકેટથી માંડીને એ.સી સુધીની ચીજો લોકો ઓનલાઇન મંગાવતા થયા છે.

ઇ કોમર્સ પર ચાલતા સેલ તો આકર્ષણનું કેન્દ્ર બનતા હતા.  વિશ્વમાં બીજા નંબરની વસ્તી ધરાવતા ભારત પર દરેક ઇ કોમર્સ કંપનીઓની નજર રહી છે. ભારતના લોકોેએ ઇ કોમર્સની ટેકનોલોજી તરત સ્વિકારી લીધી હતી. આજે મોટા શહેરો અને ટાઉન લેવલે એક પણ ઘર એવું નહીં હોય કે જેમણે ઇ કોમર્સનો ઉપયોગ ના કર્યો હોય. એ પણ ના ભૂલવું જોઇએ કે અનેક લોકો ક્વોલિટી બાબતે અને ઓર્ડર વિનાના માલ બાબતે ફરિયાદો આવતી થઇ છે. 

ઇકોમર્સની સાઇટો મનમાની કરતી અટકે એટલે તેને કાયદાની પકડમાં લાવવી જરૂરી બની ગઇ હતી. વિરોધ પક્ષો પણ ઇકોમર્સ માટે કાયદાની માંગ કરી રહ્યા હતા. 

ઓન લાઇન માર્કેટ ભરોસો ઉભો કરી રહ્યું છે. એવી વ્યવસ્થા ગોઠવાઇ છે કે કંપનીઓ દરેક મોટા શહેરોમાં પોતાના ડેપો ઉભા કરે છે. એટલે જે દિવસે ઓર્ડર મળે એજ દિવસે ડિલિવરી કરી શકાય.  સેમ-ડે ડિલિવરી એ ઓનલાઇન ડિલીંગ કરનારા માટે પડકારજનક હતું. પરંતુ ઓનલાઈન માર્કેટમાં ઉભી થયેલી સ્પર્ઘાના કારણે દરેકે સેમ ડે ડિલિવરીનો પડકાર ઉઠાવી લીધો હતો.  જ્યારે માર્કેટમાં અબજો રૂપિયા રોકાઇ રહ્યા છે અને માર્કેટ ૨૦૨૩માં ૧૮ અબજ તરફ જઇ રહ્યું છે ત્યારે ગ્રાહકોનો ભરોસો અકબંધ રહે તે પણ જરૂરી છે. ઇ કોમર્સ જાયન્ટ્સ ભારતના ગ્રાહકોની ફરિયાદોના જવાબો ના આપે એમ પણ બનવા લાગતાં સરકાર ચેતી ગઇ હતી. સરકારને સૌથી વધુ ટેન્શન નાના વેપારીઓનું હતું. ચૂંટણી વખતે નાના વેપારીઓને સરકારે વચન આપ્યું હતું કે તમારા હિતોની રક્ષા કરાશે. જોકે સરકાર કંઇ વિચારે તે પહેલાંતો ઇ કોમર્સનો વ્યાપ કૂદકેને ભૂસકે વધી ગયો હતો. 

સરકારે ઓન લાઇન ખરીદતા ગ્રાહકોનું હિત અને  કરિયાણાની દુકાન ચલાવતા નાના વેપારીઓ કે કરિયાણાની દુકાનો વાળાઓને આપેલા ચૂંટણી પ્રોમિસનું પણ ધ્યાન રાખવાનું હતું.   ભારત જે કાયદા બનાવી રહ્યું છે તેના કરતાં વધુ કડક કાયદાતો અન્ય દેશોમાં છે પરંતુ આપણે ત્યાં કાયદા બનતા પહેલાંજ તેનો ડર બતાવાઇ રહ્યો છે. ઇ કોમર્સના વ્યવસાયનો વ્યાપ વધતો જાય છે. લોકો તેની સાથે આસાનીથી ડિલીંગ કરતા થયા છે. બિગ બાસ્કેટ જેવા કંપની ધરેલું બનતી જાય છે. 

લોકો ઓનલાઇન એ.સી મંગાવતા હોય ત્યારે ઇ કોમર્સની કંપનીઓ માટે કાયદાની જરૂર પડે છે. સામાન્ય રીતે સરકારના કાયદા દાંત નહોર વિનાના હોય છે. આશા રાખીએ કે કંપનીઓ ખોટું કરતા ડરે એવા કડક કાયદા સરકાર બનાવે અને ગ્રાહકોનું કાયદાથી રક્ષણ કરે.

City News

Sports

RECENT NEWS