AI ક્ષેત્રે ગુગલ સક્રીય : Character.AI માટે 2.7 અબજ ડોલરની જંગી રકમ ચૂકવી

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
AI ક્ષેત્રે ગુગલ સક્રીય : Character.AI માટે 2.7 અબજ ડોલરની જંગી રકમ ચૂકવી 1 - image


- પ્રસંગપટ

- ગુગલ છોડીને ગયેલા નોએમ સઝીરને લોટરી લાગી 

- ગુગલે જ્યારે AI ક્ષેત્રે જેમીની શરૂ કર્યું તેમાં પણ નોઆમ શઝીરનો મહત્વનો ફાળો હતો

આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે ચાલતી સ્પર્ધામાં સ્ટાફની ખેંચાખેંચી જોવા મળે છે. પરંતુ આવીજ સ્પર્ધા ટોપના લેવલે પણ જોવા મળી રહી છે. એક અહેવાલ અનુસાર નોઅમ સઝીર નામના AI નિષ્ણાતને ફરી ગુગલે પોતાને ત્યાં ખેંચી લીધો છે. પોતાને ત્યાં જોબ પર રાખવા ગુગલે માંગ માંગે તે આપું જેવી સ્થિતિ ઉભી કરી હતી. કેરેેક્ટર.એઆઇના સાથી ફાઉન્ડર Character.AI co-founder) નોઅમ સઝીર પહેલાં ગુગલમાં હતા. કહે છેકે નોઅમ સઝીરને જોબ પર રાખવા ગુગલે તેને ૨.૭ અબજ ડોલર જેવી જંગી રકમ ચૂકવી છે.

ગુગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે પોતાના મહત્વકાંક્ષી આર્ટિફિશયલ  ઇન્ટીલીજન્સના પ્રોજેક્ટ માટે નોઅમ સઝીર પર નજર એટલા માટે ઠેરવી હતી કે તે માત્ર એઆઇનો જાણકાર નથી પણ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે તે કેપેબલ છે.  નોઅમ સઝીર સાથે તેમની સાથે સંકળાયેલી ટીમ પણ આવશે.

મોટી કંપનીઓની ખાસિયત હોય છે કે તે ભવિષ્યના કોમ્પીટેટર કે તેમની હરોળમાં ઉભા રહી શકાય એવી વ્યક્તિને તેના પ્રોજક્ટ સાથે ખરીદી લેતા હોય છે. એક વાર છોડીને ગયેલા કર્મચારીને પાછો લાલ જાજમ બિછાવીને બોલાવવાની પરંપરા ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓે શરૂ કરેલી છે. ટૂંકમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના પ્રોજેક્ટો સાથે સંકળાયેલી  કંપનીઓ અને તેના સ્ટાફ પર ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓની નજર રહેલી છે.

જ્યારે ગુગલને નોઅમના નવા સાહસની ખબર પડી ત્યારે ગુગલે તેને પરત કંપનીમાં બોલાવીને તેનો આઇડયા ગુગલ માટે ઇમ્પલીમેન્ટ કરવા જણાવ્યું હતું. લેંગવેજ મોડલ ફોર ડાયલોગ એપ્લીકેશન (LaMDA)પાછળ નોએમનું ભેજું કામ કરતું હતું. ગુગલે  AI માટે એવી નિતી બનાવી હોય એમ લાગે છે કે AIના જાણકારોને તેમના આઇડયા સાથે ખરીદી લેવા. નોએમને ફરી આવકારવા પાછળનું મુખ્ય  કારણ તેની પાસે નો મહત્વકાંક્ષી AI પ્રોજક્ટ છે.

જે લેંગવેજ મોડલ LaMDA નોઅમ વિકસાવવા માંગે છે તેનો હવાલો હવે ગુગલ પાસે આવશે. ગુગલની પેરન્ટ કંપની આલ્ફા બેટે જ્યારે નોએમ સઝીરે ડેવલેાપ કરેલું Character.AI જોયું ત્યારે તેને ખ્યાલ આવ્યો હતો કે  આ નવી કંપનીઓને તો વેન્ચર કેપીટલ સહીતનાઓ ભંડોળ આપી રહ્યા છે.

વેન્ચર કેપીટલનું ભંડોળ મળવા લાગ્યું તેજ નોએમની કંપનીની મોટી જીત હતી. વેન્ચર કેપીટલનું રોકાણ જોઇને અન્ય રોકાણ કારો પણ નોએમ સાથે બેઠકો કરવા લાગ્યા હતા.

Character.AI  સાથે સંકળાયેલી ટેકનોલોજી ગુગલને કામ આવી શકે એમ છે તે જાણતાંજ આલ્ફાબેટ કંપનીએ નોએમને ફરી પોતાને ત્યાં જોડાવવાની ઓફર કરી હતી. જોકે ત્યાં સુધીમાંતો AI ના માર્કેટમાં નોએમ સઝીરનો ડંકો વાગી ચૂક્યો હતો. વોલસ્ટ્રીટ જનરલ લખે છે કે નોએમને વ્યક્તિગત રીતે પાછો લાવવો મુશ્કેલ લાગતાં ગુગલે તેની આખી કંપની અને તેનો સ્ટાફ તેમજ કંપનીના ફાયનાન્સ સહીતની અન્ય જવાબદારીઓ સાથે ખરીદવાની ઓફર કરી હતી. 

કેટલીક મિટીંગો બાદ સોદો ૨.૭ અબજ ડોલરમાં પત્યો હતો. Character.AI નો ઉપયોગ કરવા બંને કંપનીઓ વચ્ચે કરાર કરાયો હતો. આરીતે ગુગલે પોતાની AI ક્ષમતામાં વધારો કર્યો છે.

કંપનીઓ તેમના પોતાના વિકાસ માટે અને નવા ઇનોવેશન માટે યોગ્ય લોકો શોધતી હોય છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ અને ઓટોમેશન માટે  અનેક કંપનીઓ યોગ્ય બ્રેનની શોધમાં હોય છે. અમેરિકાની સિલિકોન વેલીમાં ૪૦ ટકા જેટલી ભારતીય કંપનીઓમાં ઇન્ડિયન અમેરિકન સીઇઓે છે. અમેરિકાની કંપનીઓ પણ ભારતના બ્રેન ખરીદતા જોવા મળી છે. 

ગુગલની રીસર્ચ લેબ ડીપમાઇન્ડ સાથે પણ હવે નોએમ સાથે જોડાયેલા અન્ય નિષ્ણાતો જોવા મળશે. Character.AIના મહિને ૨૦ મિલીયન જેટલા યુઝર્સ છે. આ યુઝર્સ હવે સીધાજ ગુગલ સાથે જોડાઇ જશે. 

અહેવાલો અનુસાર ગુગલે જ્યારે AI ક્ષેત્રે જેમીની શરૂ કર્યું તેમાં પણ નોએમ સઝીરનો મહત્વનો ફાળો હતો. ગુગલ પોતાની ક્ષમતા વધારવા કેટલી એક્ટીવ છે તે તેની ૨.૭ અબજ ડોલરની ચૂકવણી પરથી જાણી શકાય છે.

AI  ક્ષેત્રે શરૂ થયેલી સ્પર્ધા અનેક નવા ઇનોવેશન સાથે સંકળાયેલા બ્રેન માટે ખેંચાખેંચી કરશે તે નક્કી છે.

Prasangpat

Google NewsGoogle News